Javitri Benefits: રસોડામાં રહેલો આ ગરમ મસાલો ગણતરીની કલાકોમાં મટાડશે શરદી-ઉધરસ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

Javitri Benefits: લગભગ દરેક ઘરના રસોડામાં જાવંત્રીનો ઉપયોગ થાય છે. આ ફૂલ જેવો દેખાતો મસાલો ભોજનનો સ્વાદ વધારે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે જાવંત્રી ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે.

Javitri Benefits: રસોડામાં રહેલો આ ગરમ મસાલો ગણતરીની કલાકોમાં મટાડશે શરદી-ઉધરસ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

Javitri Benefits: ભારતીય ઘરના રસોડામાં કેટલાક એવા મસાલા છે જેનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય અને સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. આ મસાલા એવા હોય છે જેમના વિના વાનગીનો સ્વાદ અધુરો રહે છે. આવા જ મસાલામાંથી એક છે જાવંત્રી. લગભગ દરેક ઘરના રસોડામાં જાવંત્રીનો ઉપયોગ થાય છે. આ ફૂલ જેવો દેખાતો મસાલો ભોજનનો સ્વાદ વધારે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે જાવંત્રી ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે.

જાવંત્રીના ઔષધીય ગુણો વિશે આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણી આયુર્વેદિક દવાઓમાં પણ જાવંત્રીનો ઉપયોગ થાય છે. આ ગુણકારી જાવંત્રી તમારા સ્વાસ્થ્ય અને સુંદરતાને કેવી રીતે લાભ કરે છે આજે તમને જણાવીએ. 

આ પણ વાંચો:

 

જાવંત્રીનો ઉપયોગ પાવડર બનાવીને શાકમાં કરી શકાય છે. જે લોકો ઘરે ગરમ મસાલો બનાવે છે તેઓ પણ જાવંત્રીનો ઉપયોગ તેમાં કરે છે. જાવંત્રીનો ઉપયોગ કેક, બ્રેડ અને પુડિંગમાં પણ કરવામાં આવે છે. જાવંત્રીને તમે ચા અથવા દૂધમાં ઉકાળીને પણ પી શકો છો. 

જાવંત્રી ખાવાથી થતા ફાયદા

- જે લોકોને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તેમણે જાવંત્રીનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે તળેલું કે વધારે મસાલાવાળું ખાવ છો અને તમને એસિડિટી થઈ જાય છે તો તમારું પાચનતંત્ર નબળું હોઈ શકે છે આ સ્થિતિમાં તમે તમારા ભોજનમાં જાવંત્રીનો ઉપયોગ કરશો તો ભોજન સારી રીતે પચી જશે.

- ભોજનમાં જાવંત્રીનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલ કરી શકાય છે. જાવંત્રીમાં એન્ટી ડાયાબિટીસ ગુણ હોય છે તેનો ઉપયોગ ભોજનમાં કરવાથી બ્લડ સુગર નિયંત્રિત રહે છે.

- શરદી ઉધરસ જેવા ઘણા ઇન્ફેક્શનમાં પણ જાવંત્રી રાહત આપે છે. આ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે જાવંત્રી નું સેવન કરવું જોઈએ તેને ખાવાથી શરીર ગરમ રહે છે.

- શરીરમાં કેલ્શિયમની ખામીના કારણે સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે આવી સ્થિતિમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર જાવંત્રી નું સેવન કરવામાં આવે તો સાંધાના દુખાવા અને સોજાને મટાડી શકાય છે.

- કિડનીના સ્વાસ્થ્ય માટે પણ જાવંત્રીને ફાયદાકારક ગણવામાં આવી છે જાવંત્રીમાં એવા ઘણા ગુણ હોય છે જે કિડની માટે લાભદાયક છે જાવંત્રી ખાવાથી કિડની સંબંધીત સમસ્યાઓ થવાનું જોખમ પણ ઘટી જાય છે કારણ કે તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news