બ્રેનમાં રહેલાં Dopamine થી મળે છે ખુશી, શું તમે હંમેશા ખુશ રહેવા માંગો છો? તો અપનાવો આ ફંડા
Trending Photos
નવી દિલ્લીઃ આજે આપણે વાત કરીશું હેપ્પી હોર્મોન્સની. જે આપણેને ખુશીને અહેસાસ કરાવે છે. જી હા, ડોપામાઈન મગજમાં રહેલું એક એવું કેમિકલ છે જેના વધવાથી અને ઘટવાથી આપણે ખુશ અને ઉદાસ રહીએ છીએ. આપણી બોડમાં ઘણા એવા હોર્મોન્સ હોય છે જે આપણે ખુશ અને સકારાત્મક રાખવા માટે જવાબદાર છે. સરળ ભાષામાં કહીએ તો, ડોપામાઈન એક એવું કેમિકલ મેસેન્જર છે જે મજગને કેટલીક સારી બાબતો માટે મોટિવેટ કરે છે.
જ્યારે મગજમાં મોટી સંખ્યામાં ડોપાઈમાન કેમિકલ રિલીઝ થાય છે ત્યારે કેટલીક સકારાત્મક ભાવનાઓ જેવી પ્રેરણા, યાદો, ખુશી અને સુકુન મનમાં ઉત્પન્ન થાય છે. બીજી બાજુ કેમિકલની સંખ્યા ઘટે ત્યારે લોકોમાં નિરાશા આવી જાય છે. જો કે, આ કેમિકલનુ વધતું કે ઘટવું તે માણસના મગજ અને ન્યુરોટ્રાન્સમીટર બેન્ડ્સ પર આધાર રાખે છે. પણ અમુક નેચરલ ઉપાય છે જેનાથી આ કેમિકલને વધારી શકાય છે. જો તમે ખુદને સકારાત્મત અને ખુશ રાખવા માગો છો તો આટલું કરી શકો છો.
1. પ્રોટીનનો ભરપૂર ઉપયોગ
હેલ્થલાઈન અનુસાર, પ્રોટીનમાં 23 પ્રકારના એમિનો એસિડ મળી આવે છે. જેમાંથી એમુક એમિનો એસિડ શરીરમાં ડોપામાઈન કેમિકલને બનાવવાનું કામ કરે છે. એક સંશોધનમાં સામે આવ્યું કે, પ્રોટીન રીચ ફૂડમાં રહેલા આ એમિનો એસિડા કારણે મગજમાં ડોપામાઈન લેવલ ઝડપથી વધ્યું અને તેનાથી ડીપ થિંકિગ અને મેમરી પાવર પણ ઝડપથી ઈમ્પ્રુવ થઈ.
2. ઓછામાં ઓછા સૈચ્યુરેટેડ ફેટનો કરો ઉપયોગ
રિસર્ચમાં સામે આવ્યું છે કે, સૈચ્યુરેડેટ ફેટ જેમ કે, એનિમલ ફેટ, બટર, ફુલ ફેટ ડેરી, પામ ઓયલ, કોકોનટ ઓયલનું વધ પડતું સેવન ન કરવું. કેમ કે, તેનાથી મગજમાં ડોપામાઈનનું લેવલ ઘટી જાય છે. માટે બની શકે ત્યાં સુધી ભોજનમાં સૈચ્યુરેટેડ ફેટનો ઓછામાં ઓછો ઉપયોગ કરો.
3. પ્રોબાયોટિકો કરો ઉપયોગ
વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, આંતરડાનો મગજ સાથે સંબંધ વધુ હોય છે. માટે આંતરડાનું હેલ્દી હોવું ખૂબ જરૂરી છે. આંતરડામાં જો ગુડ બેક્ટિરિયા હેલ્દી રહેશે તો તે મગજમાં ડોપામાઈન લેવલને વધારવામાં મદદ કરશે. જેની અસર મૂડ અને બિહેવિયર પર પડશે. માટે પ્રોબાયોટિક પ્રોડક્ટનું સેવન ખૂબ જરૂરી છે.
4. કસરત કરવી જરૂરી
એક સંશોધનમાં સામે આવ્યું છે કે, એક સપ્તાહમાં 6 દિવસ એક એક કલાક રોજ યોગા કરવામાં આવે તો તેની અસર ડોપામાઈન લેવલ પર થાય છે. તેની અસર પાર્કિંસન જેવી બીમારી પર પણ પડે છે, જે મગજમાં ડોપામાઈન લેવલ ઘટવાથી થાય છે. માટે જો તમે દરરોજ કસરત કરો તો તમારો મૂડ તો સારો રહેશે જ પણ તમે
અનેક બીમારીઓથી પણ બચશો.
5. પૂરતાં પ્રમાણમાં ઊંઘ
ઊંઘની કમી મગજના આ કેમિકલને સીધી અસર કરે છે. પૂરતાં પ્રમાણમાં ઊંઘ ન મળે તો બોડીનું નેચરલ ડોપામાઈન રિધમ ડિસ્ટર્બ થઈ જાય છે અને તમે સાઈકોલોજિકલ ડિઝીઝનો ભોગ બનો છો. માટે પૂરતાં પ્રમાણમાં ઊંઘ લેવી ખૂબ જરૂરી છે.
6. મ્યૂઝિક અને મેડિટેશન
એક સંશોધનમાં સામે આવ્યું છે કે, મ્યૂઝિક સાંભળવાથી લોકોના મગજમાં 9 ટકા ડોપામાઈન ઈન્ક્રિઝ થયું. બીજી એક અન્ય શોધમાં સામે આવ્યું તે, એક કલાક મેડિટેશનથી 64 ટકા ડોપામાઈનમાં વધારો થાય છે. માટે પોતાના રૂટિનમાં મ્યૂઝિક અને યોગને શામિલ કરો.
7. સનલાઈટ જરૂરી
જો તમે ડિપ્રેશન મહસૂસ કરી રહ્યા છો અને નકારાત્મક વિચારો તમને પરેશાન કરે છે તો ઘરમાં અંદર રહેવાને બદલે બહાર નીકળો અને સનલાઈટમાં રહો. સનલાઈટનું એક્સપોઝર આપણા શરીરમાં રહેલા ડોપામાઈનને બૂસ્ટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે