મહાભારતમાં દ્રૌપદીએ કરી હતી આ ગંભીર ભૂલો, દ્રૌપદીએ જ ભાઈઓ વચ્ચે ઝેરના બીજ રોપ્યા હતા

આજે અમે તમને દ્રૌપદીની એ પાંચ ભૂલો વિશે જણાવીશું, જેને કારણે ભારત વર્ષનો ઈતિહાસ બદલાઈ ગયો અને આ ભૂલો મહાભારતના યુદ્ધનું કારણ બન્યું

મહાભારતમાં દ્રૌપદીએ કરી હતી આ ગંભીર ભૂલો, દ્રૌપદીએ જ ભાઈઓ વચ્ચે ઝેરના બીજ રોપ્યા હતા

અમદાવાદ :મહાભારતમાં દરેક પાત્રનું યોગદાન છે, દરેક પાત્ર મહત્વનું છે. પિતામહ ભીષ્મથી લઈન દ્રૌપદી સુધીના દરેક પાત્રની ભૂમિકા મહાભારતમાં ખાસ રહી. આ પાત્રો આપણને જીવનમાં શું સારુ કરવું અને ખરાબ ન કરવું તે શીખવાડે છે. મહાભારતમાં દ્રૌપદી સૌથી મહત્વનું પાત્ર હતા. જેમણે પાંચ પાંડવોની પત્ની હોવાની સાથે સ્વાભિમાની મહિલા અને એક ધર્મપરાયણ નારી હતા. તેમના ચરિત્ર પર જ્યારે સવાલ ઉઠાવાયા અને તેમને અપમાનિત કરવામાં આવ્યા તો તેમનામાં પ્રતિશોધની જ્વાળા સળગી હતી અને તેમણે બદલો લેવાનું પ્રણ લીધુ હતુ. ત્યારે થયુ હતુ મહાભારતનું યુદ્ધ. દ્રૌપદીએ પણ પોતાના જીવનકાળમાં અનેક ભૂલો કરી હતી, જે પાછળ જતા ભારે પડી હતી. આજે અમે તમને દ્રૌપદીની એ પાંચ ભૂલો વિશે જણાવીશું, જેને કારણે ભારત વર્ષનો ઈતિહાસ બદલાઈ ગયો અને આ ભૂલો મહાભારતના યુદ્ધનું કારણ બન્યું.  

પાંડવોની પત્ની બનવાનુ સ્વીકર્યું
દ્રૌપદી સ્વંયવરમાં એકમાત્ર અર્જુને દ્રૌપદીને જીતી લાવ્યા હતા. પંરતું દ્રૌપદી પાંચેય પાંડવોના પત્ની બન્યા. જો તેઓ આ શરત સ્વીકારતા નહિ તો કદાચ ઈતિહાસ અલગ હોત. દ્રૌપદીએ કુંતી અને ઋષિ વ્યાસના કહેવા પર પાંચેય પાંડવો સાથે વિવાહ કરવાનું સ્વીકાર્યું. જો દ્રૌપદી પાંચેય પાંડવોના પત્ની ન હોત તો તેમને અપમાનનો સામનો કરવો પડ્યો ન હોત અને મહાભારતનું યુદ્ધ પણ ન થાત.  

દુર્યોધનનું અપમાન કર્યું
ઈન્દ્રપ્રસ્થમાં યુધિષ્ઠિરના રાજ્યાભિષેકના સમયે જ દ્રૌપદીએ મહાભારતના બીજ રોપ્યા હતા. રાજમહેલની વચ્ચે બનેલા માયાવી કુંડમાં જ્યારે દુર્યોધન પડી ગયા, તો દ્રૌપદીએ તેમને આંધળાના પુત્ર કહીને અપમાનિત કર્યા હતા. તેનો બદલો દુર્યોધને તેમને જુગારમાં જીતીને રાજસભામાં નિર્વસ્ત્ર કરીને લીધો હતો. તેના પ્રતિકાર સ્વરૂપ પાંડવોએ બદલો લેવાનું નક્કી કર્યું અને મહાભારત યુદ્ધનો પાંયો નંખાયોય   

પાંડવોને યુદ્ધ કરવા પ્રેરિત કર્યાં
દ્રૌપદી વસ્ત્રાહરણ બાદ દ્રૌપદીએ પાંડવોને કહ્યું કે, જો દુર્યોધન અને તેના ભાઈઓ સાથે તેઓ બદલો નહિ લે તો તમે પાંચેયને ધિક્કાર છે. દ્રૌપદીએ ભીમને કહ્યું કે, જ્યા સુધી તુ મારા વાળ માટે દુશાસનની છાતીનું રક્ત નહિ લાવે ત્યાં સુધી તે વાળ ખુલ્લા રાખશે. તેના બાદ ભીમે પ્રણ લીધા કે, તે દુર્યોધનની જાંઘને ગદાથી તોડશએ અને દુશાસનની છાતીનું રક્ત લાવશે. તો કર્ણએ દ્રૌપદી ચીરહરણના સમયે કહ્યુ હતું કે, જે સ્ત્રી પાંચ પતિઓ સાથે રહી શકે છે, તેનું શુ સન્માન. આ વાત દ્રૌપદીને કણાની જેમ ખૂંચ હતી, અને તે હંમેશાથી અર્જુનને આ વાત માટે ઉકસાવતા હતા કે તેમને કર્ણનું વધ કરવાનું છે. 

જયદ્રથની ખરાબ નજર
વનવાસ દરમિયાન જ્યારે જયદ્રથે દ્રૌપદીને જબરદસ્તીથી પોતાના રથ પર બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે પાંડવો આવી ગયા હતા, અને દ્રૌપદીને છોડાવીને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યારે દ્રૌપદીએ જયદ્રથનું વધ કરતા પાંડવોને રોક્યા હાત, અને તેને અપમાનિત કરીને તેને છોડ્યો હતો. આ કારણે યુદ્ધમાં જયદ્રથે ચક્રવ્યૂમાં ફસાયેલા અર્જુનના પુત્ર અભિમન્યુને મારી નાંખ્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news