weather forecast

offseason rain may fall in gujarat, farmers gets trouble PT3M40S

રાજ્યના ખેડૂતો માટે ફરી એક વાર માઠા સમાચાર

રાજ્યના ખેડૂતો માટે ફરી એક વાર માઠા સમાચાર છે. રાજ્યમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવી શકે છે. સાયક્લોનિક સર્ક્યૂલેશન સક્રિય થતાં આજે કમોસમી વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આજે બનાસકાંઠા અને દ્વારકામાં વરસાદની શક્યતા છે.

Mar 10, 2020, 11:45 AM IST

Google લાવ્યું ધાસું ટેકનોલોજી, 6 કલાકની અંદર આપશે ખાસ ALERT

ગૂગલ (Google) પોતાની ટેકનોલોજી દિવસેને દિવસે વધુ સારી કરવાના પ્રયાસમાં લાગી રહ્યું છે. હાલમાં જ કેન્સર જેવા ઘાતક બીમારીની સટીક ઓળખથી સમાચારમાં આવનાર ગૂગલ હવે એક ટેકનોલોજી લાવવામાં લાગી ગયું છે. કંપનીએ દાવો કર્યો કે, મોસમને લઈને તમને 6 કલાક પહેલા બિલકુલ સટીક જાણકારી આપવામાં આવશે. તેના માટેની અત્યાર સુધીના તમામ રિસર્ચ આશાજનક સાબિત થયા છે. 

Jan 20, 2020, 04:42 PM IST
rain in winter, gujarat's farmers in tension PT21M41S

વાદળછાયા વાતાવરણથી ગુજરાતના ખેડૂતો ચિંતામાં, શું કરવું તે સમજાતુ નથી...

સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ જિલ્લામાં માવઠું થયું છે. તો રાજકોટના ઉપલેટા અને જામ કંડોરણામાં કમોસમી વરસાદ વરસ્યો છે. શિયાળું વાવેતર વધવાની સાથે માવઠાથી નુકસાનની ભીતિ પણ ખેડૂતોને સેવાઈ રહી છે. તો જીરૂ, ઘઉં અને કઠોળના પાકને ભારે નુકસાનની ભીતિ લાગે છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે.

Jan 13, 2020, 10:35 AM IST
weather forecast for 13th January PT2M56S

ગુજરાતના ખેડૂતોના માથે વધુ એક વરસાદી આફત, હવામાન ખાતાની આજે મોટી આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આજે કમોસમી વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના સૌથી મોટા જિલ્લા બનાસકાંઠામાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં માવઠું થઈ શકે છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા અને માવઠા બાદ વધુ એક આકાશી આફતની આગાહી અપાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રવિ પાક લેનારા ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કુદરત આ માવઠામાંથી બચાવી લે, નહિ તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરી પછી ફરીથી ઠંડીમાં વધારો થશે. જો કે માવઠાની આગાહી હોવાથી ગઈ કાલથી જ રાજ્યમાં ઠંડીમાં ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે.

Jan 13, 2020, 08:45 AM IST

બદલાતા મોસમના મિજાજે તો ભારે કરી, કાતિલ ઠંડી વચ્ચે વરસાદની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતો. ગુજરાતમાં પંદર-વીસ દિવસમાં કમોસમી વરસાદ વરસવાની (offseason rain) સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી (cold wave in gujarat) છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવુ વાતાવરણ હાલ પેદા થયું છે.

Dec 30, 2019, 11:08 AM IST
Lowest Temperature Of Winter In Naliya PT4M36S

Weather Today: કડકડતી ઠંડી: રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયા ઠંડુગાર

Weather Today: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઠંડીનું સૌથી નીચું 10.6 ડિગ્રી તાપમાન નલિયામાં છે. જ્યારે અન્ય શહેરોમાં ડીસા 12.6 ડિગ્રી, ગાંધીનગર 13.8 ડિગ્રી, રાજકોટ 14.7 ડિગ્રી, અમદાવાદ 15.0 ડિગ્રી, પોરબંદર 18.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 14.9 ડિગ્રી, મહુવા 17.5, ભૂજ 14.4 ડિગ્રી અને વડોદરામાં 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Dec 12, 2019, 10:45 AM IST

ગુજરાતના વરસાદી વાદળો હવે રાજસ્થાન તરફ ફંટાયા, નોરતાના ત્રીજા દિવસે ખેલૈયાઓને મળ્યા સારા સમાચાર

સતત વરસાદ (Heavy Rain) થી કંટાળેલા નાગરિકો મોટા સમાચાર મળ્યા છે. તો બીજી તરફ, ખેડૂતો અને ગરબા (Garba)ના આયોજકો માટે રાહતના સમાચાર છે કે, ગુજરાત (Gujarat) પરથી વરસાદી સિસ્ટમ રાજસ્થાન (Rajasthan) તરફ ફંટાઈ ગઈ છે. જેથી હવે રાજ્યમાં આગામી 24 કલાક માત્ર છુટોછવાયો વરસાદ જ રહેશે. જેથી હવે ખેડુતોના પાકને નુકશાન નહિ થાય, અને ખેલૈયા (Navratri 2019) ઓ પણ મન મૂકીને ગરબા રમી શકશે. તો સાથે જ સામાન્ય નાગરિકોને પણ ભારે વરસાદને કારણે થતી સમસ્યાઓનો સામનો નહિ કરવો પડે. 

Oct 1, 2019, 03:58 PM IST

24 કલાકમાં સાંબરકાંઠા-અરવલ્લીમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, દિવાલ પડતા બાળકનું મોત

ગુજરાત (Gujarat)માં સીઝનના અંતિમ પડાવમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યાં છે. ગઈકાલે સૌરાષ્ટ્ર (Saurastra) ની સાથે ઉત્તર ગુજરાત (North Gujarat)માં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજ બાદ વરસેલા વરસાદે ઉત્તર ગુજરાતના અરવલ્લી (Arvalli) અને સાંબરકાંઠા (Sabarkantha) જિલ્લાને ધમરોળ્યું હતું. હિંમતનગર (Himmatnagar) માં 24 કલાકમાં 7.5 ઇંચ વરસાદ તો અરવલ્લીના ભિલોડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હિંમતનગરમાં રાત્રિના બે કલાકમાં જ 3 ઇંચ વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. જેને લઈને બંને જિલ્લામાં પાણી પાણી થઈ ગયું છે. આ સાથે જ અરવલ્લીના મોડાસાના કુશ્કીના લાલપુરમાં દિવાલ પડતા એક બાળકનું મોત નિપજ્યું છે. 

Oct 1, 2019, 08:25 AM IST

હવામાન વિભાગે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની તારીખ જાહેર કરી, જુઓ લેટેસ્ટ અપડેટ

રાજ્યમાં હાલ સર્વત્ર વરસાદી માહોલ છે. હજી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમા વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને કારણે ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. ત્યારે હવે આ સીઝનના વરસાદ પર બ્રેક લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન ખાતાએ આપેલા લેટેસ્ટ અપડેટ મુજબ, 3 ઓક્ટોબર બાદ રાજ્યમાંથી ચોમાસાની વિદાયના ચિન્હો જોવા મળી રહ્યાં છે. 

Sep 26, 2019, 02:52 PM IST

હિકા વાવાઝોડા સામે તંત્ર સાબદું, કચ્છમાં NDRFની એક ટીમ તૈનાત કરાઈ

અરેબિયન દરિયામાં ઘેરા દબાણનું ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા (Hikka Cyclone)વધુ તીવ્ર બની ગયું છે. પરિણામે ગુજરાત (Gujarat)ના દરિયાકાંઠે પ્રચંડ પવન ફુંકાશે. સાથે સાથે ભારે વરસાદ પણ થવાની શક્યતા છે. જેથી દરિયામાં સ્થિતિ ખરાબ થઇ શકે છે. મોજા ઊંચે ઉછળી શકે છે. માછીમારોને બુધવાર સુધી દરિયામાં નહીં જવા માટે સૂચના આપી દેવાઈ છે. વાવાઝોડાની શક્યતાને લઇને તંત્ર સાબદું થઇ ગયું છે. ત્યારે કચ્છ (Kutch)માં હિકાની અસર દેખાવા લાગી છે. હિકાને કારણે કચ્છના દરિયામાં મોજા ઉંચા ઉછળવાની ચેતવણી અપાઈ છે. જેને કારણે એનડીઆરએફ (NDRF)ની એક ટીમ કચ્છમાં તૈનાત કરાઈ છે.

Sep 24, 2019, 10:07 AM IST

નવરાત્રિમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી જાણો

હાલ સર્વત્ર વરસાદી માહોલ છે, ત્યારે સૌને ચિંતા ગુજરાતના સૌથી મોટા નવરાત્રિ ફેસ્ટિવલ (festival) ની છે. નવરાત્રિ(Navratri 2019) માં વરસાદને લઇ હવામાન (weather) વિભાગે આગાહી કરી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હાલ અરબી સમુદ્રમાં હિકા (hikka cyclone) નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આ વાવાઝોડું ઓમાન  (Oman) તરફ જઈ રહ્યું છે. જેને કારણે રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ (Heavy Rain) રહશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આગામી 26 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો 27 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં નવરાત્રિના દિવસોમાં વરસાદ પડશે. નવરાત્રિ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સીઝનનો 126 ટકા વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ હજી પણ રાજ્યમાં વરસાદ પડશે. 

Sep 23, 2019, 01:48 PM IST

નવરાત્રિના માથે વરસાદનું સંકટ, હવામાન ખાતાની આગાહી બાદ ખેલૈયાઓ અને આયોજકો મૂંઝવણમાં મૂકાયા

ગુજરાતના સૌથી મોટા પર્વ નવરાત્રિ (Navratri 2019) માટે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ગુજરાતના દરેક ગામ, દરેક શહેરમાં તેનો ઉત્સાહ પણ તૈયારીઓ પણ જોવા મળી રહી છે. પણ સાથે જ  આ વખતે વરસાદને કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે. આ વર્ષે નવરાત્રિમાં વરસાદ (Heavy Rain) વિધ્ન બનીને આવી શકે છે. કારણ કે, અરબી સમુદ્ર પર સર્જાયેલું ડિપ્રેશન સર્જાયું ભર નવરાત્રિએ વરસાદ લાવી શકે છે. આ દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન (weather) ખાતાની આગાહી મુજબ, 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત (Gujarat) માં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના અનેક શહેરોમાં સારો વરસાદ વરસવાનો છે.  

