હોસ્પિટલમાં કરૂણાનિધિઃ શોકના કારણે 21 સમર્થકોના મોત પર પુત્ર સ્ટાલિને વ્યક્ત કર્યું દુખ

મંગળવારે કાવેરી હોસ્પિટલ દ્વારા જારી નિવેદનનો હવાલો આપતા સ્ટાલિને કહ્યું કે, કરૂણાનિધિના સ્વાસ્થ્યમાં સુધાર થઈ રહ્યો છે. 
 

 હોસ્પિટલમાં કરૂણાનિધિઃ શોકના કારણે 21 સમર્થકોના મોત પર પુત્ર સ્ટાલિને વ્યક્ત કર્યું દુખ

ચેન્નઈઃ મુનેત્ર કડગમ નેતા અને તમિલનાડૂના પૂર્વ સીએમ એમ.કરૂણાનિધિના હોસ્પિટલમાં દાખલ થયા બાદ 21 કાર્યકર્તાઓના મોત પર પાર્ટી નેતા એમ.કે. સ્ટાલિને શોક વ્યક્ત કર્યો છે. સ્ટાલિને એક નિવેદનમાં પાર્ટીના સભ્યોને આવી ગતિવિધિઓ ન કરવાનો આગ્રહ કર્યો જે તેમના મોતનું કારણ બને. આ સિવાય તેમણે મૃત કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ આપતા તેમના નિધન પર સંવેદના વ્યક્ત કરી છે. 

મંગળવારે કાવેરી હોસ્પિટલ દ્વારા જારી નિવેદનનો હવાલો આપતા સ્ટાલિને કહ્યું કે, કરૂણાનિધિના સ્વાસ્થ્યમાં સુધાર થઈ રહ્યો છે અને તેમને સારી સારવાર માટે હોસ્પિટલમાં રાખવામાં આવશે. આ પહેલા કાવેરી હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ઉંમરને કારણે સ્વાસ્થ્યમાં આવી રહેલી ખરાબીને કારણે કરૂણાનિધિને થોડા દિવસ સુધી હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. પરંતુ તેમનું સ્વાસ્થ્ય હવે સામાન્ય છે. હોસ્પિટલનું કહેવું છે કે તેમના લિવરનું કામ કરવા અને લોહીના સંચારની પ્રક્રિયામાં સુધારો થયો છે. ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહી છે. 

મંગળવારે હોસ્પિટલ પહોંચ્યા હતા રાહુલ ગાંધી
ઉલ્લેખનીય છે કે રવિવારે કરૂણાનિધિનું સ્વાસ્થ્ય ખરાબ થયા બાદ કરૂણાનિધિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીએમકે નેતા અહીં પહોંચ્યા બાદ કાવેરી હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં ડીએમકે સમર્થકો ભેગા થઈ ગયા હતા. કરૂણાનિધિનું સ્વાસ્થ્ય જાણવા માટે તમામ મોટા નેતાઓ ચેન્નઈ પહોંચી રહ્યાં છે. આ ક્રમમાં મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા અને રાજનેતા રજનીકાંતે પણ કરૂણાનિધિ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news