Lok Sabha Election 2024: પાટીલને પછાડી ભાજપના આ દિગ્ગજે સૌથી પહેલાં પાર કરી 5 લાખ મતોની લીડ, જીત નિશ્ચિત!
Lok Sabha Election Result 2024: ગત ટર્મમાં નવસારીથી સાંસદ બનેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આખા દેશમાં સૌથી વધારે મતોની લીડ હાંસલ કરી હતી. ત્યારે આ વખતે મતગણતરીના શરૂઆતી રાઉન્ડમાં જ ભાજપના એક દિગ્ગજ નેતાએ પાટીલ પછાડીને સૌથી પહેલાં પાર કરી 5 લાખ મતોની લીડ. લોકપ્રયિતામાં પણ આ ગુજરાતની નેતાનો કોઈ જવાબ નથી...
Trending Photos
Lok Sabha Chunav Result 2024: લોકસભા ચૂંટણીઓના પરિણામો જાહેર થતાની સાથે જ હડકંપ મચી ગયો છે. ભાજપના જ એક દિગ્ગજ નેતાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આપી છે મોટી પછડાટ. અહીં વાત થઈ રહી છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની. અમિત શાહ ગાંધીનગર મતવિસ્તારથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. શરૂઆતી રાઉન્ડમાં જ લીડના મામલામાં અમિત શાહે સી.આર.પાટીલને મોટી પછડાટ આપી છે.
ગત ટર્મના હાઈએસ્ટ પર્ફોમરનું પર્ફોમન્સ આ વખતે પહેલાં કરતા થોડું ડાઉન્ડ થયું છે. અહીં વાત થઈ રહી છે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની. પાટલે ગુજરાતના ઉમેદવારોને આપેલાં 5 લાખની લીડના ટાર્ગેટને પાર કરવામાં અમિત શાહ સૌથી આગળ રહ્યાં છે. અમિત શાહે પાટીલનો જુનો રેકોર્ડ તોડીને સૌથી પહેલાં 5 લાખની લીડને પાર કરી લીધી છે. હાલ અમિત શાહ છ લાખની લીડ પાર કરી ચુક્યા છે.
ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ બન્યા બાદ પાટીલે સ્થાનિક સ્વરાજ્યથી માંડીને રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે. વિધાનસભા ચૂંટણીઓમાં પણ પાટીલે ભાજપને સારો એવો બેનીફિટ કરાવ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીઓમાં પણ પાટીલે ગુજરાત ભાજપની ટીમને તમામ સીટો જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. આવી સ્થિતિમાં ગુજરાત વિધાનસભામાં ભાજપે રેકોર્ડ બ્રેક 182 માંથી 156 સીટો હાંસલ કરી હતી. આ વખતે લોકસભાની ચૂંટણીમાં પાટીલે તમામ ઉમેદવારોને 5 લાખની લીડનો ટાર્ગેટ આપ્યો છે. તેમાં સૌથી પહેલાં આ લીડ ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે પાર કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે