Covishield ના બે ડોઝ વચ્ચેનું ઘટાડી શકે છે અંતર, સરકાર કરી રહી છે વિચાર

કોરોના રસી કોવિશિલ્ડના (Covishield) બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડી શકાય છે. અંતર ઘટાડવાનું સૂચન IAPSM એટલે કે ઇન્ડિયન એસોસિયેશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન, આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે

Covishield ના બે ડોઝ વચ્ચેનું ઘટાડી શકે છે અંતર, સરકાર કરી રહી છે વિચાર

નવી દિલ્હી: કોરોના રસી કોવિશિલ્ડના (Covishield) બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડી શકાય છે. અંતર ઘટાડવાનું સૂચન IAPSM એટલે કે ઇન્ડિયન એસોસિયેશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન, આરોગ્ય ક્ષેત્રે કામ કરતી સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે.

હવે 8 અઠવાડિયાનું હોઈ શકે છે અંતર
આ અંગે IAPSM નું કહેવું છે કે કેન્દ્ર સરકાર આ બાબતે વિચાર કરી રહી છે. અત્યારે દેશમાં 59 કરોડથી વધુ રસી ડોઝ (Vaccine Dose) લગાવવામાં આવી છે અને સરકાર દ્વારા રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે તે બે ડોઝનો ગેપ 12 સપ્તાહથી ઘટાડીને 8 સપ્તાહ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

IAPSM એ કેન્દ્ર સરકારને કોવિશિલ્ડના બંને ડોઝના અંતરને ઘટાડવાનું સૂચન કર્યું છે. સંગઠન માને છે કે અંતર ઘટાડીને, લોકો શક્ય તેટલી વહેલી તકે બંને ડોઝ લગાવી શકશે. તેથી સંક્રમણનું જોખમ પણ ઘટશે. એવું જોવામાં આવ્યું છે કે જે લોકોએ બંને ડોઝ લીધા છે તેમને એક ડોઝ વાળા લોકોની સરખામણીએ સંક્રમણનું જોખમ ઓછું છે.

કેન્દ્ર સરકાર કરી રહી છે વિચારી
નિષ્ણાતો પણ માને છે કે ડેલ્ટા વેરિએન્ટને (Delta Variant) કારણે, લોકોમાં સંક્રમણનું જોખમ ઘણું વધી ગયું છે. રસીના ડોઝની સમીક્ષા કરવાની જરૂર છે અને કેન્દ્ર સરકાર આ દિશામાં વિચાર કરી રહી છે.

IAPSM ના પ્રેસિડન્ટ ડો.સુનીલા ગર્ગના જણાવ્યા મુજબ, 'અમારી પાસે રસીનો તફાવત ઘટાડવાનું સૂચન છે અને કેન્દ્ર તેના પર વિચાર કરી રહ્યું છે. અમારી પ્રાથમિકતા શક્ય તેટલા લોકોને રસી આપવાની છે, અમે એ પણ ભલામણ કરીએ છીએ કે જેમને ઇન્ફેક્શન લાગ્યું છે તેમને રસી ન આપવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news