બેઠા બેઠા બબલ રેપ ફોડવાની આદત છે, તો જુઓ આદત કેટલી ફાયદામાં પડે છે

Bubble Wrap Reduces Stress : જ્યારે પણ આપણે કોઈ પ્રકારના તણાવમાં હોઈએ છીએ, તો આવી સ્થિતિમાં સ્પંજી ચીજ પકડવાથી સુકુન મળે છે. એટલે કે મામૂલી સામાન પેક કરવાના બબલ રેપને ફોડવાથી તણાવમાંથી મુક્તિ મળે છે
 

બેઠા બેઠા બબલ રેપ ફોડવાની આદત છે, તો જુઓ આદત કેટલી ફાયદામાં પડે છે

Popping Bubble Wrap: જ્યારે પણ ઘરમાં કોઈ નવો સામાન આવે છે, તો સૌથી પહેલા તેના પેકિંગ પર સૌની નજર હોય છે. પેકિંગમાં આવેલ બબલ રેપને લોકો ફેંકતા નથી. મોટાભાગના લોકોને તેને ફોડવામાં મજા આવે છે. મોટી ઉંમરના લોકો પણ બાળકોની જેમ આ એક્ટિવિટીનો આનંદ લે છે. પરંતુ આ હરકત પાછળ શું કારણ છે, આખરે કેમ કોઈ પણ ઉંમરના લોકો બબલ રેપ ફોડવાથી પોતાને રોકી શક્તા નથી. આજે આપણે તેનુ કારણ જાણીએ.

હાથમાં ચટપટી થાય છે
એક રિસર્ચમાં સામે આવ્યુ છે કે, જ્યારે પણ આપણા હાથમાં કોઈ સ્પંજી ચીજ આવે છે, તો આપણા હાથમાં ચટપટી થવા લાગે છે. જેને કારણે આપણે પોતાના પર કન્ટ્રોલ કરી શક્તા નથી અને તેને ફોડવા મજબૂર થઈ જઈએ છીએ. 

તણાવ દૂર થાય છે
જ્યારે પણ આપણે કોઈ પ્રકારના તણાવમાં હોઈએ છીએ, તો આવી સ્થિતિમાં સ્પંજી ચીજ પકડવાથી સુકુન મળે છે. એટલે કે મામૂલી સામાન પેક કરવાના બબલ રેપને ફોડવાથી તણાવમાંથી મુક્તિ મળે છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઈન્ફોર્મેશન અનુસાર, બબલ રૈપ ફોડવુ સ્ટ્રેસ લેવલ ઓછુ કરવામાં મદદ કરે છે. જેથી લોકો બબલ રૈપ ફોડે છે. 

સતત બબલ ફોડવાનું મન થાય છે
જો એકવાર આપણે બબલ ફોડવાનું શરૂ કરીએ છીએ, તો તેને સતત ફોડવાનું મન થયા કરે છે. જે એક સારી બાબત છે. આવુ કરવાથી તણાવમુક્ત તો રહેવાય જ છે, સાથે જ એક જગ્યા પર ફોકસ કરી શકાય છે. જે હકીકતમાં ત્યારે ફાયદામંદ થાય છે, જ્યારે અંગૂઠો અને પહેલી આંગળી એકસાથે જોડીને રૈપના દરેક બબલને એકબાદ એક ફોડવાનો પ્રયાસ કરવામા આવે. 

લોકોને આકર્ષિત કરે છે બબલ
એક રિસર્ચમાં સામે આવ્યુ કે, બબલ રેપ એટલા આકર્ષિત હોય છે કે, કોઈનુ પણ ધ્યાન તમારા પર આકર્ષિત થઈ જાય. તેથી લોકોને તેને ફોડવાનું મન થઈ આવે છે. હકીકતમાં બેબલ રેપનો ઉપયોગ એક મનોચિકિત્સા માટે એક મેડિટેશનલ ટુલના રૂપમાં કરવામાં આવે છે. 

મનોચિકિત્સા માટે સારું
સીલ્ડ એર કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું કે, 1 નિમિટ બબલ રેપ તણાવના સ્તરને 33 ટકા ઓછું કરે છે. જ્યારે કે, આટલો તણાવ 30 મિનિટ મસાજ કર્યા બાદ જ દૂર થાય છે. બબલ રેપ કરતા સમયે તણાવના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો. તે મનોચિકિત્સા માટે બહુ જ સારું માનવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news