Onion For Diabetes: કાચી ડુંગળીથી Blood Sugar નું કામ થશે તમામ, સ્કિનમાં આવશે ગ્લો
Onion For Health: ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવામાં ખુબ ધ્યાન રાખવાનું હોય છે. ફાઇબરથી ભરપૂર ડુંગળીને પોતાના ડાઇટમાં સામેલ કરી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકે છે. આમ પણ ભોજનનો સ્વાદ વધારવામાં ડુંગળીનો ઉપયોગ થાય છે. પરંતુ ડુંગળીથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે.
Trending Photos
Onion For Diabetes: ડાયાબિટીસ એવી સ્થિતિ છે, જેમાં શરીર પર્યાપ્ત ઇંસુલિન પેદા કરી શકતું કે પેદા થયેલ ઇંસુલિનને સપોર્ટ કરી શકતું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વમાં એક કોમન બીમારીના રૂપમાં ઉભરી સામે આવી છે. ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસોર્ડર છે. જેમાં શરીરમાં બ્લડ સુગરના લેવલનો ઉતાર-ચઢાવ થાય છે. આ એક સાઇલેન્ટ કિલર બીમારી છે. ડાયાબિટીસ ઘણા પ્રકારની હોય છે. ટાઇપ 1, ટાઇપ 2, ટાઇપ 3, ગેસ્ટેશનલ અને પ્રી-ડાયાબિટીસ. તેનો સામનો કરવા તમે કાચી ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
આમ પણ રસોઈમાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક એવી સામગ્રી છે જેના વગર રસોડું અધુરૂ રહે છે. ડુંગળીને ભોજનમાં સામેલ કરી બેસ્વાદ ભોજનનો સ્વાદ ડબલ થઈ ગાય છે. તે કોઈપણ ભોજનમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી એવી-એવી બીમારીઓ દૂર થઈ શકે છે, જેનાથી બચવા માટે લોકોએ હોસ્પિટલના ચક્કર લગાવવા પડે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી ડુંગળી રામબાણ
હાઈ બ્લડ સુગરકે ડાયાબિટીસ એક એવી બીમારી છે, જેમાં ખાવા-પીવાથી લઈને સૌથી વધુ ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે. થોડી બેદરકારી સુગર લેવલને વધારી સ્વાસ્થ્ય માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ડાયાબિટીસના દર્દી દરરોજ કાચી ડુંગળીનું સેવન કરી શકે છે. તેની મદદથી બ્લડ સુગરના લેવલને કંટ્રોલમાં રાખવામાં સરળતા રહેશે. ડુંગળીમાં એન્ટી-એલર્જિક, એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ સિવાય ડુંગળીમાં ભરપૂર માત્રામાં વિટામિન એ, બી6 અને સી હોય છે. તો ડુંગળીમાં ફોલેટ, કેલ્શિયમ, આયરન, મેગ્નીશિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ અને ઝિંક ભરપૂર માત્રામાં હોય છે.
ડુંગળીથી હાર્ટનું સ્વાસ્થ્ય રહેશે ચકાચક
હાઈ બ્લડ સુગરને કારણે હાર્ટના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તમને સ્ટ્રોક અને એટેક જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હાર્ટના દર્દીઓએ ડુંગળીનું સેવન જરૂર કરવું જોઈએ. તમે કોઈ બીમારી નથી, છતાં પણ તમારે દરરોજ એક કાચી ડુંગળી જરૂર ખાવી જોઈએ. એટલું જ નહીં ડુંગળી ખાવાથી ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ મળે છે.
ડુંગળીથી હાડકાં મજબૂત
ડુંગળીના સેવનથી હાડકાં મજબૂત બનાવી શકાય છે. હકીકતમાં ડુંગળીમાં એવા તત્વો હોય છે, જેનાથી હાડકાંને મજબૂત કરવામાં મદદ મળે છે.
ડુંગળીના સેવનથી પાચન શક્તિ મજબૂત
જો તમને પાચન સંબંધી સમસ્યા છે તો ડુંગળીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પાચન તંત્રને મજબૂત કરવા અને પેટને હેલ્ધી રાખવા માટે તમે ડુંગળીને સલાડના રૂપમાં ખાય શકો છો.
ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે