મોટાભાગે સવારના સમયે કેમ આવે છે HEART ATTACK,જાણો કારણ
Heart Attack: હાર્ટ એટેકના કેસોમાં એવું જોવા મળે છે કે મોટાભાગે હાર્ટ એટેક સવારના સમયે આવે છે. એટલું જ નહીં અનેકવાર તો તે ખુબ જોખમી પણ હોય છે.
Trending Photos
Heart Attack In Morning: હાર્ટ એટેકના કેસોમાં એવું જોવા મળે છે કે મોટાભાગે હાર્ટ એટેક સવારના સમયે આવે છે. એટલું જ નહીં અનેકવાર તો તે ખુબ જોખમી પણ હોય છે. સ્પેનમાં આ અંગે કરાયેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે મોટાભાગના હાર્ટ એટેક સવારના સમયે આવે છે અને તે પણ ખુબ જ ગંભીર હોઈ શકે છે. રિસર્ચ મુજબ સવારે 6 વાગ્યાથી બપોર વચ્ચે આવનારા એટેક સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. હાર્ટ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ જે લોકોને સવાર સવારમાં હાર્ટ એટેક આવે છે તેમના પર તેની ગંભીર અસર જોવા મળે છે.
સવારે આવેલો હાર્ટ એટેક જોખમી કેમ બની જાય છે?
સવારે 6 વાગ્યાથી લઈને બપોર સુધીમાં આવતો હાર્ટ એટેક સૌથી વધુ જોખમી બને છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ આ સમયે જો હાર્ટ એટેક આવે તો લગભગ 20 ટકા હિસ્સો ડેડ ટિશ્યુમાં ફેરવાઈ જાય છે. જે તે વ્યક્તિને સૌથી વધુ પ્રભાવિત કરે છે. આવું દિવસના બીજા કોઈ પણ સમયે જો હાર્ટ એટેક આવે તો ઓછું બનતું હોય છે.
એક્સપર્ટના જણાવ્યાં મુજબ તમારી 24 કલાકની બોડી ક્લોકનો પ્રભાવ અનેક કાર્ડિયોવાસ્ક્યુલર ફિઝિયોલોજિકલ પ્રક્રિયાઓ પર પડે છે. હાર્ટ એટેક પણ તેમાંથી જ એક ઘટના છે. આવું મોટા ભાગે ત્યારે બનતું હોય છે જ્યારે કોઈ વ્યક્તિ ઊંઘમાંથી જાગે છે.
આ સમયે આવતો હાર્ટ એટેક કેટલું ભયંકર નુકસાન પહોંચાડે છે તે બહુ ઓછા લોકો જાણે છે. Myocardial infarction એટલે કે હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે coronary artery એકદમ બ્લોક થઈ જાય છે. ઓક્સિજન ન મળવાના કારણે હાર્ટની કોશિકાઓનો એક ભાગ મરી જાય છે અને કામ કરતો નથી.
આ પણ વાંચો: Dark Elbows: કોણીની કાળાશને સંતાડવા માટે પહેરો છો આખી બાંયના કપડાં, આ રીતે કરો દૂર
આ પણ વાંચો: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો: ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો: Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું
Circadian Rhythm ની મોટી ભૂમિકા
Brigham and Women's Hospital માં કરાયેલા એક સ્ટડીમાં Dr Frank AJL Scheer એ કહ્યું કે તેમાં Circadian System ની ભૂમિકા અને સ્વાસ્થ્યની સાથે બીમારીઓ પર તેના પ્રભાવ વિશે કહ્યું કે બોડીના circadian system ને ઈન્ટરનલ ક્લોક પણ કહે છે. જે જાગવાથી લઈને, સુવા અને થાક જેવી ભાવનાઓને નિયંત્રિત કે રેગ્યુલેટ કરવાનું કામ કરે છે.
ડોક્ટર એજેએલ શીરના જણાવ્યાં મુજબ circadian system જ સવારના સમયે હાર્ટ એટેક કે સ્ટ્રોકનું કારણ હોય છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ ભલે તમે એક પ્રકારના વાતાવરણમાં રહો કે એક પ્રકારની દિનચર્યાનું પાલન કરતા હોવ, એવા અનેક પેરામીટર હોય છે જે 24 કલાકની સાઈકલની અંદર ઘૂમતા રહે છે. circadian system અનેક સાઈકોલોજીકલ પેરામીટરને રેગ્યુલેટ કરી શકે છે.
તે વ્યક્તિને આ દરમિયાન વધુ સંવેદનશીલ બનાવી શકે છે, જેની આપણા પર વધુ ખરાબ અસર પણ પડી શકે છે. તજજ્ઞોના જણાવ્યાં મુજબ અનેક કેસમાં હાર્ટ સવારના સમયે બ્લડ ક્લોટિંગને ખતમ કરવાની ક્ષમતા ધરાવતું નથી, જેના કારણે જ સવારે વધુ હાર્ટ એટેક આવી જાય છે.
હાર્ટ એટેકનું જોખમ કેવી રીતે ઘટી શકે
જ્હોન હોપકિન્સ ન્યૂરોલોજિસ્ટ અને સ્લીપ સ્પેશિયાલીસ્ટ Dr Rachel E Salas ના જણાવ્યાં મુજબ જ્યારે તમને યોગ્ય રીતે ઊંઘ ન આવતી હોય ત્યારે હાર્ટ ડિસિઝનું જોખમ વધી જાય છે. એક્સપર્ટના જણાવ્યાં મુજબ હાર્ટ એટેકના જોખમને ઘટાડવા માટે એ જરૂરી છે કે કેફીનયુક્ત પદાર્થો અને દારૂનું વધુ સેવન ન કરો. ભરપૂર ઊંઘ લો, રેગ્યુલર કસરત કરો અને પોતાને મેદસ્વીપણાથી બચાવો.
આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે