Kamal Haasan And Actress Kissing Scene: કમલ હાસને એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાનાથી 16 વર્ષ નાની અભિનેત્રીને જબરદસ્તીથી કિસ કરી હતી. આવો જાણીએ આ કઈ ફિલ્મ હતી અને શું હતી કહાની.
Unknown Facts of Donkey Milk: ગધેડાનું દૂધ હાલ ચર્ચાનો વિષય બન્યું છે અને તેની કિંમત જાણીને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. 12,000 રૂપિયા પ્રતિ લીટરે વેચાતા આ દૂધને પ્રાચીન કાળથી સ્વાસ્થ્ય અને સૌંદર્ષ માટે વરદાનરૂપ માનવામાં આવે છે.
Vadodara Heavy Rains: વડોદરામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ શહેર સરોવરમાં બદલાઈ ગયું હતું. શહેરની વિશ્વામિત્રી નદી બે કાંઠે થતાં નદીના પાણી શહેરમાં ઘૂસી જતાં અનેક સોસાયટીઓ અને બજારોમાં જળબંબાકાર થઈ ગયું હતું. જો કે હવે પાણી ઓસરી ગયા છે. પરંતુ પાણી ઓસર્યા બાદ બરબાદીના દ્રશ્યો સામે આવ્યા છે. ઘરમાં માલસામાન બગડી ગયો છે તો દુકાનમાં માલને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે જુઓ પાણી ઓસર્યા બાદ નુકસાનીનો આ અહેવાલ
રાજ્યમાં જૂન માસ સુધીમાં 22 જિલ્લાઓના મેલેરિયા માટે સંવેદનશીલ કુલ 218 ગામોમાં 45,355 ઘરોને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યમાં 492 વેક્ટર કંટ્રોલ ટીમો મંજુર કરવામાં આવી છે. જે હાલમાં તમામ જિલ્લા અને મહાનગરપાલીકાઓમાં વાહક જન્ય રોગ અટકાયતની કામગીરી કરી રહી છે.
તમને માનવામાં નહીં આવે પણ જે ભેંસનું દૂધ 60થી 70 રૂપિયાનું લીટર વેચાય છે. જે ગાયનું દૂધ 50થી 60 રૂપિયાનું લીટર વેચાય છે...જેની સામે ગધેડાનાના દૂધનો ભાવ ત્રણ હજાર રૂપિયા લીટર છે અને જો તમે દૂધનો પાઉડર બનાવી દો તો એક કિલોનો ભાવ 30 હજાર રૂપિયા છે.
આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે. એમાની જ એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે...આ મેળાની જબરજસ્ત ખાસિયતો છે.
વડનગરમાં આકાર લઈ રહેલા દુનિયાના સૌથી મોટા બીજા નંબરના મ્યુઝિયમની છે. આ એશિયાનું સૌપ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ હશે. જેમાં આવીને પ્રવાસીઓ 2800 વર્ષ પહેલાં માનવી કેવું જીવન જીવતા હતા તેનો લાઈવ અનુભવ કરી શકશે.
આ વર્ષ એક કિલો ઊંધિયાનો ભાવ 480 રૂપિયા અને એક કિલો જલેબીના 800 રૂપિયા છે. ત્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની સાથે ઊંધિયું અને જલેબીની જ્યાફત માણવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
અંબાલાલ પટેલે હવામાનમાં થનાર ફેરફાર વિશે કહ્યું કે, સખત ઠંડી પડવાની શક્યતા છે. 10 ડિગ્રીથી ઓછું રહેશે. આ કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સખત ઠંડી પડી શકે છે. કચ્છ-ભૂજમાં સખત ઠંડી પડી શકે છે. 7, 8 અને 9 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. 12થી 14 સુધી કચ્છના ભાગમાં વરસાદ વરસી શકે છે.
તમને જાણીને નવાઈ લાગશે પણ એક પરંપરા આજે પણ નિભાવાય છે અને ભર શિયાળામાં રસ રોટલીનું જમણ થાય છે. કદાચ આ નવી બાબત નથી પણ 338 વર્ષથી આ પરંપરા નિભાવાય છે. આજે પણ મા બહુચરનો પરચો લોકો આજે પણ માને છે. 338 વર્ષ પૂર્વે ભક્ત કવિ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ ભરશિયાળે રસ-રોટલીનું જમણ ગ્રામજનોને પરચો આપતા પ્રસાદ રૂપે આપ્યો હતો. ગુરુવારે સવારની આરતી બાદ લાડુથી માતાજીનો ગોખ ધરાશે, ત્યારબાદ સવારે 10 વાગ્યે મુખ્ય મંદિર, વરખડીયાળા મંદિરે અને વલ્લભભટ્ટની ગાદીએ અન્નકૂટ ધરાવાશે. જેમાં ૩૫૧ કિલોની વિવિધ પ્રકારની મીઠાઈઓ 1000 કિલોના સૂકા મેવા અને ચવાણું તેમજ 2100 લીટર કેરીના રસ સાથેનો અન્નકુટ ધરાવાશે.
Bhangarh Fort: આ કિલ્લો પોતાની ઐતિહાસિક વાસ્તુકળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. સાથે જ તે કિલ્લાના રહસ્યો માટે પણ જાણીતું છે. દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકો જતા ડરે છે. આ જગ્યાઓને ભૂતિયા જાહેર કરવામાં આવી છે અને લોકોએ એવો પણ દાવો કર્યો છે કે અહીં ભૂત રહે છે. ભારતમાં પણ એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં રહસ્યમય ઘટનાઓ બનવાનો દાવો કરવામાં આવે છે.
Richest Village In World:ગામડું નામ સાંભળતાં જ આપણા મનમાં ખેતરો, નદીઓના કિનારે આવેલા મંદિરો, કૂવાઓ, ગાય-ભેંસોના ટોળા અને ખેતરોની પગદંડીઓ આપણી નજર સમક્ષ આવી જાય છે. અને કેમ નહીં, સ્વચ્છ વાતાવરણ ધરાવતા ગામોની આ ઓળખ છે. પરંતુ અમે તમને ગુજરાતના એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગામડું હોવા છતાં આ સંજોગોથી બિલકુલ અલગ છે.
Garhkundhar Fort: દુનિયામાં અનેક કિલ્લાઓ (Fort) છે, ભારતમાં પણ ઘણા ખ્યાતનામ કિલ્લાઓ છે અને તેમના એક ભવ્ય ઈતિહાસ પણ છે. કેટલાક કિલ્લાઓ રહસ્યમય (Mysterious) પણ છે. આવા કિલ્લાઓના રહસ્યો જાણવા એક કોઈ બચ્ચાના ખેલ નથી હોતા. આવો જ એક રહસ્યમય કિલ્લો છે આપણા દેશમાં જેનું નામ છે ગઢકુંડાર કિલ્લો (Garhkundhar Fort). આ કિલ્લો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઝાંસીથી લગભગ 70 કિમી દૂર આવેલો છે. આ કિલ્લો 5 માળનો છે જે 11મી સદીમાં બનાયો હોવાનું કહેવાય છે. આ કિલ્લાની ખાસ વાત એ છે કે તેના 3 માળ ઉપર છે અને બાકીના 2 માળ જમીનની નીચે છે.
તહેવારોના સમયે ફરસાણ અને મિઠાઈઓ આરોગવી કોને ન ગમે. તહેવાર પ્રમાણે બજારો અલગ અલગ વાનગીઓથી ઉભરાતા હોય છે. જો કે આ એવો સમય હોય છે, જ્યારે ભેળસેળિયા વેપારીઓ કમાણી માટે સક્રિય થઈ જાય છે.
Noodle Crisis in World: જો તમને પણ ઈન્સ્ટન્ટ નૂડલ્સ ખાવા બહુ ગમતા હોય તો તમારા માટે આંચકાજનક સમાચાર છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ આજે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી સમક્ષ હાજર થવાનું છે. ઈડીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને બજાવેલા સમન વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકરો તેમના સમર્થનમાં ઉતરી પડ્યા છે અને સમનનો વિરોધ કરી રહ્યા છે.
જો કે માત્ર મનોરંજન હેતુથી ગાંજો ફૂંકવા ઉપર હજુ પણ પ્રતિબંધ છે. એટલું જ નહીં સરકારે વેચવાના ગાંજાના ટીએચસી લેવલ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જેનો હેતુ લોકોને ગાંજો ફૂંકીને નશો કરતા રોકવા અને તેનો ઉપયોગ ફક્ત દર્દથી રાહત મેળવવા માટે છે.
ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે મહારાષ્ટ્ર સરકારના નિશાના પર છે. એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક તેમના પર સતત આરોપ લગાવી રહ્યા છે. હવે રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ મામલે એનસીબી ઓફિસર સમીર વાનખેડેનો બચાવ કર્યો છે.
અમદાવાદ :17 સપ્ટેમ્બર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી (Narendra Modi)નો જન્મદિવસ... આજે સમગ્ર દેશ લોકલાડીલા પ્રધાનમંત્રીનો જન્મદિવસ (Narendra Modi Birthday) ઉજવી રહ્યું છે. વિદેશના નેતાઓએ પણ તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદી (PM Modi birthday) ની જૂના યાદોં, તેઓ પોતાના યુવાની કાળમાં શુ કરતા હતા, કેવો રહ્યો તેમનો સંઘર્ષ... વગેરે વાતો જાણવામાં અનેક લોકોને રસ હોય છે. ત્યારે પ્રસ્તુત છે પીએમ મોદી (PM Modi Live) ની યુવાની કાળની કેટલીક તસવીરો તથા કેટલાક કિસ્સાઓ..
કવિતાઓ મનના ઉડાંણથી નીકળે છે અને મન ઉંડાણ સુધી પહોંચે છે. એવામાં અત્યારના સમયમાં સૌથી લોકપ્રિય અને ચર્ચિત વ્યક્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજવા માટે તેમણે લખેલી કવિતાઓથી વધુ સારૂ શું હોય શકે છે.
આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના ગુજરાતના વડનગરમાં થયો હતો. તેમના જન્મદિવસ નિમિતે કરીએ તેમના જીવન પર એક નજર..
આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના વડનગરમાં થયો હતો. એક સામાન્ય આરએસએસ કાર્યકર્તાથી લઈને દેશના સર્વોચ્ચ પદ પર પહોંચવાની નરેન્દ્ર મોદીની આ યાત્રા સરળ રહી નથી. જાણો પીએમ મોદીના રાજકીય કરિયર વિશે..