El Nino impact : આ વખતે આવેલા અલનીનોના સુપર અવતારને કારણે ચોમાસું નબળું જવાનું છે. તેની અસર સીધી ખેતી પર પડવાની છે. જેને કારણે મોંઘવારી વધી શકે છે. આ વચ્ચે દેશના કૃષિ મંત્રાલયે અલ નીનોથી ખેતીને બચાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જાણો મંત્રી શિવરાજ ચૌહાણનો માસ્ટરપ્લાન.
Nautapa And Farmers Monsoon Connection : નૌતપાના નવ દિવસોમાં સૌથી વધુ ગરમી પડે છે. પરંતું આ ગરમી ખેડૂતો માટે વરદાન સમાન હોય છે. આ 9 દિવસની ગરમીનું ખેડૂતો અને આવનારા ચોમાસા સાથે શું સંબંધ હોય છે, નૌતપા એટલે શું અને ખેડૂતો માટે નૌતપાનું શં મહત્વ છેજેવી રસપ્રદ માહિતી જાણો
Watermelon Farming નવસારી : ગરમીમાં તરબૂચના સીઝનની એેન્ટ્રી થઈ ગઈ છે. આવામાં પોતાના તરબૂચ વેચવા માટે એક ગુજરાતી ખેડૂતે ગજબનો આઈડિયો અપનાવ્યો છે. તેઓેએ તરબૂચની સાથે સાથે ફાર્મ પિકનિકનો કન્સેપ્ટ પણ શરૂ કર્યો છે. જેમાં તેઓ ગ્રાહકોને ઓફર આપે છે, મારા ફાર્મમાં આવીને તમારા હાથે મનગમતું તરબૂચ તોડીને લઈ જાઓ. આ સાથે જ તેઓએ કમાણીનો નવો રસ્તો અપનાવ્યો છે.
Rainless Farming Tips: રેનલેસ ફાર્મિંગ તે વિસ્તાર માટે સારો વિકલ્પ છે, જ્યાં પાણીની અછત રહે છે. મલ્ચિંગ, ડ્રિપ ઇરિગેશન અને સ્માર્ટ બીજોના ઉપયોગથી ભેજ બચાવી રેકોર્ડ ઉત્પાદન કરી શકાય છે.
Singtel Price Hike Reason : સીંગતેલના ભાવમાં દિવાળીથી અત્યાર સુધીના છ મહિનામાં 550 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલનો તેલનો ડબ્બો 3000 રૂપિયાને પાર પહોંચી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે, સરકારે ખરીદેલી મગફળી જો માર્કેટમાં આવે તો તેલના ભાવમાં અંકુશ આવી શકે છે, પરંતુ જો સરકાર આવું ન કરે તો હજી સિંગતેલના ભાવમા ભડકો થઈ શકે છે
Singtel Price Hike Reason : સરકાર જો ગુજરાતમાં તોતિંગ મગફળી ઉત્પાદનનો દાવો કરે છે, તો સિંગતેલના ભડકે બળતા ભાવ સામે કોઈ અંકુશ કેમ નથી આવતો. સિંગતેલના ભાવમાં દિવાળીથી લઈને આજ સુધી 550 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો થયો છે, પરંતું શું મગફળી ઉત્પાદનો કોઈ લાભ નાગરિકોને નહિ મળે?
Kitchen Gardening Tips: માર્ચ મહિનો કિચન ગાર્ડનિંગ શરૂ કરવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે હવામાન સંતુલિત હોય છે. ન તો વધારે ઠંડી, ન તો વધારે ગરમી. આ જ કારણ છે કે માર્ચમાં બીજ જલ્દી અંકુરિત થાય છે અને મજબૂત પણ બને છે. તમે તમારા ઘરની અગાશી, નાનકડી બાલ્કનીમાં તાજા અને કેમિકલ ફ્રી શાકભાજી ઉગાડી શકો છો. માર્ચ મહિનામાં ઘરે શાકભાજી ઉગાડવાની તક ગુમાવતા નહિ. આ મહેનતથી તમે બારેમાસ ઘરની તાજી શાકભાજી ખાતા થઈ જશો. તમારે બહારથી શાકભાજી ખરીદવાની જરૂર પણ નહિ પડે. ત્યારે પહેલા જાણી લો, કે તમે ઘરે કઈ કઈ શાકભાજી ઉગાડી શકો છો.
Gandhinagar News: "ખેડૂત બચશે તો જ ખેતી બચશે" - આ સૂત્ર આજે માત્ર કાગળ પર રહી ગયું હોય તેવું લાગે છે. જ્યારે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ ગુજરાતના માત્ર સાત જિલ્લામાં બે વર્ષમાં ૧૬,૩૫૨ જમીનો ‘બિન ખેતી’ (NA) થઈ જવી એ ચિંતાજનક બાબત છે. શહેરીકરણ અને ઉદ્યોગોના આંધળા અનુકરણમાં ધરતીપુત્રો ખેતી છોડી રહ્યા છે. જો જમીન જ નહીં રહે અને ખેડૂત ખેતીથી વિમુખ થશે, તો આવક બમણી કોની થશે? આ આંકડા સ્પષ્ટ કરે છે કે જો કૃષિ પ્રધાન દેશમાં ખેતી જ નષ્ટ થશે, તો ભવિષ્યમાં આર્થિક અને ખાદ્ય સુરક્ષાનું સંકટ ઘેરું બની શકે છે.
Potato Farmers Tension : મોંઘુ બિયારણ અને મહામહેનતથી વાવેલા બટાકાના 2-3 રૂપિયે કિલો ભાવ થઈ જતા બનાસકાંઠાના ખેડૂતો પર આભ તૂટવા જેવી સ્થિતિ બની. આ ભાવમાં ખેડૂતોને બટાટા માર્કેટયાર્ડમાં વચવા જવું અને કોલ્ડસ્ટોરેજમાં સ્ટોરેજ કરાવવા માટે બટાટાને ખેતરોમાંથી ભાડું ખર્ચીને લઈ જવું પોષાય તેમ નથી. વચેટિયા ખેડૂતોની પરસેવાની કમાણી ખાઈ રહ્યા છે, જુઓ ઝી 24 કલાકની ટીમનો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Teka Na Bhave Kharidi : રાજ્યભરમાં આગામી તા. ૨૩ ફેબ્રુઆરીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાની ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણીની જાહેરાત. તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યના ૧.૩૩ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી
Agriculture News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા 45 હજાર હેક્ટરથી વધુમાં ઘઉંનું વાવેતર, નવેમ્બર ડિસેમ્બર દરમ્યાન કરાય છે. ઘઉંનું વાવેતર, ઘઉંના વાવેતરને ઠંડીની ખુબજ જરૂર પડે છે. જેમ જેમ ઠંડી વધુ પડે તેમ તેમ ઘઉંનો દાણો વધુ ફળદ્રુપ બને તેમજ દાણાનું વજન પણ વધે છે. પરંતુ આ વર્ષે ખેડૂતોને ઘઉંના પાકમાં ભારે નુકશાન થાય એવી શક્યતા જોવા મળી રહી છે. હાલ શિયાળાની ઠંડી ગાયબ થઈ જતા ઘઉંના ઉત્પાદનને માઠી અસર થઈ છે.
bhavnagar farmer success story of doing mushroom farming
Agriculture News નવનીત દલવાડી/ભાવનગર ; સરકારી નોકરીની દોડ અને મોંઘા શિક્ષણ વચ્ચે આજના યુવાનો જ્યારે દિશાહીન બની રહ્યા છે, ત્યારે ભાવનગરના એક એન્જિનિયર યુવાને અનોખો રસ્તો અપનાવ્યો. જેણે એન્જિનિયરિંગની ડિગ્રી લીધા પછી એસી કેબિનમાં બેસવાને બદલે અંધારા રૂમમાં 'સફેદ સોનું' ઉગાડવાનું નક્કી કર્યું. ત્યારે સોની યુવકે મશરૂમની ખેતીમાંથી કેવી રીતે કરી લાખોની કમાણી, જોઈએ ખેતીના સમાચારનો ખાસ અહેવાલ...
Farming Tips: આ તકનીકની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં તૈયાર થનાર બટાટાના બીજ સંપૂર્ણ રીતે બીમારી મુક્ત હોય છે.
India US Agri Trade: સરકારનો દાવો છે કે અમેરિકા સાથેના ટેરિફ ડીલથી કૃષિ અને ડેરી ક્ષેત્રો પર જવાબ આપ્યો છે અને આ ડીલ ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. સરકારના મતે, તેની સામેના વિરોધ રાજકીય રીતે પ્રેરિત અને હકીકતો સાથે અસંગત છે.
Father Of Groundnut : આજે ગુજરાતનો જે વિસ્તાર મગફળીના મબલખ ઉત્પાદન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે એવા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ મગફળી લાવનારા કાલરિયા પરિવારના સમાજસેવક પદ્માબાપાને જૂજ લોકો ઓળખે છે. આવો, એમના વિશે જાણીએ!
Union budget 2026: રવિવાર, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. દેશના કરોડો ખેડૂતોની નજર આ બજેટ પર છે. ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યારે આવો જાણીએ કેન્દ્રીય બજેટમાં આ વખતે ખેડૂતો કઈ-કઈ આશા રાખીને બેઠા છે.
Strawberry Farming: સ્ટ્રોબેરીની ખેતી ઓછા સમયમાં સારી કમાણી કરાવે છે. સાચી વેરાયટીની પસંદગી, આ સરળ ટિપ્સ તમારા પાકને આકર્ષક, સ્વાદિષ્ટ અને વધુ લાભદાયક બનાવે છે.
Farming Tips: મધમાખી માત્ર મધ જ આપતી નથી, પરંતુ તે ખેતરમાં એક સાયલન્ટ વર્કરની જેમ કામ કરે છે, જેમાં પાકના ઉત્પાદનમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન બદલ રાજ્ય સરકારે જણાવ્યું કે 29.30 લાખથી વધુ ખેડૂતોને સહાય ચૂકવી દેવામાં આવી છે. જ્યારે ટેકાના ભાવે પોતાનો પાક વેચનાર ખેડૂતોના ખાતામાં પણ પૈસા જમા કરાવી દેવામાં આવ્યા છે.
Mushroom ki Kheti: લાયન્સ મેન મશરૂમ (Lions Mane Mushroom) આકારમાં મોટા હોય છે અને તેનું વજન અડધા કિલો સુધી હોઈ શકે છે.
જો તમે લાંબા ગાળે ખેતીમાંથી સારો નફો મેળવવા માંગતા હો, તો કાજુની ખેતી તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જાણો કેવી રીતે?