દિલ્હી પોલીસ

Delhi CM House Arrest : AAPએ લગાવ્યો CM કેજરીવાલને નજરકેદ કર્યાનો આરોપ, દિલ્હી પોલીસે ફોટો શેર કરી આપ્યો જવાબ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરમાં નજરકેદ કરવાના આમ આદમી પાર્ટીના દાવાને દિલ્હી પોલીસે ફગાવી દીધો છે. નોર્થ ડિસ્ટ્રિક્ટના ડીસીપીએ સીએમ હાઉસના એન્ટ્રી ગેટની એક તસવીર ટ્વીટ કરીને કહ્યું કે સીએમની નજરકેદનો દાવો ખોટો છે. આ અગાઉ આમ આદમી પાર્ટીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી સીએમ કેજરીવાલને નજરકેદ કર્યા હોવાનો દાવો કર્યો હતો. 

Dec 8, 2020, 01:44 PM IST

કિસાન આંદોલનઃ દિલ્હીમાં 9 સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની તૈયારીમાં પોલીસ, માગી મંજૂરી

પંજાબના આંદોલન કરી રહેલા કિસાનો દિલ્હી તરફ આગળ વધી રહ્યાં છે અને પરત જવાનો ઇનકાર કરી રહ્યાં છે. તેવામાં દિલ્હી પોલીસે તૈયારીઓ વધારી દીધી છે અને અસ્થાયી જેલ બનાવવાની મંજૂરી માગી છે. 
 

Nov 27, 2020, 10:55 AM IST
Two Jaish-e-Mohammed Terrorists Arrested In Delhi PT3M7S

દિલ્હીમાં જૈશ-એ-મોહમ્મદના 2 આતંકીઓ ઝડપાયા

Two Jaish-e-Mohammed Terrorists Arrested In Delhi

Nov 17, 2020, 11:40 AM IST

દેશની રાજધાનીને હચમચાવી નાખવાનું ષડયંત્ર નિષ્ફળ, 2 આતંકી પકડાયા

દેશની રાજધાની દિલ્હી (Delhi) ને હચમચાવી નાખવાના ષડયંત્રને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવી દીધુ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બે આતંકીઓને દબોચ્યા છે. કહેવાય છે કે બંને આતંકવાદીઓનો સંબંધ જૈશ એ મોહમ્મદ સાથે છે અને બંનેનું દિલ્હીમાં વિસ્ફોટ કરવાનું પ્લાનિંગ હતું. 

Nov 17, 2020, 09:01 AM IST

દિલ્હી તોફાનો થકી આખા દેશને ભડકે બાળીને મોદી સરકારને ઉથલાવવાનું હતુ ષડયંત્ર

ભારત સરકાર (મોદી સરકાર) ને ઉથલાવી પાડવાનાં ષડયંત્ર હેઠળ દિલ્હી તોફાનો (Delhi Riots) નું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. દિલ્હી હિંસાની તપાસ કરી રહેલા અધિકારીઓએ પુરાવાના આધારે આ દાવો કર્યો છે. તેમણે જણઆવ્યું કે, ષડયંત્રકારીઓએ પૈસા અને લોજિસ્ટિકને એક સમજી વિચારીને રચાયેલા કાવત્રા હેઠળ ઉપયોગ કરીને તોફાનીનો સ્ક્રિપ્ય તૈયાર કરી હતી.

Sep 22, 2020, 06:19 PM IST

દિલ્હી હિંસામાં ઉમર ખાલિદની મુશ્કેલી વધી, પોલીસને મળી 10 દિવસની કસ્ટડી

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સુરક્ષાનો હવાલો આપીને ખાલિદને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ કર્યો હતો. 

 

Sep 14, 2020, 08:00 PM IST

દિલ્હી: પાકિસ્તાન જિંદાબાદ ફોર્સ'ના 2 વોન્ટેડની ધરપકડ, બનાવી રહ્યા હતા આ પ્લાન

દેશની રાજધાની દિલ્હી (Delhi)માં પોલીસને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ (Khalistan Zindabad Force)ના બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી છે.

Aug 30, 2020, 08:40 PM IST

ચકચારી બિટકોઇન કેસ અને આર્મ્સ એક્ટમાં ફરાર શૈલેષ ભટ્ટની દિલ્હીથી ધરપકડ

 સુરત ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં શૈલેષ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. 

Aug 26, 2020, 09:58 PM IST

બલરામપુર પહોંચી દિલ્હી એટીએસની ટીમ, ઘર સીલ કર્યું, થઈ રહી છે પૂછપરછ

દિલ્હીમાં પકડાયેલા આઈએસઆઈએસના શંકાસ્પદ આતંકી અબૂ યૂસુફના મામલામાં એટીએસની ટીમે બલરામપુર પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. તો એક ઘરને સીલ કરવામાં આવ્યું છે. 

Aug 22, 2020, 07:00 PM IST

દિલ્હી હિંસાને લઇને મોટો ખુલાસો, આરોપીઓએ પોલીસથી બચવા તૈયાર કર્યો હતો આ પ્લાન

દિલ્હી હિંસા (Delhi Violence)માં ધરપકડ આરોપી શાદાબ અહમદ (Shadab Ahmed)ની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હી હિંસા દરમિયાન આોપીઓએ પોલીસથી બચવા માટે પ્લાન તૈયાર કર્યો હતો. આરોપીઓએ વજીરાબાદ રોડ, ચાંદ બાગ હિંસા માટે સંપૂર્ણ કાવતરૂં ઘડ્યું હતું.

Aug 7, 2020, 05:39 PM IST

મોટો ખુલાસો: દિલ્હી હિંસામાં થયું હતું કરોડોનું ફંડિંગ, આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા પૈસા

દિલ્હી હિંસા મામલે ક્રાઇમ બ્રાન્ચ હજુ તપાસ કરી રહી છે અને આ તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું કે, સીએએ-એનઆરસીની સામે પ્રદર્શન અને રમખાણોનું ફંડિંગ માટે મોટી તૈયારી કરી હતી. દિલ્હી હિંસા થતા પહેલા રમખાણોના આોપીઓના ખાતામાં અને કેસ દ્વારા 1,62,46,053 રૂપિયા (એક કરોડ 62 લાખ 46 હજાર 53 રૂપિયા) આવ્યા હતા.

Aug 3, 2020, 08:10 PM IST

દિલ્હી હિંસા પર પોલીસનો મોટો ખુલાસો, તોફાનો માટે બન્યા હતા 'કોડ વર્ડ'

દિલ્હીમાં હિંસાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. તોફાનો પહેલા કોડવર્ડ બનાવવામાં આવ્યા હતા. 
 

Aug 2, 2020, 11:45 PM IST

દિલ્હીને હચમચાવા અને ટાર્ગેટ કિલિંગનું ISIના ષડયંત્રનો પર્દાફાશ

દિલ્હી પોલીસની સ્પશિયલ સેલની ખાલિસ્તાન લિબરેશન ફ્રંટના ત્રણ આતંકિઓની ધરપકડ કરી એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. મહિંદરપાલ સિંહ, ગુરતેજ સિંહ અને લવપ્રીત સિંહના સ્પેશિયલ સેલે દિલ્હીથી ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ત્રણ પિસ્ટોલ અને સાત જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે. સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ યાદવના જણાવ્યા અનુસાર આ ત્રણેયને ખાલિસ્તાન લિબરેશન ફ્રંટના એક લીડરે નોર્થ ઇન્ડિયામાં ટાર્ગેટ કિલિંગનો આદેશ આપ્યો હતો. આ આદેશ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIના આલિસ્તાન લિબરેશન ફ્રંટના લીડરને આપ્યો હતો. ઉત્તર ભારતમાં મોટી સંખ્યામાં ટાર્ગેટ કિલિંગ કરવાનું ષડયંત્ર હતું. જેમાં કેટલાક નેતા પણ નિશાના પર હતા.

Jun 27, 2020, 07:59 PM IST

Exclusive: મૌલાના સાદ ક્યાં છે અને શું કરી રહ્યો છે? અહીં જાણો તમામ સવાલના જવાબ

નિઝામુદ્દીન મરકઝ મામલે મુખ્ય આરોપી અને તબલીગી જમાતનો પ્રમુખ મૌલાના સાદ (Maulana Saad) ક્યાં છે અને શું કરી રહ્યો છે. Zee Newsની ટીમ સતત આ વાતની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી. Zee Newsએ થોડા દિવસ પહેલા મૌલાના સાદના નજીકી અને તબલીગી જમાતના મેમ્બર મુઝબીર રહેમાન દ્વાર વોટ્સએપ પર મોલાના સાદથી 10 સવાલના જવાબ માગ્યા હતા. મુઝબીર રહેમાને Zee Newsના આ 10 સવાલોને મૌલાના સાદને મોકલ્યા હતા. જેનો જવાબ આજે મોલાના સાદે વોટ્સએપ દ્વારા મોકલ્યા છે.

