godhra

ખૂબસૂરત હું નજર મત લગાના, જિંદગીભર સાથ દુંગી વેકસીન જરૂર લગાના, ગોધરામાં અનોખું વેક્સીનેશન અભિયાન

ગોધરા ટ્રાફિક શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરતી ઓટો રીક્ષા પાછળ શાયરાના અંદાજમાં લખાણ લખીને વેકસીનેશન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

Jul 6, 2021, 03:42 PM IST

GODHRA: રેલવે પોલીસે મુસાફરને અટકાવી બેગ ખોલતા અંદરથી નિકળ્યું તે જોઇ ચક્કર ખાઇ ગઇ

રેલવે પોલીસે બે રહસ્યમય અને શંકાસ્પદ બેગો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. શંકાસ્પદ બે બેગ માંથી લાખોની કિંમતના  સોનાના દાગીના અને રોકડ સહીત 1.12 કરોડનો મુદ્દામાલ રેલવે પોલીસે કબજે લીધો છે. ગોધરા સ્ટેશન પરથી પસાર થતી પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુસાફર પાસેથી  શંકાસ્પદ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી આવી  અમૃતસરથી મુંબઈ તરફ જઈ રહેલ પશ્ચિમ એક્સપ્રેસમાં મુસાફર પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડ અને સોનાના દાગીના મળી આવ્યાની ઘટના સામે આવતા રેલવે પોલીસ પણ ચોંકી ઉઠી છે. 

Jun 29, 2021, 09:44 PM IST

હિટ એન્ડ રન : બાઈક પર આંટો મારવા નીકળેલા 3 મિત્રોને કારે એવી રીતે ફંગોળ્યા કે રસ્તા પર જ જીવ ગયો

ગોધરામાં હિટ એન્ડ રન (hit and run) ની ઘટનામાં ત્રણ શખ્સોને મોત નિપજ્યાં છે. ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે ઉપર કાર અને ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ગોધરા નવા બહારપુરા વિસ્તારના ત્રણ બાઈક સવાર યુવકોના મોત નિપજ્યાં છે. રાત્રિના સમયે ત્રણેય શખ્સો બાઈક લઈ આંટો મારવા નીકળ્યા હતા, જ્યારે આ હાઈવેએ તેમનો ભોગ લીધો હતો.

Jun 3, 2021, 07:40 AM IST

કેનેડાનો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ આવ્યો વતનની વ્હારે, તૈયાર કર્યો ઓક્સિજન પ્લાન્ટ

વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજીના હસ્તે ઓકસીજન પ્લાન્ટ (Oxygen Plant) નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ પ્રસંગે તેઓએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દેશમાં પ્રથમ એવી સંસ્થા છે. જે રાજ્યમાં ૨૯ સ્થળોએ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના  કરશે.

May 26, 2021, 08:06 PM IST

હમ નહી સુધરેગેં: વરઘોડામાં કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

માસ્ક (Mask) અને સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing) ના ધજાગરા ઉડાડતા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થતાં જ કાંકણપુર પોલીસે (Police) વરરાજાના માતા પિતા, ડીજે સંચાલક સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

May 24, 2021, 12:31 PM IST

96 ટકા સંક્રમિત ફેફસા છતા ગોધરાના 52 વર્ષીય રક્ષાબહેને કોરોનાને હરાવ્યો, ડર કે આગે જીત હૈ...

કોરોનાની બીજી લહેરે ભારતમાં રીતસરનો કહેર વર્તાવ્યો છે. આ સ્થિતિમાં ગુજરાત સરકારે સૂત્ર આપ્યું છેકે, હારશે કોરોના, જીતશે ગુજરાત. સરકાર સતત એ દિશામાં કામગીરી કરી રહી છે. જોકે, કેટલાંક દર્દીઓએ કોરોનાનો જંગ લડવામાં જે હિમ્મત બતાવી છે તેના કારણે જ કોરોનાને હરાવી શકાય છે. ગોધરાના રક્ષાબહેનની કહાની પણ જાણવા જેવી છે.

