Omicron in India: ચંડીગઢ અને આંધ્રપ્રદેશમાં પણ ઓમિક્રોન વેરિએન્ટના કેસ નોંધાયા, દેશમાં અત્યાર સુધી 35 કેસની પુષ્ટિ

Omicron Variant: દેશમાં અત્યાર સુધી કોરોનાના નવા વેરિએન્ટના 35 કેસની પુષ્ટિ થઈ છે. ઇટાલીથી ચંડીગઢ આવેલા એક 20 વર્ષીય યુવક ઓમિક્રોનથી સંક્રમિત થયો છે. તો આંધ્ર પ્રદેશમાં પણ એક કેસ નોંધાયો છે. 

Omicron in India: ચંડીગઢ અને આંધ્રપ્રદેશમાં પણ ઓમિક્રોન વેરિએન્ટના કેસ નોંધાયા, દેશમાં અત્યાર સુધી 35 કેસની પુષ્ટિ

નવી દિલ્હીઃ Omicron Variant: દેશમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના નવા વેરિએન્ટના 35 કેસની પુષ્ટિ થઈ છે. ઇટાલીથી ચંડીગઢ આવેલો એક 20 વર્ષીય યુવક ઓમિક્રોનથી સંક્રમિત મળ્યો છે. જાણકારી પ્રમાણે તે 22 નવેમ્બરે ભારત આપ્યો હતો અને તપાસમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય આંધ્ર પ્રદેશમાં પણ એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત મળ્યો છે. જાણકારી પ્રમાણે તે નેધરલેન્ડથી અહીં પહોંચ્યો હતો. 

દેશમાં ઓમિક્રોનના 35 કેસ
ચંડીગઢ અને આંધ્ર પ્રદેશમાં ઓમિક્રોનના નવા દર્દીઓ મળ્યા બાદ દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે. ચંડીગઢમાં જે યુવક ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત છે તેને ફાઇઝર વેક્સીનના બે ડોઝ લાગી ચુક્યા છે. ચંડીગઢના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર યુવકની જીનોમ સીક્વેન્સિંગ કરવામાં આવી હતી. જેમાં તે ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યો છે. 

ક્યા-ક્યા રાજ્યોમાં કેટલા કેસ?
ચંડીગઢ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને દિલ્હીમાં અત્યાર સુધી 35 કેસની પુષ્ટિ થઈ ગઈ છે. તમામ દર્દીઓમાં ઓમિક્રોન વેરિએન્ટ મળ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 17 કેસ મળ્યા છે. તો રાજસ્થાનમાં ઓમિક્રોન વેરિએન્ટના 9 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 3, કર્ણાટકમાં 2 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિએન્ટના બે કેસ સામે આવ્યા છે. ચંડીગઢ અને આંધ્ર પ્રદેશમાં એક-એક દર્દી મળ્યા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ હતુ કે દુનિયાભરના 59 દેશોમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. ઘણા દેશોમાં તે ઝડપથી ફેલાય રહ્યો છે. ભારત સરકાર ઓમિક્રોન વેરિએન્ટને લઈને ખુબ ગંભીર જોવા મળી રહી છે. કેન્દ્ર અને રાજ્યની સરકાર લોકોને માસ્ક પહેરવા અને ખાસ સાવધાની રાખવા માટે એલર્ટ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news