46 વર્ષ પહેલા માર્ચમાં ભારતીય લોકશાહીએ એક એવો વળાંક લીધો કે,કોઈએ કલ્પના નહોતી કરી

Rahul Gandhi Disqualified : એક સમયે ઈન્દિરા ગાંધીની સદસ્યતા છીનવાઈ ગઈ... ઈન્દિરા ગાંધીને દેશભરમાં સહાનુભૂતિ મળવા લાગી, સંસદમાં અવાજ ઉઠવા લાગ્યો કે ઈન્દિરા ગાંધી સાથે ખોટું થયું છે. અને એક જ મહિનામાં લોકસભામાં ફરી એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો જેને પાસ કરી સદસ્યતા બહાલ કરવામાં આવી. આ બધું કેવી રીતે થયું અને દેશમાં શું પ્રતિક્રિયા આવો એની પાછળની કહાની પણ રસપ્રદ છે
 

46 વર્ષ પહેલા માર્ચમાં ભારતીય લોકશાહીએ એક એવો વળાંક લીધો કે,કોઈએ કલ્પના નહોતી કરી

E Samay Ni Vat Che ચિંતન ભોગાયતા/અમદાવાદ : તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ થઈ ગયું. આ વિષય ઘણો ચર્ચામાં રહ્યો. .પણ શું તમે જાણો છો દેશના ઈતિહાસમાં આ પહેલી એવી ઘટના નથી જ્યારે કોઈ સાંસદનું સભ્યપદ રદ થયું હોય. આ પહેલા રાહુલ ગાંધીના જ દાદી અને દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી સાથે પણ આવું થયું છે. આ એ સમયની વાત છે જ્યારે વર્ષ હતું 1977-78...દેશમાં હતી જનતા પાર્ટીની સરકાર...આ એ સમય હતો જ્યારે લોકસભામાં પાસ થયેલા પ્રસ્તાવે સૌ કોઈને ચોંકાવી દીધા હતા...કારણ કે પૂર્વ પ્રધાનમંત્રીની સદસ્યતા છીનવાઈ ગઈ હતી...જી હાં ઈન્દિરા ગાંધીની સદસ્યતા છીનવાઈ ગઈ...

ઈન્દિરા ગાંધીને દેશભરમાં સહાનુભૂતિ મળવા લાગી, સંસદમાં અવાજ ઉઠવા લાગ્યો કે ઈન્દિરા ગાંધી સાથે ખોટું થયું છે. અને એક જ મહિનામાં લોકસભામાં ફરી એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો જેને પાસ કરી સદસ્યતા બહાલ કરવામાં આવી. આ બધું કેવી રીતે થયું અને દેશમાં શું પ્રતિક્રિયા આવો એની પાછળની કહાની પણ રસપ્રદ છે.

થોડા પાછળ જઈએ વર્ષ 1975માં ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી. લોકોના મૂળઅધિકાર છિનવી લેવાયા, વિપક્ષી દળના નેતાઓથી જેલ ભરાવા લાગી. દબાણ હટાવવા અને નસબંધીના નામ પર જે અભિયાન ચલાવાયું તેનાથી જનતા પણ નારાજ થઈ ગઈ. એટલા માટે 1977માં કટોકટી હટાવી ચૂંટણી યોજાઈ તો તેઓ ખરાબ રીતે હારી ગયા. 

1977 ના માર્ચ મહિનામાં ભારતીય લોકશાહીએ એક એવો વળાંક લીધો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા. ઈન્દિરા અને સંજય ગાંધીને અમેઠી અને રાયબરેલીથી હારનો સામનો કરવો પડ્યો. 

આ પછી ઈન્દિરા ગાંધી અને તેમનો પરિવાર ઘણો એકલો પડી ગયો. તેમના વફાદાર પણ તેમનો સાથ છોડવા લાગ્યા હતા. ઈન્દિરા ગાંધી હારના બે-ત્રણ મહિના સુધી તો સદમામાં રહ્યા. 

એક વખત જનતા પાર્ટીની સરકારે એક રાત્રે ઈન્દિરા ગાંધીની ધરપકડ કરી લીધી. જેનાથી દેશભરમાં ઈન્દિરાજી પ્રત્યે સહાનુભૂતિનો માહોલ બનવા લાગ્યો. જનતા પાર્ટીની સરકાર તો તેમને હરિયાણા જેલમાં રાખવા માગતી હતી પણ એવું ન કરી શકે. હકીકતમાં તો આ એક નાટકીય ધરપકડ હતી. ધરપકડની બરાબર પહેલા કંઈક આવું થયું હતું.

જે સમયે ઈન્દિરા ગાંધીની ધરપકડ થઈ તે સમયે તેઓ બહુ સારી રીતે જાણતા હતા કે સમયનો લાભ કઈ રીતે ઉઠાવવો. તેમણે પોલીસને પાંચ કલાક રાહ જોવડાવી. જેવા ઈન્દિરા ગાંધી બહાર આવ્યા પત્રકારો ત્યાં આવી પહોંચ્યા હતા. પ્રેસના કેમેરા તેમની તસવીર લેવા લાગ્યા, ભીડ તેમને હારમાળા પહેરાવવા લાગી. તેઓ પોલીસની જીપમાં બેઠા. હરિયાણા બોર્ડર પર કાફલનાને ફાટકના કારણે ઉભા રહેવું પડ્યું તો ઈન્દિરા ગાંધીના વકીલોએ પોલીસ સાથે દલીલ શરૂ કરી દીધી કે વોરંટ વગર તેમને દિલ્હીની બહાર ન લઈ જઈ શકાય. આખરે પોલીસે પરત ફરવું પડ્યું. ઈન્દિરા ગાંધીજે જેલ લઈ જવાયા. આગલા દિવસે કોર્ટે તેમને મુક્ત કરવાનો હુકમ કર્યો અને ઈન્દિરા ગાંધીને ખુબ સહાનૂભુતિ મળી.

વર્ષ આવે છે 1978...ફરી ચૂંટણી આવે છે અને કર્ણાટકની ચિકમગલૂરથી 60 હજારથી વધુ મતોથી પેટાચૂંટણીઓ જીતીને ઈન્દિરા ગાંધી ફરી લોકસભામાં પહોંચે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news