Mumbai: પોલીસ જ્યારે ડાન્સબાર પહોંચી તો 'ગાયબ' થઈ ગઈ બારબાળાઓ, કલાકો બાદ એવી જગ્યાએથી મળી....

મહારાષ્ટ્રની મુંબઈ પોલીસે એક ડાન્સ બાર પર રેડ મારીને 17 યુવતીઓ પકડી છે.

Mumbai: પોલીસ જ્યારે ડાન્સબાર પહોંચી તો 'ગાયબ' થઈ ગઈ બારબાળાઓ, કલાકો બાદ એવી જગ્યાએથી મળી....

મુંબઈ: મહારાષ્ટ્રની મુંબઈ પોલીસે એક ડાન્સ બાર પર રેડ મારીને 17 યુવતીઓ પકડી છે. પોલીસે શહેરના જાણીતા દીપા ડાન્સ બાર પર રેડ મારીને સીક્રેટ રૂમમાંથી 17 બાર ગર્લ્સને પકડી છે. આ બારમાં ગુપ્ત રૂમ મેકઅપ રૂમની દીવાલમાં લાગેલા કાચની પાછળ બનાવવામાં આવ્યો હતો. 

15 કલાક બાદ મળ્યો સૂરાગ
પોલીસ માટે આ સીક્રેટ રૂમ સુધી પહોંચવું સરળ નહતું. આ માટે સોશિયલ સર્વિસ બ્રાન્ચે ખુબ જદ્દોજહેમત કરવી પડી. હકીકતમાં ત્યાં મેકઅપ રૂમમાં લાગેલા એક કાચને હથોડાથી તોડ્યા બાદ આ ગુપ્ત રૂમનો રસ્તો મળી શક્યો. 

પોલીસ તો જોઈને જ દંગ રહી ગઈ
પોલીસ ટીમના અધિકારી એ જોઈને દંગ રહી ગયા કે જે રીતે આ સીક્રેટ રૂમમાં બારબાળાઓને રાખવામાં આવી હતી. અહીંથી 17 બારબાળાઓને અટકાયતમાં લેવાઈ. હથોડાથી દીવાલ તોડીને જ્યારે પોલીસ સીક્રેટ રૂમમાં પહોંચી તો અંદર એસી અને બિસ્તર લાગેલા હતા. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત ખબર મુજબ મુંબઈ પોલીસની સોશિયલ સર્વિસ  બ્રાન્ચે શનિવાર રાત મુંબઈના અંધેરી વિસ્તારના દીપા બારમાં દરોડો પાડીને આ કાર્યવાહીને અંજામ આપ્યો. પોલીસના જણાવ્યાં મુજબ ગુપ્ત રીતે ડાન્સ બાર ચલાવવાની સૂચના મળી હતી. ત્યારબાદ કાર્યવાહી કરાઈ. પોલીસે Deepa Dance Bar ના મેનેજર અને કેશિયલની પણ ધરપકડ કરી છે. 

Mumbai: डांस बार पहुंची पुलिस, 'गायब' हुईं डांसर; घंटों बाद मिला तीन फीट चौड़ा सीक्रेट रूम

આ રીતે ગાયબ થતી હતી છોકરીઓ
આ ડાન્સબારમાં આધુનિક ઈલેક્ટ્રીક સિસ્ટમનો એટલો જબરદસ્ત રીતે ઉપયોગ કરાયો હતો કે આ બાજુ પોલીસની ગાડી દાખલ થઈ અને બીજી બાજુ આંખના પલકારામાં જ તમામ બારબાળાઓ ડાન્સ ફ્લોર પરથી ગાયબ. દીપા બારમાં પહેલા તો પોલીસે વોશરૂમ, સ્ટોર રૂમ અને એટલે સુધી કે કિચનનો પણ એક એક ખૂણો શોધી કાઢ્યો પરંતુ તેમને કશું મળ્યું નહતું. 

સ્ટાફ તો નિર્દોષ બનીને બેસી રહ્યો
બારના મેનેજર,  કેશિયર, વેઈટર સહિત બાકીના કર્મીઓ સાથે કલાકો પૂછપરછ થઈ પરંતુ તેઓ બધા ત્યાં ડાન્સર્સ હોવાની ના પાડતા રહ્યા. આ દરમિયાન પોલીસને મેકઅપ રૂમમાં લાગેલા એક કાચ પર શક ગયો. ત્યારબાદ કાચને દીવાલથી અલગ કરાવવાની કોશિશ કરાઈ તો ખબર પડી કે દીવાલમાં તે એ રીતે લગાવવામાં આવ્યો છે કે તેને કાઢવો અશક્ય છે. ત્યારબાદ તો પોલીસે મોટો હથોડો મંગાવ્યો અને દીવાલનો કાચ તોડ્યો તો એક મોટી ગુફા ટાઈપનો સીક્રેટ રૂમ મળી આવ્યો. જેમાં 17 બાર બાળાઓ છૂપાયેલી હતી. ત્યારબાદ તો એક પછી એક બધી યુવતીઓને બહાર કાઢવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news