ગુજરાત તોફાનો વખતે CM નાયડૂ ભાજપના સમર્થક હતા હવે વિરોધી થઇ ગયા: ઓવૈસી
ઓવૈસીએ કહ્યું કે, નાયડૂની તેલુગુ દેશમ પાર્ટી (TDP) તે સમયે નરેન્દ્ર મોદી સરકારનો હિસ્સો હતી, જ્યારે છાત્ર નેતા રોહિત વેમુલા, મોહમ્મદ અખલાકનું મોત નિપજ્યું છે
Trending Photos
હૈદરાબાદ : એઆઇએમઆઇએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વિપક્ષી ગઠબંધનના કારણે પહેલ કરવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની શાખ પર ગુરૂવારે સવાલ ઉઠાવતા કહ્યું કે, તેઓ હાલ સુધી અને 2002ના ગુજરાત તોફાનો દરમિયાન ભાજપના એક સમર્થક હતા. તેમણે કહ્યું કે, નાયડૂની તેલુગુ દેશમ પાર્ટી (TDP) તે સમયે નરેન્દ્ર મોદી સરકારનો હિસ્સો હતા, જ્યારે વિદ્યાર્થી નેતા રોહિત વેમુલા, મોહમ્મદ અખલાક (લિંચિંગ પીડિત)નું મોત નિપજ્યું.
ઓવૈસીએ ટ્વીટ કહ્યું કે, "2002માં ગુજરાત તોફાનો સમયે NCBNએ ભાજપનું સમર્થન કર્યું. જ્યારે અખલાક, રોહિત, જુનૈદ, અલીમુદ્દીનની હત્યા થઇ તે સમયે તેઓ પીએમઓ ઇન્ડિયાનાં કેબિનેટનો હિસ્સો હતા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સ્વરૂપે તેમણે પહેલા કાર્યકાળ દરમિયાન અનેક સાંપ્રદાયીક તોફાનો થયો, ઘર્ષણમાં વિચિત્ર અને આઝમની હત્યા થઇ અને હવે તેઓ ધર્મનિરપેક્ષતાનાં રક્ષક છે. વાહ"
આંધ્રપ્રદેશના વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો કેન્દ્રએ ઇન્કાર કર્યો ત્યાર બાદ આ વર્ષની શરૂઆતમાં એનડીએથી અલગ થનારા નાયડૂ ભગવા પાર્ટીની વિરુદ્ધ એક થવાની સાથે લડવા માટે બિન-ભાજપ દળોનાં નેતાઓની સાથે વાતચીત કરી રહ્યા છે. નાયડૂએ ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે દિલ્હીમાં મુલાકાત કરી. આ સાથે જ તેમણે સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને સપાના વડા અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી.
આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં લોકશાહીને બચાવવી પડશે. લોકશાહીને બચાવવા માટે આપણે એક સાથે કામ કરીશું. અમે આ દેશના લોકશાહી અને ભવિષ્યને બચાવવા માટે સાથે આવવું જ પડશે. પહેલા શું થયું તેનું કોઇ જ મહત્વ નથી, આપણે ભવિષ્ય માટે સાથે છીએ. નાયડૂએ કહ્યું કે આ દેશને બચાવવા માટે તમામ પાર્ટીને હળી મળીને કામ કરવું પડશે. આપણે અતીતને ભુલીને લોકશાહી જણાવવા માટે એક સાથે આવવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે