ઉત્તરપ્રદેશમાં કાયદો વ્યવસ્થામાં સુધારાની જરૂર: રાજ્યપાલ નઇક

પ્રદેશનાં રાજ્યપાલ રામ નઇકે શાળાનાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેઠી પહોંચ્યા હતા

ઉત્તરપ્રદેશમાં કાયદો વ્યવસ્થામાં સુધારાની જરૂર: રાજ્યપાલ નઇક

અમેઠી : પ્રદેશનાં રાજ્યપાલ રામ નઇક એક શાળાનાં વાર્ષિક ઉત્સવલ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેઠી પહોંચ્યા હતા. મીડિયાએ જ્યારે તેમને ઉત્તરપ્રદેશની કાયદો અને વ્યવસ્થા મુદ્દે સાલ કર્યો તો તેમણે કહ્યું કે, કાયદો વ્યવસ્થામાં જરૂર સુધારો થયો છે, પરંતુ તેમાં વધારે સુધારો કરવાનો જરૂર છે. તેમણે કહ્યું કે, પુર્વવર્તી સરકારમાં પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી બગડી ગઇ છે. તેમાં 80 ટકા સુધારો થયો અને 20 ટકા સુધારાની જરૂર છે. 

પ્રદેશની કાયદો અને વ્યવસ્થાનાં મુદ્દે રાજ્યપાલ રામ નઇકે કહ્યું કે, આ બે દ્રષ્ટીએ જોવાઇ શકે છે. પહેલું વલણ એવું છે કે કયા પ્રકારની ઘટનાઓ થઇ રહી છે, તેનું શું પરિણામ થઇ રહ્યું છે અને કુલ થઇને એવી કેટલી ઘટનાઓ થઇ રહી છે. જો આ પાસાઓ પર નજર કરીએ તો નિશ્ચિત રીતે એવી ઘટનાઓમાં ઘટાડો આવ્યો છે. આ કારણથી ઇવેસ્ટર સમિટનું આયોજન સફળ રહ્યું અને દેશ વિદેશનાં ઇન્વેસ્ટર્સ ઉત્તરપ્રદેશમાં રોકાણ કરવા માટે તૈયાર છે. 

20 ટકા સુધારો કરવાની જરૂરિયા   રાજ્યપાલ
આ નિવેદન અંગે તેમણે કહ્યું કે, પુર્વવર્તી સરકારો દરમિયાન પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી ખુબ જ કથળી છે. જો કે આ સરકારે ખુબ જ કામ કર્યું છે. 80 ટકા સુધારો કરી લીધો છે, પરંતુ હજી પણ 20 ટકાનો સુધારો કરવાની જરૂર છે. 

જિન્ના વિવાદ અંગે કોઇ ટીપ્પણી નહી
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જિન્ના વિવાદનાં મુદ્દે રાજ્યપાલે કહ્યું કે, હાલ આ મુદ્દે રાષ્ટ્રપતિએ દખલ કર્યું છે. તેઓ જરૂર આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરશે. જ્યારે તેમણે પોતે આ મુદ્દે દખલ કર્યો છે તો હું આ અંગે વધારે કંઇ પણ બોલવું યોગ્ય સમજતો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news