law and order

AHMEDABAD માં કાયદો વ્યવસ્થાની ખસ્તા હાલત, સામાન્ય તકરારમાં હત્યાના બનાવથી ચકચાર

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ફરી એક વખત સામાન્ય તકરારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. 22 વર્ષીય યુવકને અગાઉની અદાવતમાં ધ્યાનમાં રાખી માર મારવામાં આવ્યો. જોકે સારવાર દરમિયાન યુવકનું મોત થતા દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોધી એક આરોપીને અટકાયત કરી છે.

Aug 31, 2021, 08:51 PM IST

ગુજરાતમાં કાયદો વ્યવસ્થાના ચિંથરે હાલ, અમદાવાદના પોશ વિસ્તારમાં પરિવારને બંધક બનાવી લૂંટ

શહેરના શેલા બોપલ વિસ્તારમાં આવેલા sky city ટાઉનશીપમાં લૂંટની ઘટના સામે આવી છે. સ્કાય સીટી ટાઉનશીપની અંદર આવેલ arcus સોસાયટીના બંગલા નંબર 98માં લૂંટારુઓએ બંગલામાં ઘૂસી લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. સ્કાય સીટીના Arcus સોસાયટીના બંગલા નંબર 98 માં ગત રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે પરિવારનાં સભ્યો ઘોર નિદ્રામાં હતા તે વખતે ચાર જેટલા શખ્સો બંગલાની દીવાલ પ્રવેશ કર્યો હતો. બંગલામાં પ્રવેશ કરવા માટે કોઈ જગ્યા ન મળતાં લૂંટારુએ લોખંડની જાળીનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો. જોકે પરિવારને જાણ થતાં બેટરી કરીને જોતા લૂંટારુઓએ હથિયાર બતાવીને પહેરેલા દાગીના પડાવી લીધા હતા. ધમકી આપીને લૂંટારાઓ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ હતી.

Aug 31, 2021, 08:33 PM IST

કાયદો અને બંધારણ બધુ જ હિન્દુ બહુમતી છે ત્યાં સુધી છે, પછી અરાજકતા સિવાય બીજુ કંઇ જ નહી હોય

ગુજરાતના પ્રથમ ભારત માતાના મંદિરનું નિર્માણ કરાયું છે. ભારતત માતાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મસભાનું પણ આયોજન થયું હતું ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા VHP અને RSS ના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં નીતિન પટેલનું એક નિવેદન ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત ત્યાં સુધી જ ચાલશે, જ્યાં સુધી હિંદુઓ બહુમતીમાં છે. જો હિંદુઓ લઘુમતી થઇ ગયા તો ન તો કોઇ કોર્ટ કચેરી હશે ન કોઇ કાયદો. 

Aug 28, 2021, 04:15 PM IST

AHMEDABAD માં કાયદો અને વ્યવસ્થા ક્યા? ફરી એકવાર હત્યાના બનાવથી ચકચાર

શહેરમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં ૪૦ વર્ષીય યુવકને અજાણ્યા ઇસમો દ્વારા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશ માં આવતા પોલીસ એ તપાસ શરુ કરી છે.

Aug 1, 2021, 01:51 AM IST

રાત્રિ કરફ્યૂમાં અમદાવાદી યુવકોનું કારસ્તાન, 10 થી વધુ કેક કાપીને કરી ઉજવણી

હાલ ગુજરાતના 36 શહેરોમાં કરફ્યૂ છે, ત્યારે અમદાવાદમાં પણ કરફ્યૂ ચાલી રહ્યો છે. આવામાં અનેક લોકો કરફ્યૂનો ભંગ કરતા દેખાય છે. ત્યારે અમદાવાદના કરફ્યૂમાં રાત્રિના સમયે ટોળા જામીને કેક કાપવાના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર આવી ઉજવણી જોવા મળી છે. અમદાવાદમાં કરફ્યૂ સમયે તલવારથી કેક કાપી ઉજવણી કરવામાં આવી છે. 

May 11, 2021, 03:47 PM IST

કચ્છ: રાપરમાં જાહેરમાં વકીલની ઘાતકી હત્યાથી ચકચાર, કાયદો અને વ્યવસ્થા બન્યા મજાક

કચ્છના રાપરતમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. રાપરમાં જાહેરમાં વકીલ દેવજીભાઇ મહેશ્વરીની ઘાતકી હત્યા થઇ હતી. જેના કારણે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ઉઠી રહ્યા છે. વ્યવસાયે વકીલ તેવા વ્યક્તિની હત્યા થઇ જતા સમગ્ર રાપરમાં ચકચાર મચી જવા પામી છે. 

