Punjab: સિદ્ધુ દેશ માટે ખતરનાક, કેપ્ટન અમરિંદર સિંહે કરી આરપારની લડાઈની જાહેરાત
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે સિદ્ધુ ન માત્ર પંજાબ પરંતુ દેશ માટે ખતરો છે. તેમણે ખુલાસો કરતા કહ્યુ કે, તેઓ ત્રણ સપ્તાહ પહેલા મુખ્યમંત્રીની ખુરશી છોડવા ઈચ્છતા હતા પરંતુ સોનિયા ગાંધીએ ના પાડી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ Navjot Singh Sidhu Vs Amarinder Singh: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે ફરી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પર પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસ નેતૃત્વના નજીકના કેસી વેણુગોપાલ, અજય માકન અને રણદીપ સુરજેવાલા પર પણ નિશાન સાધ્યુ છે. કેપ્ટને કહ્યુ કે, સિદ્ધુને મુખ્યમંત્રી બનતા રોકવા માટે કોઈપણ કુરબાની આપવા માટે તૈયાર છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધુ વિરુદ્ધ મજબૂત ઉમેદવાર ઉતારીશ. જો પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રીનો ચહેરો હોય તો કોંગ્રેસ બે આંકડામાં પહોંચે તે પણ મોટી વાત હશે. કેપ્ટન અમરિંદર સિંહે સિદ્ધુને સુપર સીએમ ગણાવ્યા છે.
કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે પૂર્વ સીએમનું નિવેદન જાહેર કર્યુ છે. કેપ્ટન અમરિંદર સિંહે શનિવારે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ નવજોત સિંહ સિદ્ધુના નજીકના નેતા ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સોમવારે ચન્નીએ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. આ સમારોહનો કેપ્ટને બહિષ્કાર કર્યો હતો. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબ કોંગ્રેસમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે.
કેપ્ટને કહ્યુ- હું જીત બાદ રાજનીતિ છોડવા માટે તૈયાર હતો પરંતુ હાર બાદ ક્યારેય નહીં. 3 સપ્તાહ પહેલા સોનિયા ગાંધીને મેં રાજીનામાની રજૂઆત કરી હતી, પરંતુ તેમણે મને પદ પર રહેવા કહ્યું હતું. જો તેમણે મને ફોન કર્યો હોત અને મને પદ છોડવા માટે કહ્યુ હોત તો હું રાજીનામું આપી દેત.
તેમણે કહ્યું- પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી મારા બાળકોની જેમ છે. આ રીતે ખતમ થવાની જરૂર નહતી. હું દુખી છું. તથ્ય તે છે કે ભાઈ-બહેન અનુભવહીન છે અને તેમના સલાહકાર સ્પષ્ટ રૂપે ગેરમાર્ગે દોરી રહ્યાં છે. કેપ્ટને આગળ કહ્યુ- કેસી વેણુગોપાલ, અજય માકન અને રણદીપ સુરજેવાલા કઈ રીતે નક્કી કરી શકે કે કોના માટે ક્યું મંત્રાલય યોગ્ય રહેશે. જ્યારે હું સીએમ હતો તો પોતાના મંત્રીઓને તેની જાતિના આધાર પર નહીં પરંતુ પ્રભાવશીલતાના આધારે નિયુક્ત કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે