શું કેજરીવાલની ધરપકડનો AAP ને ફાયદો થશે? ઓપિનિયન પોલના તારણો અત્યંત ચોંકાવનારા
Lok Sabha Election 2024 લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે મતદાન પહેલા એક ઓપિનિયન પોલના તારણો સામે આવ્યા છે. આ ઓપિનિયન પોલ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હાથ ધરાયો હતો.
Trending Photos
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. આ બધા વચ્ચે દેશમાં લોકસભા ચૂંટણીના કારણે દરેક પક્ષોનો પ્રચાર પણ ચરમસીમાએ પહોંચ્યો છે. દિલ્હીમાં હાલ આ લોકસભા ચૂંટણીમાં વિપક્ષ નવા પ્રયોગ સાથે મેદાનમાં ઉતર્યો છે અને એકબીજાના ધૂર વિરોધી રહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ વખતે ભેગા થઈને ભાજપનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ 3 લોકસભા બેઠકો પર તો આમ આદમી પાર્ટી ચાર લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.
ઓપિનિયલ પોલના તારણો
લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે મતદાન પહેલા ઈન્ડિયા ટીવી અને CNX એ કરાવેલા ઓપિનિયન પોલના તારણો સામે આવ્યા છે. આ ઓપિનિયન પોલ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હાથ ધરાયો હતો. પોલ મુજબ દિલ્હીની તમામ 7 બેઠકો પર ભાજપ 2014 અને 2019ની જેમ જ જબરદસ્ત પ્રદર્શન કરી શકે છે. દિલ્હીમાં તમામ 7 બેઠકો ભાજપને ફાળે જઈ શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનને દિલ્હીમાં શૂન્ય બેઠક મળી શકે છે.
બંને પક્ષોની સ્થિતિ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ આવી જ જોવા મળી હતી. જો આ ઓપિનિયન પોલના તારણો સાચા ઠર્યા તો સ્પષ્ટ છે કે દિલ્હીની સીટો પર ગઠબંધનની કોઈ અસર નહીં થાય કે અરવિંદ કેજરીવાલની ધરપકડનો પાર્ટીને પણ કોઈ ફાયદો નહીં થાય. 2019ની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષો અલગ અલગ ચૂંટણી લડી રહ્યા હતા અને ભાજપને દરેક સીટ પર 52 ટકાથી વધુ મત મળ્યા હતા. જો 2019ના આંકડા પર નજર ફેરવીએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને પણ ભાજપને માત આપી શકે તેમ નહતાં.
પંજાબમાં મોટો ઉલટફેરના થાય તેવા એંધાણ
ઓપિનિયન પોલ મુજબ પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળી શકે છે. 2 વર્ષ પહેલા બહુમત સાથે સત્તામાં આવેલી આપને લોકસભા ચૂંટણીમાં માત્ર 6 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપને 3-3 બેઠકો પર જીત મળી શકે છે. જ્યારે શિરોમણી અકાલી દળને એક બેઠક મળી શકે છે. ઈન્ડિયા ગઠબંધન હેઠળ આપ અને કોંગ્રેસ બંને તેમાં સામેલ છે પરંતુ પંજાબમાં સ્થિતિ અલગ છે કારણ કે પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાની જોડે નહીં પણ સામે છે. જેનું નુકસાન પણ થતું દેખાઈ રહ્યું હોય તેવું લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે