Yasin Malik: ટેરર ફંડિંગ કેસમાં યાસીન મલિકને NIA કોર્ટે સંભળાવી ઉંમરકેદની સજા

પ્રતિબંધિત સંગઠન જમ્મૂ કાશ્મીર લિબરેશન ફ્રંટના ચીફ યાસીન મલિકને ટેરર ફંડિંગના કેસમાં NIA એ આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત મલિકને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ચૂકાદા દરમિયાન મલિક કોર્ટ રૂમમાં હાજર રહ્યો હતો.

Yasin Malik: ટેરર ફંડિંગ કેસમાં યાસીન મલિકને NIA કોર્ટે સંભળાવી ઉંમરકેદની સજા

પ્રતિબંધિત સંગઠન જમ્મૂ કાશ્મીર લિબરેશન ફ્રંટના ચીફ યાસીન મલિકને ટેરર ફંડિંગના કેસમાં NIA એ આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત મલિકને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ચૂકાદા દરમિયાન મલિક કોર્ટ રૂમમાં હાજર રહ્યો હતો. યાસીન મલિક પર ચૂકાદાને જોતાં કોર્ટમાં ભારે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મલિકને બે ગુનામાં આઇપીસી કલમ 121 (ભારત સરકાર વિરૂદ્ધ યુદ્ધ છેડવું) અને યૂએપીએની કલમ 17 (આતંકવાદી ગતિવિધિઓ માટે ફંડ એકઠું કરવું) 18 (આતંકવાદી કૃત્યનું કાવતરું) અને કલમ 20 (આતંકવાદી ગેંગ અથવા સંગઠનના સભ્ય હોવું) તથા ભારત દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું) અને 124-એ (રાજદ્રોહ) માટે દોષી ગણાવતાં ઉંમરકેદની સજા સંભળાવી છે. તમામ સજાઓ સાથે-સાથે ચાલશે. યાસીન મલિકને કુલ 8 કેસમાં સજા સંભળાવવામાં આવી છે. 

આ પહેલાં દિલ્હીની NIA કોર્ટે સજાને લઇને ચૂકાદો પેન્ડીંગ રાખ્યો હતો. કહેવામાં આવી રહ્યું હતું કે NIA એ યાસીન મલિકને સજા-એ-મોત આપવાની માંગ કરી હતી. સજાના એલાન પહેલાં કોર્ટરૂમની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

એજન્સીએ વિશેષ ન્યાયાધીશ પ્રવિણ સિંહની કોર્ટ સમક્ષ મલિકને મૃત્યુંદંડ આપવાની માંગ કરી હતી તેની કાનૂની મદદ માટે કોર્ટ તરફથી નિયુક્ત ન્યાય મિત્રએ મલિકને આ મામલે ન્યૂનતમ સજા એટલે કે આજીવન કારાવાસ આપવાનો અનુરોધ કર્યો હતો. પટિયાલા હાઉસ સ્થિત વિશેષ ન્યાયાધીશે NIA અધિકારીઓને યાસીન મલિકની નાણાકીય સ્થિતિનું આકલન કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી દંડ રકમ નક્કી કરી શકાય. આ પહેલાં 10 મેના રોજ મલિકે કોર્ટમાં કહ્યું હતું તે પોતાની વિરૂદ્ધ લગાવવામાં આરોપોનો સામનો કરવા માંગતો નથી. તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો, મલિકે અત્યારે દિલ્હી જેલમાં બંધ છે. 

યાસીન મલિકના વકીલ અનુસાર તેમની પ્રોપર્ટી વિશે ખબર પડી છે. મલિક પાસે 11 કનાલ એટલે કે લગભગ 5564 વર્ગ મીટર જમીન છે, જે તેમના વડવાઓની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલાં ગુરૂવારે કોર્ટે ટેરર ફંડિંગ કેસમાં દોષી ગણાવ્યો હતો. યાસીન મલિકે સુનાવણી દરમિયાન સ્વિકાર કર્યો હતો કે તે કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.  

મીડિયાકર્મીઓને કોર્ટમાં એન્ટ્રી નહી
સુનાવણી દરમિયાન મીડીયા કર્મીઓને પણ કોર્ટમાં જવાની પરવાનગી નથી. તો બીજી તરફ સુરક્ષાને લઇને કોર્ટની કડક સુરક્ષા વ્યસ્થા કરવામાં આવી છે. 

— ANI (@ANI) May 25, 2022

લખવામાં આવી રહ્યો છે ફેંસલો
યાસીન મલિકની સજા પર ફેંસલો લખવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે થોડીવારમાં ફેંસલો આવી જશે. પટિયાલા કોર્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પટિયાલા કોર્ટની બહાર CAPF, સ્પેશિયલ સેલના જવાનો ગોઠવવામાં આવ્યા છે. 

મહેબૂબા મુફ્તીનું નિવેદન
યાસીન મલિકને સજાના એલાન પહેલાં મહબૂબા મૂફ્તીએ કહ્યું કે ફાંસી અથવા ઉંમરકેદ મુદ્દાનું સમાધાન નથી. ભારત સરકારની નીતિ દમનની રહી છે. 

યાસીન મલિને દોષી ગણાવતાં ભડક્યું પાકિસ્તાન
કાશ્મીરી અલગવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની એક કોર્ટ દ્રારા જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી ફંડિંગ સંબંધિત કેસમાં દોષી ગણાવતાં પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. પાકિસ્તાને આ મામલે ભારત્ના પ્રભારી રાજદૂતને વિદેશ મંત્રાલયમાં જાણ કરી મલિક વિરૂદ્ધ નક્કી કરેલા આરોપો પર વિરોધ વ્યક્ત કર્યો હતો. તેની હરકતથી લાગી રહ્યું છે કે યાસીન મલિકને લઇને તેને કેટલા મરચાં લાગ્યા છે.  

ઉલ્લેખનીય છે કે યાસીન દ્રારા પોતાના વિરૂદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપો સ્વિકાર કર્યા બાદ કોર્ટે તેને દોષી ગણાવ્યા છે. હુર્રિયત નેતા અને પ્રતિબંધિત સંગઠન જમ્મૂ તથા કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ને 2017 ના આતંકવાદી ફંડિંગ કેસમાં કોર્ટે ગુરૂવારે દોષી ગણાવ્યો હતો. હાલમાં તે દિલ્હીની તિહાડ જેલમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news