દાતી મહારાજને શોધવા રાજસ્થાન પહોંચી પોલીસ, પાલી આશ્રમમાં દરોડા

ક્રાઇમ બ્રાંચની ટીમ આરોપી બાબાને શોધવા માટે સોજત પોલીસ સ્ટેશન પણ ગઇ, ટીમે અહીં પીડિતા અને તેનાં પિતા સાથે પણ મુલાકાત કરી હતી

દાતી મહારાજને શોધવા રાજસ્થાન પહોંચી પોલીસ, પાલી આશ્રમમાં દરોડા

નવી દિલ્હી : બળાત્કારનાં આરોપમાં ફરાર રહેલા દાતી મહારાજની શોધખોળમાં દિલ્હી પોલીસે રવિવારે રાજસ્થાનમાં ઘણા સ્થલો પર દરોડા પાડ્યા હતા. પોલીસે દાતી મહારાજના પાલી ખાતેનાં આશ્રમમાં પણ શોધખોળ કરી. ક્રાઇમ બ્રાંચની ટીમ આરોપી બાબાના સુરાગ એકત્ર કરવા માટે સોજત પોલીસ સ્ટેશન પણ ગયા. ક્રાઇમબ્રાંચની ટીમે અહીં પીડિતા અને તેનાં પિતા સાથે પણ મુલાકાત કરી હતી. 

— ANI (@ANI) June 16, 2018

પાલી ખાતે સોજત રોડ પર દાતી મહારાજનો આશ્રમ બનેલો છે. અહીં પોલીસે ઘણા કલાકો સુધી તપાસની તરફ કેટલા સાક્ષ્ય પણ એકત્ર કર્યા. પીડિતાએ દાતી મહારાજ અંગે દિલ્હી અને પાલી ખાતે આશ્રમમાં યૌન શોષણ કરવાનાં આરોપો લગાવ્યા છે. દાતી મહારાજ ઉપરાંત 4 અન્ય 4 શિષ્યો પર પણ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ સાથે પીડિતા પણ હતી. 

— ANI (@ANI) June 16, 2018

અગાઉ ક્રાઇમબ્રાંચે સ્વયંભૂ બાબા દાતી મહારાજના છતરપુર આશ્રમમાં પણ દરોડા પાડ્યા હતા. ક્રાઇમ બ્રાંચે આ અઠવાડીયાની શરૂઆતમાં આ મુદ્દે તપાસ જિલ્લા પોલીસ સાથે પોતાના હાથમાં લીધી હતી. દાતી મહારાજ અંગે 25 વર્ષીય એક યુવતીએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. યુવતીએ રવિવારે ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનમાં બાબાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યાર બાદ આ કેસમાં ગુના શાખાને હસ્તાંતરિત કરવામાં આવ્યા. 

પોલીસે 13 જુનનાં રોજ યુવતીની પુછપરછ કરી હતી અને મેજીસ્ટ્રેટ સમક્ષ તેમનું નિવેદન નોંધાયું હતું. સાથે જ તેમણે દાતી મહારાજ વિરુદ્ધ એક લુકઆઉટ સર્કુલર પણ ઇશ્યું કરવામાં આવે જેથી તેઓ દેશ છોડીને જઇ શકે. મહિલાએ જણાવ્યું કે, તેઓ એક દશક સુધી દાતી મહારાજના શિષ્ય રહ્યા પરંતુ બાબા અને તેનાં બે ચેલા દ્વારા બળાત્કાર કરવામાં આવ્યા બાદ તેઓ પોતાનાં ઘરે રાજસ્થાન પરત આવી હતી. તે આશરે બે વર્ષ પહેલા આશ્રમમાંથી ભાગી હતી અને લાંબા સમયથી આઘાતમાં હતી અને આઘાતમાંથી બહાર આવતાની સાથે જ તેણે સમગ્ર વાત પોતાનાં માતા - પિતાને કરી હતી. ત્યાર બાદ તેનાં વાલીએ ફરિયાદ નોંધાવી હતી.

મદનલાલમાંથી બન્યો દાતી મહારાજ
દાતી મહારાજનું અસલી નામ મદનલાલ છે અને તે રાજસ્થાનના પાલી જિલ્લાના અલાવાસ ગામનો રહેવાસી છે. મળતી માહિતી અનુસાર મદનલાલ પિતા દેવારામ ગાયન વાદન કરીને પોતાનાં પરિવારનું ગુજરાતન ચલાવતા હતા. બાળપણમાં જ મદનલાલનાં પિતાનું મોત થઇ ગયું હતું. ગામનાં જ એક વ્યક્તિ સાથે મદનલાલ દિલ્હી આવી ગયો અને ચાની દુકાન પર કામ કરવાનું ચાલુ કરી દીધું. ત્યાર બાદ તેણે કેટરિંગનુ કામ પણ શિખ્યું. થોડા સમય બાદ પોતાનો કેટરિંગનો વ્યવસાય ચાલુ કરી દીધો મદલાલનાં નજીકનાં લોકો કહે છે કે 1996માં તે રાજસ્થાનનાં એક જ્યોતીષની નજીક આવ્યો અને તેણે જન્મકુંડળી બનાવવાનું અને જ્યોતિષ શિખ્યો. દિલ્હીની કૈલાશ કોલોનીમાં તેણે પોતાનું જ્યોતિષ કેન્દ્ર ખોલ્યું અને આ રીતે દાતી મહારાજનો જન્મ થયો

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news