મેડિકલ એસોસિએશને PM મોદીને લખ્યો પત્ર, રામદેવ વિરુદ્ધ 'દેશદ્રોહ'નો કેસ ચલાવવાની કરી માંગ

યોગ ગુરૂ બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની લડાઈ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચી છે. આઈએમએએ પીએમ મોદીને પત્ર લખી રામદેવ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

મેડિકલ એસોસિએશને PM મોદીને લખ્યો પત્ર, રામદેવ વિરુદ્ધ 'દેશદ્રોહ'નો કેસ ચલાવવાની કરી માંગ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી બાબા રામદેવ વિવાદોમાં છે. તેમણે એલોપથી પર આપેલા નિવેદન બાદ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ખુબ નારાજ થયું છે. આ વિવાદ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ બાબા રામદેવને પત્ર લખ્યો હતો, ત્યારબાદ બાબા રામદેવે પોતાનું નિવેદન પરત લીધુ અને દિલગીરી વ્યક્ત કરી હતી. તેમ છતાં હજુ આ મુદ્દો શાંત થયો નથી. હવે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કહ્યુ કે, પતંજલિના માલિક રામદેવ તરફથી વેક્સિનેશન વિરુદ્ધ ખોટા પ્રચાર પર પ્રતિબંધ લગાવવો જોઈએ. 

IMA એ કરી બાબા રામદેવ વિરુદ્ધ કાર્યવાહીની માગ
આઈએમએએ કહ્યું કે, એક વીડિયોમાં તે દાવો કરવામાં આવ્યો છે કે 10 લાખ ડોક્ટર અને લાખો લોકોના કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ મોત થઈ ચુક્યા છે. તેમના વિરુદ્ધ દેશદ્રોહ હેઠળ કેસ દાખલ કરવો જોઈએ. 

હાલમાં બાબા રામદેવ એલોપથી દવાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું અને વિવાદ વધ્યો તો પરત લીધુ હતું. આ પહેલા કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને બાબા રામદેવના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. ત્યારબાદ બાબા રામદેવે દિલગીરી વ્યક્ત કરતા પોતાનું નિવેદન પરત લીધું હતું. 

— ANI (@ANI) May 26, 2021

ફટકારી માનહાનીની નોટિસ
બીજીતરફ ઉત્તરાખંડ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવને એલોપથી અને ડોક્ટરો પર અપમાનજક ટિપ્પણી કરવા માટે માનહાનીની નોટિસ ફટકારી છે.  IMA એ રામદેવને 15 દિવસની અંદર માફી માંગવા કે 1000 કરોડ રૂપિયાનું વળતર આપવાનું કહ્યું છે. 

'દેશને christianity માં બદલવાનું ષડયંત્ર
આ વચ્ચે રામદેવના નજીકના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ તેને ષડયંત્ર ગણાવતા કહ્યુ કે, આઈએમએ સંગઠન હેઠળ એલોપથીક ડોક્ટરો દ્વારા દામદેવ દ્વારા આયુર્વેદને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. સોમવારે એક ટ્વીટમાં બાલકૃષ્ણએ કહ્યું કે, દેશને christianity માં બદલવાના ષડયંત્ર હેઠળ રામદેવને નિશાન બનાવી યોગ અને આયુર્વેદને બદનામ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું- દેશવાસીઓ ઉંઘમાંથી જાગો બાકી આવનારી પેઢીઓ તમને માફ કરશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news