13 વર્ષનાં કિશોરે 23 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન અને ...

બિમાર માંએ 13 વર્ષનાં પુત્રની સંભાળ રાખી શકે તે માટે 23 વર્ષની યુવતી સાથે કરાવ્યા લગ્ન

13 વર્ષનાં કિશોરે 23 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન અને ...

નવી દિલ્હી : આંધ્રપ્રદેશનાં કુરનૂલનાં ઉપ્પારાહલ ગામમાં એક 13 વર્ષનાં કિશોરનાં લગ્ન 23 વર્ષની મહિલા સાથે કરી દેવાયા છે. આ લગ્ન ગામલોકોની હાજરીમાં બેન્ડવાજા અને જાન સાથે ધામધૂમથી કરવામાં આવ્યા હતા. કિસ્સો ગત્ત મહિનાની એપ્રીલનો છે. જો કે તેની માહિતી હવે સામે આવી છે. મળતી માહિતી અનુસાર દુલ્હાની માં બિમાર હતી ઉપરાંત તે પોતાનાં દારૂડિયા પતિથી પણ કંટાળી ચુકી હતી. જેનાં કારણે તેણે પોતાનાં 13 વર્ષનાં પુત્રની સારસંભાળ લેવા માટે પરિપક્વ યુવતીની શોધ આદરી હતી. 

બેંગ્લુરૂ નજીક દુલ્હા - દુલ્હનનાં માતા -પિતાની મુલાકાત થઇ. કિશોરની માંએ તેનાં લગ્ન નક્કી કરી દીધા. 27 એપ્રીલે લગ્ન પણ કરી દેવામાં આવી. ત્યાર બાદ આ લગ્નની તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ હતી. ત્યાર બાદ જિલ્લાનાં કેટલાક અધિકારીઓ ગામ પહોંચ્યા. જો કે નવદંપત્તી અને તેનો પરિવાર ત્યાં નહોતો મળ્યો. 

જિલ્લા બાળ કલ્યાણ અધિકારીઓ દ્વારા થયેલી તપાસમાં સામે આવ્યું કે, બંન્નેનાં માતા - પિતા મજુરીનું કામ કરે છે. કિશોરની બે બહેનો પણ છે. એક ભાઇ પણ છે. તંત્ર દ્વારા પરિવારને સરેન્ડર કરવા માટેની તાકીદ કરવામાં આવી છે. કારણ કે કાયદાકીય રીતે આ લગ્ન શક્ય નથી. માટે પરિવારને સરેન્ડર કરવા માટેની તાકીદ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news