May 19, 2021, 08:04 PM IST

5 દિવસમાં પરિવારના 5 સદસ્યોના ગુમાવ્યા, છતાં બીજા જ દિવસે ડ્યુટી પર જોડાયા એમ્બ્યુલન્સના ડ્રાઈવર પ્રવીણભાઈ

  • પાંચ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહીત પરિવાર પાંચ સભ્યો ગુમાવ્યા, છતાં સઘળુ દુખ ભૂલાવીને કામમાં જોડાઈ ગયા
  • એક જ દિવસમાં માતા સહિત પરિવારના ચાર સભ્યોના અવસાનથી પ્રવીણભાઈના જીવનમાં આભ તૂટી પડ્યું હતું

May 11, 2021, 08:24 AM IST

ચોંકાવનારો ખુલાસો: લગ્ન પહેલા મંગેતરે શારીરિક સંબંધ બાંધવા ન દેતા કરી ઘાતકી હત્યા

ભૂમિકા (Bhumika) ની હત્યામાં મંગેતર જનકનું નામ સામે આવતા જ બંને પરિવારો પર જાને આભ ફાટી પડ્યું હતું. જનકના પરિવારમાં તે એકનો એક જ પુત્ર હતો જેનું લગ્ન તો ન થયું પરંતુ હાલ હત્યાના ગુનામાં પોલીસ કસ્ટડીમાં જવાની સ્થિતિ ઉભી થતાં માતા પિતાના તમામ સ્વપ્ન રોળાયા છે. 

May 9, 2021, 05:07 PM IST

જેના હાથ પીઠીથી થવાના હતા પીળા પણ લોહીથી થયા લથબથ, લગ્નના માંડવે ગવાયા મરશિયા

જોકે યુવતીના લગ્ન પડીકું લખવાના ગણતરીના કલાકોમાં જ કોણે અને કેમ તેણીની ઘાતકી હત્યા કરી જેનું રહસ્ય હાલ તો અકબંધ છે. જે સ્વજનોમાં આગામી દિવસે ખુશીઓનો માહોલ હતો ત્યાં ૧૨ કલાક પછી મરશિયા ગવાયા હતા.

May 9, 2021, 12:12 PM IST
Godhra's Kankanpur market is closed on Monday, Tuesday and Wednesday PT1M35S

Godhra નું કાંકણપુર બજાર સોમ, મંગળ, બુધવારે બંધ

Godhra's Kankanpur market is closed on Monday, Tuesday and Wednesday

May 1, 2021, 04:15 PM IST

કોરોનાગ્રસ્ત યુવતીને પોલીસે બાહોમાં ભરી લીધી, કહ્યું તને એવી સારવાર આપું કે રોગ ભાગી જશે

જિલ્લાના ઝાલોદ તાલુકાનાં એક ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલા સાથે અન્ય એક શિક્ષિકા નોકરી કરે છે. ફરીયાદી શિક્ષિકા મહિલાને કોરોના પોઝિટિવ આવતા સાથી શિક્ષિકાને દવાખાને લઇ જવા ફોન કર્યો હતો. જેથી શિક્ષિકા અને તેનો પોલીસ પતિ બંન્ને કાર લઇને કોરોનાગ્રસ્ત શિક્ષિકાને લેવા માટે નિકળ્યાં હતા. 

Apr 28, 2021, 06:18 PM IST

સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના કર્મચારીઓ થયા કોરોનાગ્રસ્ત, આટલા દિવસ માટે રહેશે બંધ

લોકડાઉન (Lock Down) દરમિયાન લાંબા સમય ગાળા સુધી બંધ રહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખુલતા જ અહીં રોજિંદા કસરત અને રમત માટે આવતા ૨૦૦ થી વધુ નોંધાયેલા સભ્યોમાં ખુશી વ્યાપી હતી. ત્યાં

Apr 8, 2021, 11:55 AM IST

પરિવારનાં ટોર્ચરથી કંટાળેલી વહુએ 8 માસનાં પુત્રને મારી નાખ્યો અને પછી...

તાલુકાના પાવાગઢ નજીક આવેલ મોટી ઉભરવાણ ગામે સગી માતાએ પોતાના જ 8 માસના પુત્રનું ગળુ દબાવી હત્યાં કરી પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સાસરિયા પક્ષ દ્વારા શારીરિક માનસિક  ત્રાસથી કંટાળી પગલું ભર્યાની હકીકત સામે આવી છે. હાલોલ તાલુકાના વાંકડિયા રાઠવા ફળિયાની 24 વર્ષીય રેશ્માના લગ્ન મોટી ઉભરવાણ ગામના  કમલેશ મહેશભાઈ ઉર્ફે મેસલાભાઈ રાઠવા સાથે ત્રણ વર્ષ પહેલા થયા હતા. 

