close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી

લોકસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ, કોંગ્રેસ, JDU અને તૃણમુલનો વોકઆઉટ

ત્રિપલ તલાક સંશોધન બિલ (Triple Talaq bill) ગુરુવારે લોકસભામાં રજુ કરવામાં આવ્યું. ચર્ચા દરમિયાન લોકસભામાં ટ્રિપલ તલાક અંગે વોટિંગ થયું. સદનમાં બેલેટ પેપરથી મતદાન થયું. ત્યાર બાદ ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થઇ ગયું. બિલનાં પક્ષમાં 303 મત બન્યા. બિલની વિરુદ્ધ 82 મત પડ્યાં. કોંગ્રેસ સહિત યુપીએનાં બીજા દળો બિલનો વિરોધ કર્યો.

Jul 25, 2019, 07:46 PM IST

રાહુલની હૈયા'વરાળ' બાદ કોંગ્રેસી નેતાઓનાં રાજીનામાનો 'વરસાદ'

કોંગ્રેસનાં કાયદા તથા આરટીઆઇ સેલનાં ચેરમેન વિવેક તનખાએ રાજીનામું આપ્યાનાં થોડા જ સમય બાદ દિલ્હી, મધ્યપ્રદેશ અને હરિયાણાનાં અનેક નેતાઓએ પણ પોતાનાં પદો પરથી રાજીનામા ધર્યા

Jun 28, 2019, 08:23 PM IST

રાહુલ ગાંધીની હૈયાવરાળ બાદ કોંગ્રેસી નેતાઓ ભોંઠા પડ્યા, કમલનાથે સ્વિકારી હારની જવાબદારી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા દુખ વ્યક્ત કરાયા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે લોકસભા ચૂંટણીમાં પરાજયની જવાબદારી સ્વિકારી હતી

Jun 27, 2019, 08:27 PM IST

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના શાહનો ‘માસ્ટરપ્લાન’, કોણ બનશે અધ્યક્ષ?

લોકસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપના નવા અધ્યક્ષ કોણ તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે દિલ્હીમાં ભાજપના સંગઠન પર્વને લઇને બેઠક મળી હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું હતું. અને ભાજપના સુવર્ણકાળ માટે કવાયતને લઇને મંથન થયું હતું. આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય હોદેદારો અને સંગઠન મહામંત્રીઓ હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને આ બેઠકમાં તૈયારીઓ પર જોર મૂકવામાં આવ્યું. 

Jun 13, 2019, 08:48 PM IST

સાંસદ બનેલા BJPના ચાર ધારસભ્યોનું રાજીનામું, જાણો કોણ હશે પેટાચૂંટણીના ઉમેદવાર?

રાજ્યમાં લોકસભા ચૂંટણી બાદ હવે વિધાનસભાની પેટાચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપને લોકસભાની તમામ 26 બેઠકો મળ્યા બાદ સ્વાભાવિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપનો દાવો છે કે જે રીતે લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મળી અને 4 વિધાનસભાની પેટાચૂંટણી પણ ભાજપના ઉમેદવારો જીત્યા તે જ રીતે આગામી દિવસોમાં આવનારી વિધાનસભાની તમામ પેટાચૂંટણીઓ ભાજપ જીતશે. 

Jun 7, 2019, 09:32 PM IST
Gandhinagar BJP Meeting PT2M13S

લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ પ્રદેશ ભાજપની મળશે બેઠક

લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ 12 જૂને કમલમ ખાતે પ્રદેશ ભાજપની બેઠક યોજવામાં આવશે, ભવ્ય વિજય બાદ પ્રથમ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પ્રદેશ હોદેદારો, મોરચાના પ્રમુખ અને જિલ્લા પ્રભારીઓ હાજરી આપશે.

Jun 6, 2019, 05:55 PM IST

લોકસભા ચૂંટણી 2019: અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી, થયો અધધ...60 હજાર કરોડનો ખર્ચ

સીએમએસ દ્વારા કરવામાં આવેલા રીસર્ચમાં જાણવા મળ્યું છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં રૂ.30 હજાર કરોડનો ખર્ચ થયો હતો, જે આ વખતે સીધો જ બમણો થઈ ગયો છે, આ રીતે ભારતના લોકસભા ચૂંટણી ઈતિહાસમાં 2019ની લોકસભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી બની ગઈ છે 

Jun 4, 2019, 01:23 PM IST
Gujarat: Congress Leaders meet ahead of Vidhansabha Session PT4M33S

વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક મળી

વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસ ગૃહમાં સરકારને ઘેરશે, આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના MLA તૂટે નહીં તે માટે પ્રયાસ કરાવામાં આવ્યો છે. તથા રાહુલ ગાંધી કોંગેસના અધ્યક્ષ તરીકે રહે તે માટે ઠરાવ કરવામાં આવ્યો.

Jun 2, 2019, 05:00 PM IST
Gujarat: BJP Leaders Meet at BJP Kamlam Office PT4M1S

કમલમ કાર્યાલય ખાતે ભાજપના હોદ્દેદારોની મળી બેઠક

પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપનાં હોદ્દેદારોની બેઠક મળી. પાર્ટીના આગામી કાર્યક્રમો અને લોકસભા ચૂંટણીનાં પરિણામોને લઈને બેઠકમાં ચર્ચા કરવામા આવી. બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, આઈ. કે જાડેજા સહિત પ્રદેશ મહામંત્રીઓ હાજર રહ્યાં.

Jun 2, 2019, 02:30 PM IST
Gujarat: Congress Holds meeting to Evaluate Loss in LS Polls 2019 PT6M36S

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હારનાં કારણો પર ચર્ચા કરવા માટે પ્રદેશ કોંગ્રેસ કારોબારીની બેઠક

બેઠકમાં કારોબારીનાં સભ્યો સાથે તમામ જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખો હાજર રહ્યાં. બેઠકમાં પાર્ટી સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરૂના માર્ગે સંઘર્ષ ચાલુ રાખશે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો, સાથે રાહુલ ગાંધી AICCનાં અધ્યક્ષ સ્થાને રહી કાર્યકરોને માર્ગદર્શન આપે તે અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

Jun 2, 2019, 01:30 PM IST
Gujarat: BJP Leaders Meet to Evaluate LS Results 2019 PT3M29S

કમલમ ખાતે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપનાં હોદ્દેદારોની બેઠક

પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપનાં હોદ્દેદારોની બેઠક મળી. પાર્ટીના આગામી કાર્યક્રમો અને લોકસભા ચૂંટણીનાં પરિણામોને લઈને બેઠકમાં ચર્ચા કરવામા આવી. બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, આઈ. કે જાડેજા સહિત પ્રદેશ મહામંત્રીઓ હાજર રહ્યાં.

Jun 2, 2019, 01:25 PM IST
Congress Coordination Comity Meeting PT2M47S

લોકસભા ચૂંટણીની કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસે યોજી કો-ઓર્ડિનેશન બેઠક

લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસે યોજી કો-ઓર્ડિનેશન બેઠક, બેઠકમાં હાર પર કરાયું મંથન અને રાજ્યસભા ચૂંટણીને લઇને ઘડાઇ રણનીતિ

May 29, 2019, 09:10 PM IST

ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ભાજપનો માસ્ટર પ્લાન, આવી છે ‘રણનીતિ’

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને અત્યારથી જ રાજકીય ગરમાવો આવી ગયો છે કારણકે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ દાવો કર્યો છે કે, આંકડો ન હોવા છતાં પણ ભાજપ પોતાની બંને રાજ્યસભા બેઠકો જાળવી રાખશે. ભાજપના રાજ્યસભાના 2 સાંસદો અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા જેના કારણે રાજ્યસભાની બંને બેઠકો ખાલી પડશે. 
 

May 29, 2019, 08:32 PM IST
Vadodra: Congress Party Workers Talk About Results of LS polls 2019 PT5M5S

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ શું કહે છે વડોદરાના કોંગ્રેસ કાર્યકરો

વડોદરા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસને મળેલી હાર વિશે શું કહે છે, અને પરેશ ધાનાણી તથા અમિત ચાવડાના રાજીનામાની વાત વચ્ચે કાર્યકરો શું જણાવે છે? જોઇએ વડોદરા કોગ્રેસના કાર્યકરો અને નેતાઓનો મત.

May 29, 2019, 11:10 AM IST

મોદી સરકાર-2: કોણ બનશે મંત્રી, કોઈને પણ ખબર નથી, શપથના કેટલાક કલાક પહેલા કરાશે જાણ

ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મંગળવારે નવા મંત્રીમંડળની રચના અંગે મેરાથોન બેઠક યોજાઈ હતી અને કોને-કોને સ્થાન આપવું, કેવી રીતે એક સંતુલિત મંત્રીમંડળ બનાવવું જેવા વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરાઈ હતી. 30 મે, ગુરુવારના રોજ સાંજે 7.00 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
 

May 29, 2019, 11:04 AM IST
CM Vijay Rupani to Hold Cabinet Meeting PT2M40S

CM રૂપાણીની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક,મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

લોકસભા ચૂંટણીની આચારસંહિતા પુરી થયા પછી સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક, બજેટ સત્ર અને સંભવિત જળસંકટની ચર્ચા હશે મહત્વના મુદ્દા.

May 29, 2019, 10:30 AM IST
Rajkot: Congress Party Workers Talk About Results of LS polls 2019 PT5M14S

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ શું કહે છે રાજકોટના કોંગ્રેસ કાર્યકરો

રાજકોટ કોંગ્રેસના કાર્યકરો પાસેથી જાણીએ કે, તેઓ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર માટે ક્યા પરિબળોને જવાબદાર ગણે છે, તથા અમિત ચાવડા અને પરેશ ધાનાણીની રાજીનામાની વહેતી થયેલી વાતો વિશે શું કહી રહ્યા છે.

May 29, 2019, 10:15 AM IST

મોદીના શપથગ્રહણમાં દેશના તમામ ગવર્નર, મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતાઓને આમંત્રણ

આ સાથે જ તમામ પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ રાષ્ટ્રપતિને પણ સોગંધવિધિ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે 
 

May 29, 2019, 07:49 AM IST

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડા પદ પરથી આપી શકે છે ‘રાજીનામું’

લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો વિજય થતા ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાંનો દૌર શરૂ થઇ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનણીએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામું આપવા અંગેની ઇચ્છા વ્યક્ત કરી હતી. અને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ ગુજરાતમા લોકસભાની ચૂંટણીને લઇને મળેલી હારને કારણે રાજીનામું આપવાની વાત કરી હતી. 
 

May 28, 2019, 06:41 PM IST

હારની નૈતિક જવાબદારી સ્વિકારી, વિપક્ષના નેતાનું પદ છોડવા તૈયાર પરેશ ધાનાણી

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાંથી એક પણ સીટ ન મળતા ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનણીએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામું આપવા અંગેની ઇચ્છા વ્યક્ત કરી હતી. અમરેલી બેઠક પરથી વિપક્ષના નેતા પરેશ ધાનણી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. અને તેમાં પણ તેમની હાર થઇ અને ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. કોંગ્રેસને ગુજરાતમાં મળેલી હારની જવાબદારી તેમણે સ્વિકારી હતી. 
 

May 28, 2019, 05:09 PM IST