CBSE બોર્ડે જાહેર કર્યો પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે ધોરણ 10-12ની પરીક્ષા

CBSE Class 10th 12th 2024 Datesheet: સીબીએસઈ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. 15 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. 

CBSE બોર્ડે જાહેર કર્યો પરીક્ષાનો કાર્યક્રમ, આ દિવસથી શરૂ થશે ધોરણ 10-12ની પરીક્ષા

નવી દિલ્હીઃ CBSE Class 10th 12th 2024 Datesheet: સીબીએસઈ બોર્ડે ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10 એપ્રિલ 2024 સુધી આયોજીત કરવામાં આવશે. બોર્ડ પરીક્ષાઓ લગભગ 55 દિવસ સુધી ચાલશે.  CBSE એ વર્ષ 2024માં લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સાથે બોર્ડે કેટલાક દિશા નિર્દેશ પણ જાહેર કર્યાં છે. 

CBSE  Guideline For Exams:
1. બે વિષયો વચ્ચે પર્યાપ્ત ગેપ હોવો જોઈએ.
2. ધોરણ 12ના કાર્યક્રમમાં JEE Main ની પરીક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
3. આ ડેટશીટ બનાવતા સમયે તે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે બે વિષયની પરીક્ષા એક તારીખ પર ન હોય.
4. પરીક્ષાનો સમય સવારે 10.30 કલાકે શરૂ થશે. ડેટશીટ પરીક્ષાના ઘણા દિવસ પહેલા એટલા માટે જાહેર કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી શકે.

— ANI (@ANI) December 12, 2023

CBSE પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને નમૂના પેપર્સ
CBSE એ ધોરણ 10 અને 12 ની પ્રેક્ટિકલ પરીક્ષાઓનું શેડ્યૂલ જાહેર કર્યું છે. CBSE સંલગ્ન શાળાઓમાં ધોરણ 10 અને 12 બંને માટે પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી શરૂ થશે અને 15 ફેબ્રુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે. શિયાળુ શાળાઓ માટે, ધોરણ 10 અને 12 બંને માટે સત્ર 2023-24 માટે પ્રાયોગિક પરીક્ષાઓ/પ્રોજેક્ટ્સ/આંતરિક મૂલ્યાંકન 14 નવેમ્બરથી 14 ડિસેમ્બર, 2023 દરમિયાન હાથ ધરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news