'જ્યાં સુધી માતા-પિતા જીવિત છે ત્યાં સુધી પુત્રનો તેમની સંપત્તિ પર કોઈ અધિકાર રહેતો નથી', બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય

વાસ્તવમાં અરજદાર સોનિયા ખાન પોતાના પતિની તમામ મિલકતોની લીગલ વાલી (ગાર્જિયન) બનવા માંગતી હતી. તેમના પતિ ઘણા લાંબા સમયથી બીમાર હતા. પરંતુ સોનિયાનો પુત્ર આસિફ ખાન પોતાની માતાની અરજી સાથે સહમત નથી.

'જ્યાં સુધી માતા-પિતા જીવિત છે ત્યાં સુધી પુત્રનો તેમની સંપત્તિ પર કોઈ અધિકાર રહેતો નથી', બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય

નવી દિલ્હી: આજકાલ અનેક એવા કિસ્સાઓ સાંભળ્યા હશે કે દીકરો લગ્ન બાદ માતા પિતાને તેમની સંપત્તિમાંથી બેદખલ કરી નાંખી છે. પરંતુ તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે એવા કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે તેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. બોમ્બે હાઈકોર્ટે મોટો નિર્ણય આપતાં સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી માતા-પિતા જીવિત છે ત્યાં સુધી બાળકોનો તેમની સંપત્તિ પર કોઈ હક રહેશે નહીં. પતિની સંપત્તિ વેચવા માંગતી માતાની અરજી પર કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે.

માતા-પિતાની મિલકત અને પુત્રનો હક
વાસ્તવમાં અરજદાર સોનિયા ખાન પોતાના પતિની તમામ મિલકતોની લીગલ વાલી (ગાર્જિયન) બનવા માંગતી હતી. તેમના પતિ ઘણા લાંબા સમયથી બીમાર હતા. પરંતુ સોનિયાનો પુત્ર આસિફ ખાન પોતાની માતાની અરજી સાથે સહમત નથી. તેમના પિતાનો ફ્લેટ વેચવો જોઈએ, તે તેનો વિરોધ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમના તરફથી કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. હવે આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે માતાને સમર્થન આપતા પુત્રને મોટો ઝટકો લાગ્યો છે. ચુકાદાની જાહેરાત દરમિયાન કોર્ટ દ્વારા પુત્રને ઘણા આકરા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આસિફના કહેવા પ્રમાણે તે તેના પિતાની પ્રોપર્ટીનો કાયદેસર ગાર્જિયન છે. તેમના માતાપિતા પાસે બે ફ્લેટ છે. એક માતાના નામે અને બીજું પિતાના નામે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંને ફ્લેટ shared household ની શ્રેણીમાં આવે છે, તેથી આસિફનો તેના પર સંપૂર્ણ અધિકાર છે.

કોર્ટે શું આપ્યો નિર્ણય?
હવે આ દાવાઓને બોમ્બે હાઈકોર્ટે સદંતર ફગાવી દીધા છે. જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ માધવ જામદારની ખંડપીઠે જણાવ્યું હતું કે અત્યાર સુધી આસિફ દ્વારા એક પણ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો નથી જેમાં તે સાબિત થઈ શકે કે તેણે ક્યારેય તેના પિતાની કાળજી લીધી હતી. કોર્ટે આસિફના તમામ દાવાઓને તથ્યહીન ગણાવ્યા છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉત્તરાધિકારના કાયદામાં ક્યાંય એવું લખવામાં આવ્યું નથી કે જ્યાં સુધી માતા-પિતા જીવિત છે ત્યાં સુધી બાળકો તેમની મિલકત પર દાવો કરી શકે છે.

જો કે, દલીલોમાં આસિફ વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેની માતા પાસે અન્ય વૈકલ્પિક માધ્યમો ઉપલબ્ધ છે, તેથી ફ્લેટ વેચવાની કોઈ જરૂરિયાત નથી. પરંતુ કોર્ટે આ વાતને પણ સદંતર ફગાવી દીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ દલીલ બતાવવા માટે પૂરતી છે કે આસિફનો સ્વભાવ કેવો છે. તેમનામાં દ્વેષપૂર્ણ દ્દષ્ટિકોણ જોવા મળ્યો છે. બીજી તરફ આસિફની માતાને મોટી રાહત આપતા કોર્ટે તેના પતિની સંપત્તિ વેચવાનો આદેશ આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news