શા માટે ડુબી જાય છે પૈસા ? સરકારી બેંકોની કાર્યપદ્ધતીની સમીક્ષા થશે

સરકારી બેંકોને મજબુત બનાવવા માટે દરેક સંભવ પ્રયાસો થઇ રહ્યા છે. તેમ છતા જાહેર બેંકોની સ્થિતીમાં કોઇ સુધારો નથી થઇ રહ્યો. બેંકોની કમાણીનો એક મોટો હિસ્સો એનપીએ એટલે કે દેવા સ્વરૂપે ડુબી જાય છે. સરકારે સુધાર યોજના હેઠળ દેશની મોટી 12 બેંકોને 52311 કરોડ રૂપિયાની મુડી આપવાની યોજનાને મંજુરી આપી દીધી છે. સરકાર હવે બેંકોનાં કામકાજની સમીક્ષા કરશે.
શા માટે ડુબી જાય છે પૈસા ? સરકારી બેંકોની કાર્યપદ્ધતીની સમીક્ષા થશે

નવી દિલ્હી : સરકારી બેંકોને મજબુત બનાવવા માટે દરેક સંભવ પ્રયાસો થઇ રહ્યા છે. તેમ છતા જાહેર બેંકોની સ્થિતીમાં કોઇ સુધારો નથી થઇ રહ્યો. બેંકોની કમાણીનો એક મોટો હિસ્સો એનપીએ એટલે કે દેવા સ્વરૂપે ડુબી જાય છે. સરકારે સુધાર યોજના હેઠળ દેશની મોટી 12 બેંકોને 52311 કરોડ રૂપિયાની મુડી આપવાની યોજનાને મંજુરી આપી દીધી છે. સરકાર હવે બેંકોનાં કામકાજની સમીક્ષા કરશે.

કર્મચારીઓમાં સુધારો કરવામાં આવી શકાય. નાણા મંત્રાલય સરકારી બેંકોનાં કામકાજમાં સુધારાનાં પ્રયાસો હેઠળ રિઝર્વ બેંકની તુરંત જ સુધારાત્મક કાર્યવાહી યોજના (પીસીએ) આધારે જાહેર બેંકોનાં પ્રમુખોનાં પ્રદર્શનની સમીક્ષાની ઝડપી શરૂઆત કરવાનાં છે. રિઝર્વ બેંક લોન વસુલી અને પોતાની આધાર પુંજી જેવા પ્રમાણ પર 12 જાહેર બેંકો પર નજર રાખી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું કે, તમામ જાહેર બેંકો ટોપનાં પ્રદર્શન સમીક્ષા શીઘ્ર ચાલુ કરવામાં આવશે.

સરકાર દ્વારા આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવનારા કર્મચારીઓ અને સારુ પ્રદર્શ કરનારા કર્મચારીઓને પુરસ્કારનું આયોજન પર કર્યું છે. બેંકોએ એનપીએનાં મુદ્દે પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરવી પડશે. જો બેંકોનું પ્રદર્શન સારુ રહ્યું તો તેમને પુરસ્કૃત પણ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news