Sep 23, 2019, 09:16 AM IST
rain forecast for gujarat PT2M30S

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે અને આવતી કાલે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જેનુ કારણ 24 કલાકમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લો પ્રેશર છે. આ લો પ્રેશર 48 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.

Sep 22, 2019, 09:40 AM IST

અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

રાજ્ય(Gujarat) માં બે દિવસ ભારે વરસાદ (Heavy Rain) ની આગાહી કરવામાં આવી છે. હવામાન (weather) ખાતાની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurastra)માં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે અને આવતી કાલે ભારે વરસાદ વરસવાની શક્યતા છે. જેનુ કારણ 24 કલાકમાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લો પ્રેશર છે. આ લો પ્રેશર 48 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 

Sep 22, 2019, 07:56 AM IST

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આ દિવસોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાત(Gujarat)માં 121 ટકા વરસાદ (Monsoon) થતા આગામી 12 મહિના ગુજરાત માટે સોનેરી વર્ષ સાબિત થશે તેવું કૃષિ નિષ્ણાતોનું કહેવું છે. આગામી વર્ષે ગુજરાત ઉનાળુ (Summer) પણ પાણીદાર સાબિત થશે. ત્યારે ગુજરાતમાં હજી પણ વરસાદ (Heavy Rain) પર બ્રેક લાગી નથી. એક અઠવાડિયુ વરસાદે વિરામ લીધા બાદ હવે ગુજરાતમાં ફરીથી વરસાદ વરસવાનો છે. હવામાન (weather) ખાતાની આગાહી મુજબ, 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના અનેક શહેરોમાં સારો વરસાદ વરસવાનો છે. 

Sep 18, 2019, 10:42 AM IST

આગાહી વચ્ચે અમદાવાદમાં ભારે વરસાદનો માહોલ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સૌથી વધુ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. ત્યારે ગુજરાતના મોટાભાગના તાલુકા ભારે વરસાદનો સામનો કરી રહ્યાં છે. જેને કારણે ગુજરાતના મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે.અમદાવાદમાં વરસી રહેલા વરસાદને કારણે વાસણા બેરેજના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન ખાતા પાસેથી મળેલી માહિતી અનુસાર, અત્યાર સુધી સીઝનનો 110 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સોમવારે 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 

Sep 10, 2019, 10:33 AM IST
heavy rainfall at Jamnagar PT4M54S

ભારે વરસાદને પગલે જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો થયો

જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં જોડીયા તાલુકામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો જામનગર શહેરમાં પણ 4 ઈંચ જેટલા વરસાદ નોંધાયો છે. જામનગરમાં ભારે વરસાદને પગલે જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. તો રણજીતસાગર ડેમમાં પણ 80 ટકા પાણી ભરાયું છે.

Sep 8, 2019, 10:20 AM IST

જામનગરમાં ભારે વરસાદ, મોડી રાત્રે સસોઈ ડેમ છલકાતા લોકો હરખાયા

જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં જોડીયા તાલુકામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો જામનગર શહેરમાં પણ 4 ઈંચ જેટલા વરસાદ નોંધાયો છે. જામનગરમાં ભારે વરસાદને પગલે જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. તો રણજીતસાગર ડેમમાં પણ 80 ટકા પાણી ભરાયું છે. હાલ રાજ્યમાં વરસાદ લાવતી બે સિસ્ટમ સક્રિય બની છે. જેને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે ગુજરાતભરના 150 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ, દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર 7 ઈંચ વરસાદથી પાણી-પાણી થઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં ચારથી સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. 

Sep 8, 2019, 08:02 AM IST
IMD issues heavy rainfall alert for Gujarat PT1M33S

4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, અહીં પડી શકે છે વરસાદ

હાલ ગુજરાતમાં એટલો સારો વરસાદ વરસ્યો છે કે, લોકો ખુશખુશાલ થઈ ગયા છે. હવે આગામી વર્ષે લોકોને પાણી માટે તથા ખેતી માટે વલખા નહિ મારવા પડે તેવી પરિસ્થિતિ છે, ત્યારે હજી પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જે મુજબ આ દિવસોમાં આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

Sep 3, 2019, 10:00 AM IST

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જુઓ 2 થી 6 સપ્ટેમ્બર સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે

હાલ ગુજરાતમાં એટલો સારો વરસાદ વરસ્યો છે કે, લોકો ખુશખુશાલ થઈ ગયા છે. હવે આગામી વર્ષે લોકોને પાણી માટે તથા ખેતી માટે વલખા નહિ મારવા પડે તેવી પરિસ્થિતિ છે, ત્યારે હજી પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. જે મુજબ આ દિવસોમાં આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 

Sep 2, 2019, 03:31 PM IST