JEE Advanced Result જાહેર, આર કે શિશિરે કર્યું ટોપ

JEE Advanced Result Out: જેઇઇ એડવાન્સ (JEE Advanced Result) દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ અનુસાર આ પરીક્ષામાં આરકે શિશિરે ટોપ કર્યું છે. IIT બોમ્બે ઝોનના આરકે શિશિર JEE Advanced 2022 માં કોમન રેન્ક લિસ્ટમાં ટોપ પર રહ્યા છે. તે

JEE Advanced Result જાહેર, આર કે શિશિરે કર્યું ટોપ

JEE Advanced Result Out: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, આઇઆઇટી બોમ્બે/IIT Boambay દ્રારા JEE Advanced Result નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામને લઇને રવિવારે 11 સપ્ટેમ્બર 2022 ના રોજ ઓનલાઇન મોડમાં જાહેર કરવામાં આવ્યું છે. જે પણ ઉમેદવાર એન્જીનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આયોજિત આ પ્રવેશ પરીક્ષામાં સામેલ થયા હતા, તે પોતાના પરિણામને  JEE Advanced ની ઓફિશિયલ વેબસાઇટ  jeeadv.ac.in પર જઇને ચેક કરે અને ડાઉનલોડ કરી શકે છો. 

આરકે શિશિ બન્યા ટોપર
જેઇઇ એડવાન્સ (JEE Advanced Result) દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ અનુસાર આ પરીક્ષામાં આરકે શિશિરે ટોપ કર્યું છે. IIT બોમ્બે ઝોનના આરકે શિશિર JEE Advanced 2022 માં કોમન રેન્ક લિસ્ટમાં ટોપ પર રહ્યા છે. તેમણે 360 માર્ક્સમાંથી 314 માર્ક્સ હાંસલ કર્યા છે. ફીમેલ સ્ટૂડેન્ટમાં IIT દિલ્હીની તનિષ્કા કાબરાએ ટોપ કર્યું છે. પરંતુ તેમનો સીઆરએલ 16 છે. તેમણે 360 માંથી 227 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. 

રેન્ક 1: આરકે શિશિર

રેન્ક 2: પોલુ લક્ષ્મી સાઈ લોહિત રેડ્ડી

રેન્ક 3: થોમસ બિજુ ચિરામવેલી

રેન્ક 4: વાંગપલ્લી સાઈ સિદ્ધાર્થ

રેન્ક 5: મયંક મોટવાણી

રેન્ક 6: પોલિસેટી કાર્તિકેય

રેન્ક 7: પ્રતિક સાહુ

રેન્ક 8: ધીરજ કુરુકુંડ

રેન્ક 9: મહિત ગઢીવાલા

રેન્ક 10: વેચ્ચા જ્ઞાન મહેશ

આ રીતે ચેક કરો પરિણામ?
- JEE Advance ની ઓફિશિયલ વેબસાઇટ jeeadv.ac.in પર જાવ. 
- તમે ડાયરેક્ટ અહીં ક્લિક કરીને પણ પરિણામ જોઇ શકો છો.
- આ પેજ પર લોગિન વિગતો ભરો અને સબમિટ કરો.
- તમારું પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.
- પરિણામ તપાસો અને  પેજ ડાઉનલોડ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news