Alliance in Maharashtra: મહારાષ્ટ્રની રાજનીતિમાં થશે મોટા ફેરફાર, ભાજપ-મનસે વચ્ચે ગઠબંધનની ચર્ચા
BJP-MNS Alliance: મહારાષ્ટ્રમાં ભાજપ અને મનસે જલદી સાથે આવી શકે છે. બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સૂત્રોના હવાલાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. માહિતી મળી રહી છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન નક્કી થઈ ગયું છે. આ મામલામાં 21 એપ્રિલે બંને પાર્ટીઓ વચ્ચે બેઠક થઈ હતી. મહત્વનું છે કે 5 જૂને રાજ ઠાકરે અયોધ્યા જશે અને 6 જૂને મુખ્યમંત્રી યોગી સાથે મુલાકાત કરશે.
બીએમસી ચૂંટણીને કારણે થશે ગઠબંધન?
મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં હાલમાં બીએમસીની ચૂંટણી થવાની છે અને આગામી વિધાનસભા ચૂંટણી પર પણ આ ગઠબંધનની મોટી અસર પડી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર આ ગઠબંધન માટે આરએસએસ તરફથી લીલી ઝંડી મળી ચુકી છે.
આરએસએસે આપી મંજૂરી
અમારી સહયોગી વેબસાઇટ ડીએનએ હિન્દીના રિપોર્ટ અનુસાર આ ગઠબંધનને લઈને નાગપુરમાં એક બેઠક થઈ ચુકી છે. બેઠકમાં મોહન ભાગવત, દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી શિવ પ્રકાશ સામેલ થયા હતા. આ બેઠકમાં ભાજપ-મનસે ગઠબંધનને લીલી ઝંડી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ પીએમ મોદીના કાશ્મીર પ્રવાસ પર વિરોધ વ્યક્ત કરનાર પાકિસ્તાનને વિદેશ મંત્રાલયે આપ્યો વળતો જવાબ
આ દિવસે થશે જાહેરાત
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જઈ રહ્યા છે અને છ જૂને તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરશે. સૂત્રોએ જાણકારી આપી કે 14 જૂને ભાજપ-મનસે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી શકે છે.
રાજ ઠાકરેએ યોગીની કરી પ્રશંસા
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ ગુરૂવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા ઉદ્ધવ ઠાકરે પણ કટાક્ષ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે