ટૂલકિટ કેસમાં દિશા રવિને 1 લાખના જાત જામીન પર છુટકારો, દિલ્હી પોલીસના ગંભીર આરોપ

 ટુલકિટ કેસમાં દિલ્હી પોલીસ આજે સાયબર સેલ ઓફીસમાં નિકિતા જૈકબ, શાંતનુ અને દિશા રવિને આમને સામને બેસીને પુછપરછ કરી રહી છે. 

ટૂલકિટ કેસમાં દિશા રવિને 1 લાખના જાત જામીન પર છુટકારો, દિલ્હી પોલીસના ગંભીર આરોપ

નવી દિલ્હી : ટુલકિટ કેસમાં દિલ્હી પોલીસ આજે સાયબર સેલ ઓફીસમાં નિકિતા જૈકબ, શાંતનુ અને દિશા રવિને આમને સામને બેસીને પુછપરછ કરી રહી છે. કાલે પણ દિલ્હી પોલીસે નીકિતા જૈકબ અને શાંતનુની 5 કલાક સુધી પુછપરછ કરી હતી. કાલે જ પોલીસે દિશા રવિવી રિમાન્ડ વધારવા માટેની માંગ કરી હતી. પોલીસનું કહેવું છે કે, અમે ત્રણેયને એક સાથે બેસીને પુછપરછ કરવા માંગીએ છીએ. આ દલીલ સાંભળ્યા બાદ કોર્ટે દિશા રવિની રિમાન્ડ એક દિવસ વધારી દેવામાં આવી હતી. દિશા રવિની એક દિવસની કસ્ટડી પુર્ણ થયા બાદ દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં રજુ કરી. ન્યાયાધીશ ધર્મેન્દ્ર રાણાએ દિશાની જામીન અરજી મંજુર કરી લીધી હતી. ધર્મેન્દ્ર રાણાએ દિશાને સશર્ત જામીન આપી દીધા હતા. ન્યાયાધીશે દિશાને એક લાખ રૂપિયાના જાતજામીન આપ્યા હતા. કોર્ટનાં ચુકાદા પર દિશાનાં વકીલોએ કહ્યું કે, તેઓ એવા પરિવાર સાથે નથી આવતા જે આટલી મોટી રકમ વહન કરી શકે. દિશા હાલ પણ પોતાનાં વકીલો સાથે કોર્ટરૂમમાં જ છે. 

કેન્દ્રીય મંત્રી Pralhad Joshi નું Rahul Gandhi પર નિશાન, ટ્રેક્ટર પર એક્ટર બનવાનો પ્રયાસ કરે છે
સોમવારે દિલ્હી પોલીસે કોર્ટમાં જણાવ્યું કે, દિશા રવિએ તમામ આરોપ શાંતનુ-નિકિતા પર ઢોળી દીધા છે. એવામાં તેઓ ત્રણેયને સામ સામે બેસીને પુછપરછ કરવા માંગે છે. દિલ્હી પોલીસ તરફથી કોર્ટમાં જુમ મીટિંગ અંગે માહિતી આપવામાં આવી. જેનો સંબંધ ટૂલકિટ બનાવવા અને આગળ વધારવા અંગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે ટૂલકિટ મુદ્દે આરોપી નીકિતા જૈકબ અને શાંતનુ સાઇબર સેલ ખાતે પહોંચ્યા હતા. નિકિતા જૈકબ અને શાંતનુને દિલ્હી પોલીસની પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટને જણાવ્યું કે, દિશા રવિને નિકિતા જૈકબ અને શાંતનુ સાથે સામ સામે બેસીને પુછપરછ કરે છે. 

દિલ્હી પોલીસનો દાવો છે કે, પર્યાવરણવિદ દિશા રવિને ખેડૂત આંદોલન દરમિયાન હિંસા ભડકાવવા માટે ટૂલકિટ બનાવવાનાં આોપમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસનો દાવો છે કે, ગત્ત ખાલિસ્તાન સાથે જોડાયેલા સંગઠનોના કાવત્રા છે. પોલીસે જણાવ્યું કે, 17-18 જાન્યુઆરીએ પણ જુમ મીટિંગ કરવામાં આવી અને 23ના રોજ ટૂલકિટ તૈયાર થઇ. કેનેડા પોએટિક જસ્ટિક ફાઉન્ડેશન સાથે જોડાયેલા એમઓ ધાલીવાલ ભારતમાં ખેડૂતોની આડમાં વાતાવરણ ખરાબ કરવાની ફિરાકમાં હતા. જો તેઓ સીધી કોઇ કાર્યવાહી કરે તો એક્સપોઝ થઇ જાય એટલા માટે તેણે ભારતમાં કેટલાક ચહેરાઓની મદદ લીધી. દિશા રવિએ ટૂલકિટમાં એડિટ કરી છે. તેમના સહયોગી શાંતનુ દિલ્હી આવ્યો હતો. 20થી27 સુધી દિલ્હીમાં હતા. 

દિલ્હી પોલીસનો દાવો છે કે, કેનેડાના પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન સાથે જોડાયેલા એમઓ ધાલીવાલા ભારતમાં ખેડૂતોની આડમાં માહોલ ખરાબ કરવાની ફિરાકમાં હતા. જો તેઓ સીધા જ કોઇ કાર્યવાહી કરે છે તો એક્સપોઝ થઇ જાય છે એટલા માટે તેણે ભારતમાં કોઇ ચહેરાની મદદ લીધી. દિશા રવિએ ટુલકિટમાં એડિટ કર્યું છે. તેના સહયોગી શાંતનુ દિલ્હી આવ્યા હતા અને 20થી 27 સુધી દિલ્હીમાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news