Delhi Corona Updates: દિલ્હીમાં ખતરનાક બની કોરોનાની સ્પીડ, છેલ્લા 24 કલાકમાં 1490 કેસ

Coronavirus Updates: રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાની ચોથી લહેરની આશંકા વચ્ચે સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે અહીં 1490 કેસ નોંધાયા છે. 

Delhi Corona Updates: દિલ્હીમાં ખતરનાક બની કોરોનાની સ્પીડ, છેલ્લા 24 કલાકમાં 1490 કેસ

નવી દિલ્હીઃ દિલ્હીમાં એકવાર ફરી કોરોના સંક્રમણ ચિંતા વધારી રહ્યું છે. દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 1490 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ત્યારબાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને 5250 થઈ ગઈ છે. આટલા સમયમાં બે દર્દીઓના મૃત્યુ થયા છે. તો 1070 લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે સંક્રમણ દર 4.62 ટકા છે. 

રાષ્ટ્રીય રાજધાનીમાં બુધવારે 1367 કેસ સામે આવ્યા હતા અને સંક્રમણ દર 4.5 ટકા નોંધાયો હતો. તેના એક દિવસ પહેલાં મંગળવારે 1204 કેસ સામે આવ્યા હતા અને સંક્રમણ દર 4.64 ટકા હતો. તો સોમવારે 1011, રવિવારે 1083, શનિવારે 1094 અને શુક્રવારે 1042 કેસ સામે આવ્યા હતા. 

કોરોનાના વધતા કેસ વચ્ચે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરૂવારે કહ્યુ હતુ કે રાજધાનીમાં કોવિડ-19ના કેસમાં વૃદ્ધિ થઈ છે પરંતુ સ્થિતિ ગંભીર નથી કારણ કે લોકો ગંભીર રૂપથી બીમાર થઈ રહ્યાં નથી અને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓનો દર ઓછો છે. 

Active cases 5250 pic.twitter.com/gV4BNoFH71

— ANI (@ANI) April 28, 2022

જૈને તે પણ કહ્યુ હતુ કે બાળકોમાં કોવિડ સંક્રમણના કેસને લઈને ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે ઘણા સીરો સર્વેથી તે જાણવા મળે છે કે બાળકો અને વયસ્કોમાં સંક્રમણ દર લગભગ સમાન છે, પરંતુ તેમાં ગંભીર રૂપથી બીમાર પડવાનો ખતરો નથી.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આ પહેલાં જ્યારે દિલ્હીમાં 5 હજાર એક્ટિવ કેસ હતા તો 1000 લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડતી હતી. ગુરૂવાર સુધીના આંકડા પ્રમાણે માત્ર 124 લોકો હોસ્પિટલમાં દાખલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news