Jun 23, 2020, 05:05 PM IST

પાક. હાઇકમીશનનાં 3 લોકોની જાસુસીનાં આરોપમાં ઝડપાયા, 24 કલાકમાં દેશ છોડવા આદેશ

દિલ્હી પોલીસનાં સ્પેશ્યલ સેલે રવિવારે પાકિસ્તાન હાઇ કમિશ્નરનાં બે વીઝા અધિકારીઓ અને તેના ડ્રાઇવરની જાસુસીનાં આરોપમાં ઝડપી લીધા. બંન્ને પાકિસ્તાનની જાસુસી એજન્સી ISI ના અધિકારીઓ હતા અને ભારતમાં વિઝા અધિકારી બનીને આવ્યા હતા. આરોપીઓને 24 કલાકની અંદર ભારત છોડવા માટેના આદેશ અપાયા છે. નવી દિલ્હીની કરોલબાગમાં ત્રણેયને પકડવામાં આવ્યા. ઘણા લાંબા સમયથી તેના પર નજર રાખવામાં આવી રહી હતી.

Jun 1, 2020, 12:30 AM IST

Lockdownના નિયમો તોડવાનો આરોપ, દિલ્હી પોલીસે દાતી મહારાજની કરી ધરપકડ

દેશના ચર્ચિત નામ અને દિલ્હી શનિધામના કર્તાહર્તા દાતી મહારાજને દિલ્હી પોલીસે બુધવારે સાંજે ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ પોલીસ મથક પહોંચેલા દાતી મહારાજ સાથે દિલ્હી પોલીસે લાંબી પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેમને માંડી સાંજે જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા.

May 28, 2020, 09:12 AM IST

82 તબલીગી જમાતીયો પર મોટી કાર્યવાહી, દિલ્હી પોલીસે દાખલ કરી ચાર્જશીટ

નિઝામુદ્દીન મરકઝના કાર્યક્રમમાં પહોચેલા વિદેશી જમાતીયોના મામલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આજે મંગળવારના 20 દેશોના 82 વિદેશી તબલીગી જમાતીયોની સામે સાકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ખરેખરમાં તબલીગી જમાત (Tablighi Jamaat)ના આ વિદેશી જમાતીયો પર વીઝા નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. આ વિદેશી જમાતી ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા પરંતુ નિઝામુદ્દીન મરકઝમાં ચાલી રહેલી ધાર્મિક ગતિવિધિયોમાં સામેલ થયા હતા.

May 26, 2020, 06:22 PM IST

દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કરી મોટી કાર્યવાહી, 700 જમાતીયોના જપ્ત કર્યા પાસપોર્ટ

દિલ્હી પોલીસ (Delhi Police)ની ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)એ મોટી કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે લગભગ 700 જમાતીયોના પાસપોર્ટ તેમજ અન્ય દસ્તાવેજ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસના સૂત્રાના જણાવ્યા અનુસાર, જમાતીયો પર શક છે કે તેઓ ખોતી રીતે વીઝા મેળવી હિન્દુસ્તાન આવ્યા હતા અને તેમની ટ્રાવેલ હિસ્ટ્રી પણ તપાસ કરવામાં આવી રહી છે.

May 13, 2020, 04:29 PM IST

Bois Locker Room Case: દિલ્હી પોલીસે ગ્રુપ બનાવનાર છોકરાની કરી ધરપકડ, પુખ્ત વયનો છે આરોપી

દિલ્હી પોલીસે બોયઝ લોકર રૂમ (Bois Locker Room) મામલે એક છોકરાની ધરપકડ કરવામાં આવી છે. આ છોકરો સગીર છે અને નોઈડાની એક સ્કૂલમાં અભ્યાસ કરે છે.

May 6, 2020, 07:31 PM IST