UP : હવે આઝમગઢમાં શ્રદ્ધા હત્યાકાંડ જેવો કેસ, યુવતીના 5 ટુકડા કરી મૃતદેહ કુવામાં ફેંકી દીધો
Azamgarh Murder Case: આ ખતરનાક ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગોલી લાગવાથી ઈજાગ્રસ્ત આરોપીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.
Trending Photos
આઝમગઢઃ એક તરફ જ્યાં શ્રદ્ધા હત્યા કેસે દેશને હચમચાવી દીધો છે. આવી એક ઘટના ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લામાં સામે આવી છે. અહરૌના વિસ્તારના ગૌરીના પુરા ગામની પાસે રોડ કિનારે કુવામાં 5 ટુકડા મળવાના કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે. આ ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપીને પોલીસે અથડામણમાં ઝડપી લીધો છે.
ગોળી લાગવાથી ઈજાગ્રસ્ત આરોપીને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. જ્યાં તેની સ્થિતિ સ્થિર છે. પોલીસે મૃતકના માથાને જપ્ત કરી લીધું છે. જેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે.
યુવતીના મૃતદેહના ટુકડા કરી ખતરનાક ઘટનાને અંજામ આપનાર આરોપીનું નામ પ્રિન્સ યાદવ છે. આ યુવકની બહેન સાથે મૃત્યુ પામનાર યુવતીની મિત્રતા હતા. બંનેની એકબીજાના ઘરે અવરજવર પણ હતી.
મૃતક યુવતી ભૈરવધામ જવા માટે પોતાના ઘરેથી નિકળી હતી અને પ્રિન્સની બાઇક પર ગઈ હતી. 15 નવેમ્બર, મંગળવારે જિલ્લાના અહરૌના વિસ્તારમાં તેનો મૃતદેહ ગૌરીના પુરા ગામ સ્થિત કુવામાં 5 ટુકડા કરેલો મળ્યો હતો, જેમાં તેનું માથુ ગાયબ હતું.
યુવતીના લગ્નથી નારાજ હતો આરોપી
પોલીસ અધીક્ષકે જણાવ્યું કે યુવતીની ઓળખ ઇસહોકપુરની રહેવાસી 22 વર્ષીય આરાધના પ્રજાપતિના રૂપમાં થઈ છે. ધરપકડ કરાયેલા આરોપી પ્રિન્સ યાદવે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે યુવતી સાથે તેને બે વર્ષથી સંબંધ હતો. પ્રિન્સ બહાર વિદેશમાં કામ કરી રહ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં આરાધનાના લગ્ન કોઈ અન્ય વ્યક્તિ સાથે થઈ ગયા હતા. ત્યારબાદ આ વાતની માહિતી મળી તો યુવક પ્રિન્સ વિદેશથી પરત આપ્યો અને મૃતક યુવતી પર લગ્ન કરવાનું દબાણ બનાવી રહ્યો હતો.
ખેતરમાં ગળુ દબાવી કરી હત્યા
પ્રિન્સે 29 ઓક્ટોબરે હત્યા કરવાની યોજના બનાવી હતી. પ્રિન્સને યુવતી મળવા આવી જેને તે રેસ્ટોરન્સમાં લઈ ગયો અને ભોજન કરાવ્યું હતું. ત્યારબાદ ફરવાના બહાને સાંજે પોતાના મામાના ગામમાં એક ખેતરમાં લઈ ગયો અને તેની હત્યા કરી હતી. ત્યારબાદ આરોપીએ યુવતીના મૃતદેહના ટુકડા કર્યાં હતા. તેને બેગમાં ભરીને કુવામાં ફેંકી દીધા હતા.
પોલીસે પૂરાવા ભેગા કરી લીધા છે. મૃતકના માથાને પણ કબજે કરવામાં આવ્યું છે. ઘટનામાં પૂરાવા તરીકે કપડા જપ્ત કર્યાં છે. ધરપકડ કરાયેલા આરોપી પાસેથી ખોખુ, કારતૂસ અને ગેરકાયદેસર હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે