અલવર, અજમેરમાં લોકસભાની પેટાચૂંટણી માટે મતદાન શરૂ, કોંગ્રેસ ભાજપનો સીધો મુકાબલો

રાજસ્થાનમાં અલવર અને અજમેર લોકસભા સીટની સાથે-સાથે ભીલવાડ જિલ્લામાં આવનાર મંડલગઢ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઇ રહી છે. તો બીજી તરફ ઉલુબેરિયા લોકસભા સીટ અને નવપાડા વિધાનસભા સીટ પર યોજાઇ રહેલી પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. 

અલવર, અજમેરમાં લોકસભાની પેટાચૂંટણી માટે મતદાન શરૂ, કોંગ્રેસ ભાજપનો સીધો મુકાબલો

નવી દિલ્હી: રાજસ્થાનમાં અલવર અને અજમેર લોકસભા સીટની સાથે-સાથે ભીલવાડ જિલ્લામાં આવનાર મંડલગઢ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઇ રહી છે. તો બીજી તરફ ઉલુબેરિયા લોકસભા સીટ અને નવપાડા વિધાનસભા સીટ પર યોજાઇ રહેલી પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ પશ્વિમ બંગાળમાં હાવડા જિલ્લાની ઉલુબેરિયા લોકસભા સીટ અને નોર્થ 24 પરગના જિલ્લાની નવપાડા વિધાનસભા સીટ પર યોજાઇ રહેલી પેટાચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. મતદાન સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલશે. 

— ANI (@ANI) January 29, 2018

ભાજપના રાજ્યસભાના સાંસદ ભૂપેંદ્ર યાદવે સવારે સવા આઠ વાગે જ મતદાન કેંદ્ર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ભૂપેંદ્ર અલગવર જિલ્લાના કુંદરન સ્થિત કેંદ્ર પર પહોંચ્યા અને પોતાનું મતદાન કર્યું.

રાજસ્થાનની વાત કરીએ તો અહીં અલવરમાં 11, અજમેરમાં 23 અને મંડલગઢમાં 8 ઉમેદવાર મેદાન પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. પેટાચૂંટણીમાં 38 લાખ યોગ્ય મતદારો છે અને 41 ઉમેદવાર મેદાનમાં છે. સોમવારે સવારે મતદાન કેંદ્રો પર લોકોની ભીડ જામવાનું શરૂ થઇ ગયું હતું.

— ANI (@ANI) January 29, 2018

પહેલીવાર મતદાન માટે ઉમેદવારોની તસવીરોની સાથે ઇવીએમ મશીનોનો ઉપયોગ થશે. મુખ્ય ચૂંટણી અધિકારી અશ્વિની ભગતે કહ્યું કે 'સરખા નામવાળા અલગ-અલગ ઉમેદવારોને લઇને મતદારોમાં ભ્રમથી બચવા માટે પહેલીવાર ઇવીએમ મશીનો પર ઉમેદવારોના ફોટા લગાવવામાં આવ્યા છે.' તેમણે કહ્યું કે ત્રણ મતદાન વિસ્તારમાં 3802168 મતદારો છે.

પશ્વિમ બંગાળની પેટાચૂંટણીમાં ટીએમસી-ભાજપ વચ્ચે સીધી લડાઇ
ઉલુબેરિયા લોકસભા અને નવપાડા વિધાનસભા સીટ માટે આજે (સોમવારે) સવારથી જ વોટિંગ શરૂ થઇ ચૂક્યું છે. આ બંને સીટો પર સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કરની સંભાવના છે. તો બીજી તરફ સીપીએમ આ પેટાચૂંટણીમાં પણ પોતાના જૂના ગઢને પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે.

— ANI (@ANI) January 29, 2018

આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા મતદાન દરમિયાન કેટલાક બૂથો પર મશીન ખરાબ થવાની ફરિયાદો મળી છે. ઉલુબેરિયા સીટના બૂથ નંબર 231 પર વોટિંગ મશીન ખરાબ થતાં હાલ મતદાન અટકાવી દેવામાં આવ્યું છે.

— ANI (@ANI) January 29, 2018

હાવડા જિલ્લાના ઉલુબેરિયા લોકસભા ક્ષેત્રના તૃણમૂલ સાંસદ અમહમદ અને નોર્થ 24 પરગણા જિલ્લાના નવપાડા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય મધુસુદન ધોષના મૃત્યું બાદ પેટાચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણી કમિશનના અનુસાર નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી સુનિશ્વિત કરવા માટે પોલીસ દળની 35 ટુકડીઓ અહીં તૈનાત કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news