નાગાલેન્ડ ચૂંટણીઃ ચર્ચે કહ્યું, તેનો સાથ ન આપો જે પ્રભુ યીશુના દિલને ઘાયલ કરવા ઈચ્છે છે

 નાગાલેન્ડ ચૂંટણીઃ ચર્ચે કહ્યું, તેનો સાથ ન આપો જે પ્રભુ યીશુના દિલને ઘાયલ કરવા ઈચ્છે છે

કોહિમાઃ નાગાલેન્ડ બાપટિસ્ટ ચર્ચ કાઉન્સિલે તમામ રાજકીય પાર્ટીઓને અપીલ કરી છે કે તે ચૂંટણી પ્રચાર દરમિયાન તે ઈસાઈ ધર્મના સિદ્ધાંતો અને યીશુની શિક્ષાઓ ચેડા ન કરે તેવા લોકોનો સાથ ન આપો જે ઇસા મસીહના સિદ્ધાંતોનું પાલન કરતા નથી. 

છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદુત્વનું આંદોલન મજબૂત થયું છે
પત્રમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આરએસએસની રાજનીતિક શાખા બીજેપી સત્તામાં આવ્યા બાદ હિંદુત્વનું આંદોલન મજબૂત થયુ છે. પત્રમાં કહેવામાં આવ્યું કે, તે વાતનો ઈન્કાર ન કરી શકાય કે જો પાર્ટી સત્તામાં છે તે નાગાલેન્ડમાં પોતાની હાજરી દર્શાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. 

ઈસાઈ સિદ્ધાંતોને ન છોડો
એનબીસીસીના મહાસચિવ રિવે લખ્યું કે, નાગાલેન્ડ એક એવું રાજ્ય છે જ્યા ઈસાઈ બહુસંખ્યક છે. તમામની સામે આ મોકો છે કે તે ઈસાઈના સિદ્ધાંતોને ન છોડે. આ સાથે તેવા લોકોને સાથ ન આપો જે ઈસા મસીહના દિલને ઘાયલ કરવા ઈચ્છે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news