statement

AAPમાં ધબડકા બાદ ઈસુદાન ગઢવીનું નિવેદન: 'મરીશું ત્યાં સુધી લડીશું, પાર્ટી છોડનારનો આભાર'

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ લડાઈ છે બીજા સ્વરાજની કે બીજી આઝાદીની છે. આમ આદમી પાર્ટીની શરૂઆત દિલ્હીથી થઈ છે, કામની રાજનીતિ સિવાલ આમ આદમી પાર્ટી કશું આવડતું નથી. ન રાજકારણ અમને આવડે છે કે ભવિષ્યમાં આવડશે.

Jan 18, 2022, 12:30 PM IST

ભાજપમાં જોડાવાની વાત પર જયંત બોસ્કીનું નિવેદન; 'હું NCPમાં છું અને NCPમાં જ રહીશ'

ભાજપમાં જોડાવાની વાત પર NCPના જયંત બોસ્કીએ મૌન તોડીને નિવેદન આપી દીધું છે. જયંત બોસ્કીએ જણાવ્યું છે કે હું NCPમાં છું અને CNPમાં જ રહીશ. નડીયાદમાં ખિલખિલાટ વાનના લોકાર્પણમાં બોસ્કી જોડાયો હતો.

Jan 11, 2022, 02:05 PM IST

ભાજપના વધુ એક MLA નારાજ; કહ્યું- 'બોસ્કી ભાજપમાં આવશે તો હું કોંગ્રેસમાં જોડાઇશ', જો કે પાછળથી ફેરવી તોળ્યું

બોસ્કીના ભાજપમાં જોડાવાની વાત પર MLA ગોવિંદ પરમારનું મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગોવિંદ પરમારે જણાવ્યું કે બોસ્કી ભાજપમાં આવશે તો હું કોંગ્રેસમાં જોડાઇશ. પક્ષના નેતાઓ બોસ્કીને ભાજપમાં લાવવા પ્રયત્ન કરી રહ્યા છે..

Jan 11, 2022, 11:31 AM IST

AAP નેતા ઈશુદાને કહ્યું- 'મેં જિંદગીમાં દારૂ નથી પીધો, હું હનુમાન નથી, કે છાતી ચીરીને બતાવું, મારો લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરો'

આજે રાજ્યમાં AAP પાર્ટી દ્વારા ઈશુદાન ગઢવી પર મૂકાયેલા આરોપ બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપવામાં આવી છે. આપ નેતા ગોપાલ ઈટાલીયાએ સમગ્ર લીગલ ટીમ અને આપના નેતાઓ સાથે હાજર રહીને પોતાનું નિવેદન આપ્યું છે.

Jan 3, 2022, 12:55 PM IST

કોંગ્રેસના સ્થાપના દિને ઝંડો ઉપર જવાના બદલે સોનિયાજીના હાથમાં આવ્યો, બીજી બાજુ સિદ્ધાર્થ પટેલે વાટ્યો ભાંગરો

કોંગ્રેસના 137માં સ્થાપના દિવસે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે લોકોને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે તેમને ભાંગરો વાટ્યો છે. કોંગ્રેસની સ્થાપના દિવસનો જ સિદ્ધાર્થ પટેલે ખોટો ઉલ્લેખ કર્યો છે.

Dec 28, 2021, 02:24 PM IST

સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: બાળકીની માતાએ રડતી આંખે સ્વીકાર્યો, જાણો હર્ષ સંઘવીનું નિવેદન

સુરતમાં અંતે અઢી વર્ષની બાળકીને આખરે ન્યાય મળ્યો છે. દિવાળીની રાત્રે પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી સાથે તેના પિતાથી પણ વધુ ઉંમરના એક વ્યક્તિએ દુષ્કર્મ  આચર્યું હતું.

Dec 7, 2021, 03:12 PM IST

નીતિન પટેલના અંદાજથી લોકોમાં હાસ્ય; 'પહેલા વિજયભાઈ, હવે ભૂપેન્દ્રભાઈ, હું તો વચ્ચે છું ને વચ્ચે જ રહીશ'

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જણાવ્યા અનુસાર ભુપેન્દ્રભાઇના વેવાઇએ 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીએ પણ મદદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે રાજ્યના નવા મુખ્યમંત્રીએ પણ મદદ કરી છે.

Nov 23, 2021, 08:34 AM IST

ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ થશે તો પાસા હેઠળ કાર્યવાહી, ગુજરાતમાં ખાતરની કોઈ તંગી નથી': રાધવજી પટેલ

ગુજરાતના પનોતા પુત્ર અને પીએમ મોદીનું સ્વપ્ન અને સંકલ્પ છે કે ખેડુતોની આવક ડબલ કરવી, હાલ આ દિશામાં ગુજરાત સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ખેડૂતો પાસેથી મગફળીના ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી કરવાનું શરૂ કર્યું છે. અઠવાડિયામાં મગફળી વેચનાર ખેડૂતોને ચુકવણું પણ થઈ રહ્યું છે.

Nov 16, 2021, 11:54 AM IST

ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં નરેશ પટેલનો હુંકાર: 'સરપંચથી સાંસદ સુધી પાટીદારો હોવા જોઈએ'

જસદણમાં પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું. જેમાં તમામ પાટીદાર અગ્રણી અને નેતાઓ દ્વારા અનેક નિવેદનો કરીને ખળભળાટ મચાવી દીધો છે. ZEE 24 કલાક પર પાટીદાર પોલિટિક્સની સૌથી મોટી ખબર સામે આવી રહી છે.

Nov 14, 2021, 11:47 AM IST

BAPS સ્વામીના નિવેદનથી ખળભળાટ: 'પાટીદારો ઇંડા-નોનવેજની લારીએ ઉભા રહેવાની બંધ કરે, સરદારનું માથું શરમથી ઝુકી જશે'

રાજકોટ BAPS સ્વામી નારાયણ મંદિરના મહંત અપૂર્વ મુનિ સ્વામીનું જસદણમાં ઈંડા અને નોનવેજને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે પાટીદાર સમાજના લોકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, સમાજના લોકો ઈંડા અને નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો. સરદાર પટેલનું માથું શરમથી ઝૂકી ન જાય તેનો ખ્યાલ રાખીને દરેક કામ કરો.

Nov 14, 2021, 10:11 AM IST

કોરોના કાળમાં ખાનગી ડોક્ટર્સે ખાતર પાડ્યું છે? જનતા પાસેથી 1800 કરોડ ખંખેરી લીધા: યોગેશ પટેલ

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદન મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો છે. યોગેશ પટેલનાં નિવેદનનો તમામ તબિબિ આલમ દ્વારા વિરોધ કરવામાં આવ્ય છે. તેમણે તબીબ અને દર્દી વચ્ચેના સમન્વયને તોડવાનો પ્રયાસ ગણાવ્યો છે. પૂર્વ મંત્રી યોગેશ પટેલે વડોદરા હોસ્પિટલમાં તબીબો દર્દી વચ્ચે મારામારી થવાની ઘટના સંદર્ભે કહ્યું કે, ડોક્ટરોએ કરોડો રૂપિયાની વસુલાત કરી છે. તેથી જો યોગ્ય સારવાર ન મળે તો દર્દી આક્રોશિત થયા હોય તેવું બની શકે. 

Oct 26, 2021, 03:59 PM IST

PSI ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી જ નહીં, વધુ લોકોને તક મળે એ દિશામાં નિર્ણય લેવાશે: હર્ષ સંઘવી

PSI ભરતી અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી જ નહીં, પણ વધારેમાં વધારે લોકોને તક મળે એ દિશામાં રાજ્ય સરકાર નિર્ણય લેશે.

Oct 22, 2021, 05:55 PM IST

ટોસિલીઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારી અંગે વડોદરાના ડો. શીતલ મીસ્ત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

કોરોના દર્દીઓને આપવામાં આવતા ટોસિલીઝુમેબ ઇન્જેક્શનને લઇ સુરતમાં કાળા બજારી થતી હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે આ મામલે વડોદરા શહેરની ગૌત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી શીતલ મીસ્ત્રીએ ઝી મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન નોડલ અધિકારી શીતલ મિસ્ત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

Jul 10, 2020, 05:34 PM IST

LAC: ભારત-ચીન ઘર્ષણ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને દેશોએ ઉઠાવવું પડ્યું નુકસાન

LAC અંગે ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી હિંસક ઘર્ષણ અંગે વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારતે હંમેશા LAC નું સન્માન કર્યું અને ચીને પણ તેવું જ કરવું જોઇએ. મંત્રાલયે કહ્યું કે, LAC પર કાલે જે ઘટના બની તેને નિવારી શકાઇ હોત. બંન્ને દેશોએ નુકસાન ઉઠાવવું પડ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, સીમા વિવાદને ઉકેલવા માટે સૈન્ય અને રાજદ્વારી સ્તર પર વાતચીત ચાલી રહી છે. 6 જુને સીનિયર કમાન્ડરોની સારી બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ ગ્રાઉન્ડ કમાન્ડરો વચ્ચે બેઠક યોજાઇ હતી. 

Jun 16, 2020, 10:13 PM IST
Statement Of Jayant Sarkar, Director Of Meteorological Department Regarding Rain PT3M47S

વરસાદને લઈ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારનું નિવેદન

Statement Of Jayant Sarkar, Director Of Meteorological Department Regarding Rain

Jun 11, 2020, 02:50 PM IST
Statement Of Ganpat Vasava On Lion Death PT4M26S

સિંહના મોત મામલે ગણપત વસાવાનું નિવેદન, જાણો શું કહ્યું...

સિંહોના મોત મામલે મંત્રી ગણપત વસાવાનું નિવેદન આપતા જણાવ્યું કે, સિંહો ગુજરાતનું ગૌરવ અને ઓળખ છે. સિંહોના સંવર્ધન માટે સરકારે યોગ્ય કામગીરી કરી છે. સિંહોના ભૂતકાળમાં થતા મૃત્યુ હાલ અટકાવવામાં આવ્યા છે. 27 કરોડનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 40 કિમિ રેલવેના ટ્રેકની બાજુમાં ફેન્સીગ કરાવ્યું છે. રાજ્ય સરકારે નવું શેત્રુંજી ડિવિઝન શરૂ કર્યું છે. 4 લાયન એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે.

Mar 5, 2020, 08:20 PM IST
Gandhinagar: Virji Thummar's Statement On Unemployment PT3M28S

ગાંધીનગર: બેરોજગારી પર વિરજી ઠુંમરનું નિવેદન

બેરોજગરીના આંકડાઓ અંગે વિરજી ઠુમ્મરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર છેલ્લા બે વર્ષમાં માત્ર 2230 યુવાઓને જ સરકારી નોકરી આપી શકી છે. રોજગારી આપવામાં સરકાર યુવાઓ સાથે મશ્કરી કરે છે. ગ્રેજ્યુએટ થયેલ યુવાન નોકરી માટે વલખા મારે છે. નોકરી માંગનારને સરકાર પકોડા તળવાનું કહે છે.

Feb 28, 2020, 06:05 PM IST