Sep 25, 2020, 11:11 PM IST

પોલીસવડાની મહત્વની જાહેરાત, આગામી ત્રણ-ચાર દિવસ શ્રમિકો માટે ઓરિસ્સા જવાની ટ્રેન નહિ ઉપડે

રાજ્યમાં લોકડાઉન વચ્ચે કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતા પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, છેલ્લા અનેક દિવસોથી શ્રમિકોને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે. આ માટે સંબંધિત રાજ્ય દ્વારા અપાતી વ્યવસ્થા કે પ્રક્રિયામાં વિલંબ થવો શક્ય છે. તેથી અફવાઓમાં આવીને અને નાના વિલંબને કારણ બનાવીને શ્રમિકો દ્વારા તંત્ર સાથે સંઘર્ષમાં ઉતરવાના બનાવો બન્યો છે. આવા બનાવો ચલાવી લેવામાં નહિ આવે. આજે રાજકોટમાં રાપરમાં શ્રમિકો દ્વારા ટ્રેન રદ થવાને કારણે કેટલાક લોકો દ્વારા કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં પોલીસ અને મીડિયા પર હુમલો થયો હતો. આ પ્રકારનું કૃત્ય કરનારા સામે ગુનો દાખલ કરાયો છે. મારી લોકોને અપીલ છે કે ,ધીરજ ગુમાવવીને પોલીસ, સ્થાનિક તંત્ર અને મીડિયા સાથે સંઘર્ષમા ન ઉતરે. કેટલાક કારણોસર ટ્રેન રદ થાય, અને વિલંબ થાય તો ફરી વ્યવસ્થા તરત કરવામાં આવશે. શ્રમિકોને શક્ય વહેલા તેમના વતનમાં મોકલાવમાં આવશે. 

May 17, 2020, 04:57 PM IST

કચ્છની મસ્જિદમાં માઇક પર ભડકાઉ ભાષણ કરનારાને પાસામાં મોકલાયો - પોલીસ વડા

લોકડાઉનમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લૉકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં રાજ્યના નાગરિકોને કોરોનાના સંક્રમણમાંથી બચાવવા માટે તમામ જગ્યાએ યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવાઈ છે. લોકહિત માટે પોલીસ કામગીરી કરી રહી છે, ત્યારે નાગરિકો પોતે તકેદારી રાખે અન્ય પાસે પણ તકેદારી રખાવે તે જરૂરી. આવશ્યક ચીજ-વસ્તુઓના વેચાણમાં પણ દુકાનદારો અને નાગરિકો યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને તંત્રને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. રાજ્યના રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવિશેષ તકેદારી રાખવી જરૂરી હોય આ વિસ્તારમાં અગાઉની જેમ જ લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાશે અને તે માટે પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

May 15, 2020, 06:13 PM IST

DGPની ચેતવણી, ખોટા પાસ લઈને ફરશો નહિ, પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર કરશો તો ગુનો નોંધાશે

રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે ડીજીપી શિવાનંદ ઝા (Shivanand Jha) એ જણાવ્યું કે, જે પરપ્રાંતિયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહિ. સંબંધિત જિલ્લા કલેકટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે. એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતીયોએ ત્યાં જવું હિતાવહ નથી.

May 8, 2020, 06:26 PM IST

સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને આદતની જેમ જીવનનો ભાગ બનાવો : શિવાનંદ ઝા

લોકડાઉનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, ફોર વ્હીલરમાં 2 જણા અને ટુ-વ્હીલરમાં એક વ્યક્તિ જ બેસે એ જરૂરી છે. જો આમ નહીં કરવામાં આવે તો વાહન જપ્ત કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે, સામાજિક અંતર અને માસ્કને જીવનનો ભાગ બનાવો. પોલીસ પર હુમલાના સુરેન્દ્રનગરના કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં બે આરોપીઓને પાસા કરવામાં આવ્યા છે.

Apr 29, 2020, 04:10 PM IST

DGPની ચેતવણી, આવતીકાલથી ખુલનારી દુકાનોમાં નિયમોનું પાલન નહિ થાય તો ગુનો દાખલ થશે

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનની સ્થિતિનો ચિતાર આપતા ડીજીપી શિવાનંદ ઝાએ શનિવારે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો યોગ્ય અમલ કરવાના પુરતા પ્રયાસો કરાઇ રહ્યા છે. ગાડીમાં બે અને બાઇક પર એક જ વ્યકિતને જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે બહાર નિકળવાની મંજુરી છે. 100 નંબર પર લોકડાઉનની મળેલી ફરિયાદના આધારે 29 ગુના દાખલ કરવામાં આવ્યા છે. લોકડાઉનમાં આઇબી દ્વારા પણ વોચ રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગગ વધારવામાં આવુ છે, ખાનગી વાહનો અને ફુટ પેટ્રોલિંગ અને બાઇક પર પેટ્રોલિંગ કરાઇ રહ્યુ છે. લોકડાઉન ભંગની ફરિયાદ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પર હુમલાના કેસમાં પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. સરદારનગર વિસ્તારમાં પોલીસ પર કરલો હુમલો, પાટણમાં એલઆરડી પર થયેલો હુમલો, રાજકોટમાં પણ પોલીસ પર હુમલો, ભરૂચમાં પણ પોલીસ પર થેયેલા હુમલમાં પાસા કરાઇ છે. કુલ 13 ગુનામાં 35 આરોપીઓને અત્યાર સુધી પાસા કરાયા છે. 

Apr 25, 2020, 04:23 PM IST

જાહેરનામાનો ભંગ થવાના 299, ક્વોરેન્ટાઈન ભંગના 147 ગુના નોંધાયા : ગુજરાત પોલીસવડા

ગુજરાતમાં હાલ કોરોના (corona virus) ને કારણે સર્વત્ર લોકડાઉનની સ્થિતિ છે. આવામાં ગુજરા પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કમર કસી રહી છે. ત્યારે રાજ્યમાં લોકડાઉન (Gujarat lockdown) ની સ્થિતિમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પોલીસ વડા શિવાનંદ ઝા (shivanand jha) એ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકડાઉન અમલીકરણ કડકાઈથી પણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ તમામ નાગરિકો પાસેથી અપેક્ષા રાખે છે કે જે સ્થળો આવશ્યક સ્થળો છે ત્યાં લોકોએ ભીડ ન કરવી જોઈએ.

Mar 24, 2020, 04:44 PM IST

આને તમે કયું ગુજરાત કહેશો, જ્યાં રોજ 3થી 4 બળાત્કારના ગુના બને છે?

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કાયદો કેટલો કથળ્યો છે અને ગુનેગારો કેટલા બેફામ બન્યા છે તેનો આ બોલતો પુરાવો છે. વિધાનસભા (gujarat vidhansabha) માં ચાલી રહેલા બજેટ સત્ર (budget session) માં રજૂ કરાયેલા આંકડા એવા છે કે, છેલ્લા 2 વર્ષમાં લૂંટ (Crime) ના 2491 બનાવ, ખૂનના 2034 બનાવ, ચોરીના 25723 બનાવ બન્યા છે. આ કરતા પણ સૌથી વધુ ચોંકાવનારો આંકડો બળાત્કાર (Rape) નો છે. જેમાં બળાત્કારના 2720 બનાવ અને અપહરણના 5897 બનાવ નોંધાયા છે. બળાત્કારના આંકડા સૂચવે છે કે મહિલા સુરક્ષા મુદ્દે હવે ગુજરાત પણ સલામત રહ્યું નથી. 

Mar 2, 2020, 02:08 PM IST
0311 Is Gujarat also on the way to becoming Delhi. PT2M18S

શું ગુજરાત પણ દિલ્હીનાં માર્ગે? દુષ્કર્મની ઘટનાથી રાજ્યના કાયદો અને વ્યવસ્થા સામે સવાલ...

શું ગુજરાત (Gujarat) પણ દિલ્હીનાં (Delhi) માર્ગે? દુષ્કર્મની (Rape) ઘટનાથી રાજ્યના કાયદો અને વ્યવસ્થા (Law and order) સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. શું આરોપીઓને પોલીસનો (Gujarat Police) કોઇ જ ડર નથી રહ્યો. બેખોફ થઇને નાની બાળકીઓને જે પ્રકારે ટાર્ગેટ બનાવવામાં આવી તે એક મોટો સવાલ તો છે જ આ ઉપરાંત વડોદરામાં (Vadodara) પણ પોલીસ મેદાનમાં આરોપીને શોધી રહી હોવા છતા યુવતી પણ દુષ્કર્મ કર્યું અને નાસી છુટ્યા તે મોટો સવાલ પેદા કરે છે.

Nov 30, 2019, 06:35 PM IST

કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયેલા પોલીસ અંગે તેમના DIGએ હૃદય સ્પર્શી જાય તેવો જવાબ આપ્યો

20 સેકન્ડના વીડિયોમાં અનેક પોલીસવાળા નસકોરા બોલાવતા દેખાયા. સ્પષ્ટ છે કે, આ લોકોને સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા નબાવી રાખવાની કોઈ ચિંતા નથી

Oct 16, 2018, 06:09 PM IST

ઉત્તરપ્રદેશમાં કાયદો વ્યવસ્થામાં સુધારાની જરૂર: રાજ્યપાલ નઇક

પ્રદેશનાં રાજ્યપાલ રામ નઇકે શાળાનાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેઠી પહોંચ્યા હતા

May 10, 2018, 08:34 PM IST