Mar 16, 2021, 11:54 PM IST

ક્રાઈમ પેટ્રોલ કરતા પણ સનસનીખેજ કિસ્સો, ઠંડા કલેજે પ્રેમી સાથે મળીને પત્નીએ કરી પતિની હત્યા

ગોધરાના ધોળાકુવા ગામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આડાસંબંધને લઈને યુવાનની પત્ની અને તેના પ્રેમીએ મળીને તેની હત્યા કરી છે. એટલુ જ નહિ, આ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે યુવાનના મૃતદેહને રિક્ષામાં લાવી રિક્ષાને પલ્ટી ખવડાવી હતી. જેના બાદ હત્યારો પ્રેમી ફરાર થઈ ગયો હતો. પત્ની અને તેના પ્રેમીએ મળીને યુવાનના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. 

Mar 14, 2021, 03:58 PM IST

Mamata Banerjee ની ઈજા પર TMC નેતાનું ભડકાઉ નિવેદન, કહ્યું- જો ગુજરાતમાં થયું હોત તો 'ગોધરા કાંડ' થઈ જાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ની ઈજા પર ભડકાઉ ભાષણ આપતા ટીએમસી (TMC) નેતા મદન મિત્રા (Madan Mitra) એ કહ્યું કે જો આ ઘટના ગુજરાતમાં ઘટી હોત તો 'ગોધરા કાંડ' થઈ ગયો હોત. મિત્રાએ કહ્યું કે જે પ્રકારે તેમને ધક્કા મારવામાં આવ્યા, આ એક સારા ટ્રેઈન્ડ વ્યક્તિનું કામ છે. હું ઈચ્છું છું કે નવા DG ને હટાવવામાં આવે. 

Mar 11, 2021, 03:38 PM IST

ગોધરામાં સંયમના માર્ગે જતા અગાઉ કોમર્સ ગ્રેજ્યુએટ યુવતીએ કર્યું મતદાન, 3 માર્ચે દીક્ષા ગ્રહણ કરશે

જિલ્લાના ગોધરાની યુવતી આગામી 3 માર્ચે જૈન ધર્મની દીક્ષા લેવાની છે. જો કે દીક્ષા લેતા પહેલા યુવતીએ આજે મતદાન કર્યું હતું. આમ યુવતીએ સંસારનો ત્યાગ કર્યા અગાઉ લોકશાહીના પર્વમાં અનોખુ યોગદાન આપ્યું હતું. સમગ્ર રાજ્યમાં આજે જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. ત્યારે મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરાની યુવતીએ કાંચી શાહે પોતાના પવિત્ર મતનું દાન કર્યું હતું. 

Feb 28, 2021, 10:34 PM IST

Municipal Elections પરિણામો બાદ ઓવૈસીએ ગુજરાતના કોંગ્રેસી નેતાઓને કહ્યાં મોટા એક્ટર

મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો બાદ ગુજરાતમાં રાજકીય માહોલ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. એક તરફ ગોધરામાં સાંસદ અસદુદ્દીન ઓવૈસી જ્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પડકારતા જોવા મળે છે

Feb 25, 2021, 12:59 PM IST

હિન્દુ યુવતીઓને કોઈ ઉઠાવી લઈ જાય એ હવે નહિ ચાલે : CM રૂપાણી

  • મુખ્યમંત્રીએ કહ્યું કે, લવ જેહાદનો કાયદો ગુજરાતમાં હું કડક રીતે લાવવા માંગુ છું
  • ગોધરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભા યોજાઈ 

Feb 25, 2021, 12:22 PM IST

મળો ગુજરાતની પ્રથમ ટ્રાન્સવુમન ડોક્ટરને, પોતાના જ બાળકની માતા અને પિતા બનશે

  • જન્મે પુરુષ એવા ડો.જેસનૂરને ધીરે ધીરે અહેસાસ થવા લાગ્યો હતો કે તેમનામાં સ્ત્રી જેવા લક્ષણો છે
  • પોતાના પરિવારને કહેવામાં સંકોચ ધરાવતા ડોક્ટરે આખરે એક દિવસ હિંમત કરીને આ વાત જાહેર કરી 

Feb 18, 2021, 11:40 AM IST

ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન 19 વર્ષ બાદ પકડાયો

ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. 51 વર્ષીય રફીક હુસૈન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે. રફીક હુસૈન ભટુક છેલ્લા 19 વર્ષથી ફરાર હતો. ત્યારે ગોધરાકાંડ (godhrakand) ના આ આરોપીને એસઓજીની ટીમે ગઈ કાલે ઝડપી પાડ્યો છે. ત્યારે એસઓજીની ટીમને આરોપીને ઝડપી લેવામાં મોટી સફળતા હાથ લાગી છે. 

Feb 16, 2021, 09:07 AM IST