Ambalal Patel: અંબાલાલ કાકાની આગાહી ન કરવા મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે કેટલાક લોકો અંબાલાલ કાકાને ખોટી રીતે કનળગત કરી રહ્યા છે. જેનાથી હેરાન થઈ તેમણે આગાહીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી લાખો કરોડો ખેડૂતોને નુકસાન થાય છે. મેં પણ અંબાલાલ કાકા સાથે ટેલિફોનિક વાતચીત કરી અને તેમને આગાહીઓ ચાલુ રાખવા કહ્યું છે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના સમર્થનમાં ભારતીય કિસાન સંઘ આવ્યું છે. ભારતીય કિસાન સંઘના આગેવાન આર કે પટેલ અંબાલાલ પટેલના ઘરે પહોંચ્યા છે.
Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Gandhinagar News:નવી દિલ્હી ખાતે આયોજિત 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવમાં ગુજરાતને પ્રતિષ્ઠિત ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-૨૦૨૬’ એનાયત. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે એવોર્ડ એનાયત; ગુજરાત સરકાર વતી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સન્માન સ્વીકાર્યું. ગુજરાતને અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના કૃષિક્ષેત્રે કરેલી નવતર પહેલોના પરિણામે વર્ષ 2009, 2014, 2018માં “શ્રેષ્ઠ કૃષિ રાજ્ય” તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ ૨૦૦૮માં મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. સ્વામીનાથનના પરામર્શથી શરૂ થયો હતો પ્રતિષ્ઠિત “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ”. રાષ્ટ્રીય સન્માન રાજ્યના પરિશ્રમી ખેડૂતો અને કૃષિ વિભાગના કર્મયોગીઓને સમર્પિત.
Gandhinagar News:તમે છોડ વાવવા માંગો છો પરંતુ નજીકની ગુજરાત વન વિભાગની નર્સરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે? તો હવે તેનો એક સરળ ઉપાય છે. બસ 8320002000 મોબાઇલ નંબર પર ડાયલ કરો. આ કૉલ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે અને તમારા મોબાઈલ ફોન પર એક લિંક સાથેનો SMS આવશે. આ લિંક ખોલવાથી વન વિભાગની તમામ નર્સરીઓની વિગતો મળી જશે.
Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Gandhinagar News:ખેડૂતોના હિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયનો માત્ર ૨૪ કલાકમાં જ પરિપત્ર જાહેર. વડાપ્રધાનની મુલાકાત અને અન્ય વ્યસ્તતા વચ્ચે પણ સરકારે માત્ર એક જ દિવસમાં પરિપત્ર જાહેર કરીને ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલા ખેડૂત હિતલક્ષી નિર્ણયનો આજે સાંજે વિગતવાર પરિપત્ર જાહેર કરાયો. વિવિધ વિભાગો, મંત્રીઓ અને સચિવઓના અભૂતપૂર્વ સંકલનથી ટૂંક જ સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરાઈ. ખેડૂતોની માંગણીઓને માન આપીને જંત્રીના બદલે પ્રવર્તમાન બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવવાનો ઉદાર નિર્ણય
Bhat Circle Overbridge Inauguration By CM Patel:અમદાવાદ-ગાંધીનગર જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજનુ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે, દૈનિક 1.50 લાખ જેટલા વાહનો ચાલકોને ફાયદો થશે. અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ટ્રાફિકમાંથી મુક્તિ મળી રહી છે. જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજનું 175 કરોડના ખર્ચે નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.
Gandhinagar News: ગુજરાતમાં લગભગ ₹1.24 લાખ કરોડનું રોકાણ ધરાવતા 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ થકી આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વ્યાપક રાજ્ય સહાય પૂરી પાડતી સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. ગુજરાતમાં વિવિધ સહાયક અને આધારભૂત ઉદ્યોગોની સ્થાપના દ્વારા વ્યાપક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનો થઈ રહ્યો છે ઝડપી વિકાસ.
Gandhinagar News:ફોજદારી કેસોમાં નિર્દોષ છૂટતા આરોપીઓના કિસ્સામાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આરોપીઓ નિર્દોષ છૂટશે તો પોલીસ અધિકારી તથા પબ્લિક પ્રોસિક્યુટર સામે તપાસ થશે. પ્રોસિક્યુશન કે તપાસમાં ભૂલ હશે તો મોટી જવાબી કાર્યવાહી થશે. કેસોની સમીક્ષા માટે ચાર સભ્યોની સમિતિ રચાશે. જેમાં ડિરેક્ટર પ્રોસિક્યુશન, ડિજીપી લો એન્ડ ઓર્ડર તથા નાયબ સચિવ કક્ષામાં બે અધિકારીઓને સમાવેશ થશે.
Gandhinagar News:ગુજરાત સરકાર દ્વારા UPSC (સંઘ લોક સેવા આયોગ)ની તૈયારી કરતા રાજ્યના તેજસ્વી ઉમેદવારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે પ્રોત્સાહન સહાયના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્પીપા (SPIPA) અને તેના અધિકૃત તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને તેમની તૈયારીના દરેક તબક્કે મોટી આર્થિક રાહત મળશે.
Gandhinagar Fraud: ગાંધીનગરના કુડાસણમાં થયેલા હુમલામાં મોટો ખુલાસો થયો છે. રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો મામલો ગાંધીનગરમાં સામે આવ્યો છે.
Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
PM eBus Sewa: ગાંધીનગર સ્માર્ટ સિટી બનવા તરફ વધુ એક ઐતિહાસિક કદમ ભરી રહ્યું છે. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 'PM eBus Sewa'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં ઈ બસો દોડતી થશે. કુલ 100 બસો દોડાવવાનું મહાનગરપાલિકાનુ આયોજન છે. પ્રથમવાર તબક્કામાં 40 બસો દોડાવવામાં આવશે. આ ઇ-બસોને તમામ સુવિધાઓ સાથે આધુનિક બસ બનાવવામાં આવી છે.
Gandhinagar Coast Guard Cop Shoots Himself: ગાંધીનગરના સેક્ટર-1 વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે આવેલી કોસ્ટ ગાર્ડની ઓફિસ નજીક આજે એક દુર્ઘટના બની હતી. જેમાં 43 વર્ષીય કોસ્ટ ગાર્ડ જવાન હસમુખ પ્રજાપતિને કોઈ અગમ્ય કારણોસર ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતાં જ ઈજાગ્રસ્ત જવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
Gandhinagar News: મહી નદી પર રૂ. ૧૭૦૦ કરોડના ખર્ચે સાકાર થશે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ’, ત્રણ જિલ્લાના વિકાસને મળશે નવી દિશા. ધુવારણ પાસે મહી નદી પર બનશે ભવ્ય બેરેજ, ખારાશ ઘટશે અને અંતરમાં ૭૫ કિમીનો મોટો ઘટાડો થશે. ચરોત્તરથી ભરૂચ સુધીનો વિસ્તાર બનશે સમૃદ્ધિનું નવુ સરનામું. બદલપુર બેરેજ યોજનાને મળી સૈદ્ધાંતિક મંજૂરી
Gandhinagar News: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. જે સંદર્ભે ગાંધીનગરમાં મધરાતે Dy.CM હર્ષ સંઘવીની 'મેગા બેઠક' વહેલી સવાર સુધી ચાલી હોવાની વાત સામે આવી છે. હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી. જ્યાં તેમણે ખાખીને કડક આદેશ આપ્યા છે કે કાયદો અને વ્યવસ્થામાં કોઈ બાંધછોડ નહીં ચાલે.
Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Gandhinagar News: રાજ્યમાં ચોમાસું ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના અભાવે સિંચાઈ માટે વધતી મુશ્કેલી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કૃષિ ફીડરોમાં હવે 8 નહીં, 10 કલાક વીજ પુરવઠો મળશે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે તેના માટે સૂચના જાહેર કરી દીધી છે. GUVNL, GETCO અને SLDCને તાત્કાલિક અમલના આદેશ પણ અપાઈ ગયા છે.
Mahisagar:રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ધનવંતરી આયુર્વેદ કોલેજના 188 વિદ્યાર્થીઓનું વર્ષ હવે નહીં બગડે, કારણ કે અન્ય સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોમાં ટ્રાન્સફર કરાશે. નિયમોના ઉલ્લંઘન બદલ ધનવંતરી આયુર્વેદ કોલેજનું જોડાણ રદ થશે, વિદ્યાર્થીઓને 'સુપરન્યુમરી' બેઠકો પર પ્રવેશ અપાશે.
માનવતા અને ત્વરિત પોલીસ સંકલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા ગાંધીનગર પોલીસ દ્વારા ગુરૂવારે એક સફળ ગ્રીન કોરિડોરનું આયોજન કરીને એક બ્રેઈન ડેડ યુવતીના અમૂલ્ય અંગોને સમયસર અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અલ-નીનોના સંભવિત પડકારો સામે ગુજરાતનું સમગ્ર વહીવટી તંત્ર સજ્જ. નર્મદા પાઇપલાઈનથી ૩ કિ.મી વિસ્તારના તળાવો ભરવાની મર્યાદાને વધારીને 7 કિ.મી કરવાનો મુખ્યમંત્રીનો નિર્ણય; પીવાના પાણી માટે રાજ્યના ૩૦૦ તળાવો અને સૌરાષ્ટ્રના વિવિધ ડેમ ભરવા આદેશ અપાયા છે. અલ-નીનોના પડકાર સામે કૃષિ, સિંચાઈ, પાણી પુરવઠો, નર્મદા અને મહેસૂલ વિભાગનું સંકલિત માઇક્રો-પ્લાનિંગ. પશુઓ માટે પૂરતા ઘાસચારાની વ્યવસ્થા કરવા આદેશ; હાલમાં ૨ વર્ષ સુધી ચાલે એટલો ઘાસચારાનો સ્ટોક રાજ્યમાં ઉપલબ્ધ.
Gujarat's Politics: ગુજરાતના રાજકારણમાં ચૂંટણી ભલે ૨૦૨૭માં હોય પણ પડદા પાછળની ગણતરીઓ અને લોબિંગ અત્યારથી જ શરૂ થઈ ગયું છે. ગુજરાતની સત્તાનો રસ્તો પાટીદાર વોટબેંકથી જ પસાર થાય છે, અને આ વાત ભાજપ હાઈકમાન્ડ ખૂબ સારી રીતે જાણે છે. 2027ની વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભાજપે અત્યારથી જ પાટીદાર સમાજ પર પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે એક અત્યંત વ્યૂહાત્મક રણનીતિ શરૂ કરી દીધી છે. ભાજપને સૌથી વધારે ડર એ સૌરાષ્ટ્ર માટે છે.