loksabha election 2019

શું રાહુલ ગાંધીને ગમે છે ગુજરાતી ફૂડ? પહેલા હોટલ અગાશિયામાં ભોજન અને બાદમાં લકી હોટલમાં ચા પીધી

રાહુલ ગાંધી (Rahul Gandhi) જ્યારે પણ ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવે છે ત્યારે તેઓ ગુજરાતી ફૂડ (Gujarati Food) નો આસ્વાદ જરૂરથી માણે. વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન પણ તેઓએ ગુજરાતના અનેક સ્થાનિક ફૂડની લિજ્જત માણી હતી. ત્યારે આજે બે કેસમાં અમદાવાદ (Ahmedabad) ની મેટ્રો કોર્ટમાં હાજરી આપવા પહોંચેલા રાહુલ ગાંધીએ પહેલા તો હોટલ અગાશિયામાં ભોજન લીધું હતું, અને બાદમાં અમદાવાદની ફેમસ લકી હોટલ (Lucky Hotel) માં ચા પીધી હતી. 

Oct 11, 2019, 03:56 PM IST

ADC બેંક અને અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણીના બંને કેસમાં રાહુલ ગાંધીને જામીન મળ્યા

અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) અમદાવાદ પહોંચી ગયા છે. કોંગ્રેસ (Congress)ના કાર્યકર્તાઓ દ્વારા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અરપોર્ટ (Airport) થી કોર્ટ સુધીનો માર્ગ રાહુલ ગાંધીના પોસ્ટરથી શણગારવામાં આવ્યો છે. તો બીજી તરફ, ઠેર ઠેર કોંગ્રેસના ધ્વજ અને બેનર લગાવવામાં આવ્યા છે. સત્યમેવ જયતે, લેટ્સ ટ્રુથ પ્રીવીલ, તિરંગા હી મેરા ધર્મના સૂત્રો સાથેના બેનર લગાવવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ, ધારાસભ્યો સાથે બેઠક કર્યા બાદ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટ (Ahmedabad Metro Court) માં હાજરી આપશે. અમદાવાદ (Ahmedabad) ના ડફનાળા સર્કલ ખાતે ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીના સ્વાગત માટે એકત્ર થયા છે. કોંગ્રેસ (Gujarat Congress) ના ધ્વજ અને ફૂલો સાથે રાહુલ ગાંધીના સ્વાગતની તૈયાર કરવામાં આવી છે. 

Oct 11, 2019, 01:00 PM IST

સુરત બાદ આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે રાહુલ ગાંધી

કોંગ્રેસ (Congress)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદ (Ahmedabad)ની મેટ્રો કોર્ટમાં હાજરી આપશે. ભાજપ (BJP)ના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)ને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. મેટ્રો કોર્ટ નંબર-16માં રાહુલ ગાંધી વિરુદ્ધ ક્રિમિનલ બદનક્ષીની થયેલી ફરિયાદ અંતર્ગત કોર્ટે ફરિયાદીનું વેરિફિકેશન કરી રાહુલ ગાંધીને સમન્સ ઈશ્યુ કરી 9 ઓગસ્ટે સુનવણી રાખી હતી. જોકે રાહુલ ગાંધીના એડવોકેટે રજૂઆત કરી હતી કે, રાહુલ ગાંધી કોંગ્રેસની એક્ઝિક્યુટિવની મીટિંગમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા નથી. તેઓ 10 ઓક્ટોબરના રોજ સુરત (Surat)ની કોર્ટમાં હાજર રહેવાના હતા. તેથી તેમના વકીલે 11 ઓક્ટોબરની તારીખની માંગ કરી હતી. જે સંદર્ભે આજે રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજરી આપશે. 

Oct 11, 2019, 08:28 AM IST

મોદી સમાજ પર ટિપ્પણી કેસ : રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં કહ્યું, ‘નોટ ગિલ્ટી....’

રાહુલ ગાંધી આજે સુરત પહોંચ્યા છે. લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી સમાજ વિશે કરેલી ટિપ્પણી મામલે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો. જેના પગલે કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત આવ્યા છે. ત્યારે રાહુલ ગાંધી એરપોર્ટ પહોંચતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સુરતમાં રાહુલ ગાંધીની ગાડી પર પુષ્પવર્ષા કરાઈ હતી. ત્યારે રાહુલ ગાંધીએ પણ ગાડીમાંથી બહાર નીકળીને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. 

Oct 10, 2019, 10:54 AM IST

આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે, મોદી સમાજ પર કરેલી ટિપ્પણી ભારે પડી

મોદી સમાજ પર ટિપ્પણી કરવા બદલ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આ મામલે આજે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. તેઓ સવારે 9.55 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ સહિત અલગ અલગ 5 સ્થળોએ  ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. કોર્ટથી પરત 11:25 કલાકે તેઓ એરપોર્ટથી રવાના થશે. આજે રાહુલ ગાંધી સુરત (Surat) માં આવી રહ્યા છે. ત્યારે તેમના આગમનને પગલે બુધવારે SPG અને ગુજરાત પોલીસે રિહર્સલ કર્યું. એરપોર્ટથી કોર્ટ સુધી જવાના રસ્તા પર રિહર્સલ કરવામાં આવ્યું. ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડે પણ કોર્ટની તપાસ કરી. આજે રાહુલ ગાંધીની સુરક્ષામાં 250 જેટલા પોલીસકર્મીઓ હાજર રહેશે. 

Oct 10, 2019, 08:31 AM IST

આવતીકાલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે, મોદી સમાજ વિશે કરી હતી ટિપ્પણી

આવતીકાલે કોંગ્રેસ (Congress) ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત કોર્ટમાં હાજરી આપશે. લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી મોદી સમાજ વિશે ટિપ્પણી કરી હતી. જે અંગે ડેફરમેશન કેસ થયો હતો. જે મામલે તેઓ સુરત કોર્ટમાં હાજરી આપશે. આ સાથે રાહુલ ગાંધીનો પણ સુરત (Surat) માં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સુરતમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા (Gujarat Congress)ઓ હાજર રહેશે. 

Oct 9, 2019, 05:18 PM IST
Watch Top 25 News for Latest News 20072019 PT22M44S

ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

જુઓ નર્મદા વિવાદ અંગે મધ્ય પ્રદેશના CM કમલનાથે શું કહ્યું

Jul 20, 2019, 09:00 PM IST
Top 25 News Morning 11072019 PT22M26S

ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

અલ્પેશ ઠાકોર આવતા અઠવાડિયે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ શકે છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આગામી બે દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાણ કરી શકે છે.

Jul 11, 2019, 10:35 AM IST
NEWS @ 24 KALAK MORNING 10072019 PT28M4S

ન્યૂઝ @ 24 કલાક: માત્ર એક ક્લિકમાં જુઓ 24 કલાક દરમિયાનના મહત્વના સમાચાર

હજી ગત મહિને ગૃહિણીઓના શ્વાસ અદ્ધર થઈ જાય તેટલા સીંગતેલનો ભાવ વધારો નોંધાયો હતો. ત્યારે ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે. તહેવારોની સીઝન નજીક આવતા ગૃહિણીઓનું બજેટ સુધરે તેવા સમાચાર હાલ મળ્યાં છે.

Jul 10, 2019, 11:15 AM IST
Top 25 News Morning 10072019 PT22M1S

ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો કર્યો છે. ત્યારે દાહોદ શહેર કુપોષણના લિસ્ટમાં ટોપ પર છે. ગુજરાત સરકારે આપેલા આંકડા અનુસાર ગુજરાતના 33 જિલ્લાના 1 લાખ 42 હજાર બાળકો કુપોષણનો શિકાર બનેલા છે.

Jul 10, 2019, 11:15 AM IST
Watch Top 25 News for Latest News 07072019 PT25M18S

ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

પક્ષનો વ્યાપ વધારવા ભાજપે ખાસ અભિયાન હાથ ધર્યું. ભાજપના 'સદસ્યતા અભિયાન'નો પ્રારંભ થયો જ્યાં વિદેશ મંત્રી એસ.જયશંકરે સંબોધન કર્યું.

Jul 7, 2019, 11:45 AM IST

બિહાર: મહાગઠબંધનમાં તિરાડ બાદ કોંગ્રેસ-RJD સામસામે, તેજસ્વીનું રાજીનામુ મંગાયુ

લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં કોંગ્રેસનાં થયેલા પરાજયની નૈતિક જવાબદારી લેતા રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ હવે બિહાર કોંગ્રેસે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવ પાસે પણ રાજીનામાની માંગ કરી છે. તેના માટે કોંગ્રેસે દબાણ બનાવવાનું ચાલુ કર્યું છે.કોંગ્રેસે કહ્યું કે, જો બિહારમાં મહાગઠબંધનની જીત થાય તો તેનો શ્રેય ગઠબંધનનાં તમામ દળોને મળ્યું હોત. લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનને ખરાબ રીતે પરાજય થયો છે તેની નૈતિક જવાબદારી તેજસ્વી યાદવે લેવી જોઇએ અને રાજીનામું આપવું જોઇએ. 

Jul 4, 2019, 10:18 PM IST
Top 25 News Morning 03072019 PT24M30S

આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ ટોપ 25 ન્યૂઝ

જૂની દિલ્હીના હૌજ કાઝી વિસ્તારમાં આવેલા દુર્ગા મંદિરમાં બુધવારે સવારે ફરીથી પૂજા શરૂ થઈ. વિસ્તારમાં 30 જૂનના રોજ થયેલી હિંસા બાદ લગભગ 100 વર્ષ જૂના આ મંદિરમાં છેલ્લા બે દિવસથી પૂજા થતી નહતી.

Jul 3, 2019, 11:25 AM IST
PM Modi meet higher officials due to budget session PT4M16S

બજેટ સેશનને ધ્યાને રાખી વડાપ્રધાન મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

બજેટ રજુ થવા જઇ રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીએ નાણા વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાંતેમણે બજેટ સહિતનાં અનેક મહત્વનાં મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

Jun 22, 2019, 10:00 PM IST
Watch Top 25 News for Latest News 11062019 PT20M42S

ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. ગુજરાત સરકાર અને દીવ પ્રશાસકને તકેદારીના પગલાં ભરવા એડવાઇઝરી જાહેર કરી છે. વાવાઝોડાથી માનવ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

Jun 11, 2019, 09:05 PM IST
Watch Top 25 News for Latest News 10062019 PT23M16S

ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

ભાજપે સમગ્ર રાજ્યમાં કાળો દિવસ ઉજવ્યો , વિજય માલ્યાનો લંડનમાં બોલાવ્યો હુરિયો. જુઓ ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

Jun 10, 2019, 09:40 PM IST
Watch Top 25 News for Latest News 09062019 PT23M30S

ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

મહારાષ્ટ્રના ઔરંગાબાદ સુધી પહોંચ્યા મેઘરાજા હવે ગુજરાતમાં રાહ, રાજ્યમાં વધુ એક દિવસ કાળઝાળ ગરમી, ઊંઝા APMCમાં મતદાન પૂર્ણ, આવતીકાલે થશે મતગણતરી, વડોદરાના ગોત્રીમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને અન્ય મહત્વના સમાચાર

Jun 9, 2019, 09:20 PM IST
Watch Top 25 News for National and Latest Gujarati News PT21M54S

ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

પ્રધાનમંત્રી મોદી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસે,ધોનીના ગ્લોવ્ઝ મામલે BCCI સમર્થનમાં.

Jun 9, 2019, 09:55 AM IST
Watch Top 25 News for National and Latest Gujarati News PT23M58S

ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ, મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મહિસાગરમાં ડાયનાસોર પાર્કને ખુ્લ્લો મુકશે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે પણ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી અને અન્ય મહત્વના સમાચાર

Jun 8, 2019, 01:00 PM IST
Watch Top 25 News for National and Latest Gujarati News PT23M18S

ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ બે દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, અમદાવાદના હીરાવાડીમાં કારમાં ફસાઈને ગૂંગળાઈ જતાં બાળકનું મોત,ધારાસભ્ય બલરામ થાવાણી સામે કાર્રવાઈ કરવાની માગ સાથે અમદાવાદમાં ભાજપના ખાનપુર કાર્યાલય ખાતે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ અને અન્ય મહત્વના સમાચાર

Jun 7, 2019, 08:55 PM IST