Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજની તબિયત બગડી, કિડનીની બિમારીથી પીડિત છે વૃંદાવનના સંત

Premanand Maharaj health: વૃંદાવન સ્થિત આશ્રમમાં સાંજની આરતી પછી અચાનક પ્રેમાનંદજી મહારાજને છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો. ત્યારબાદ તેમણે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજની તબિયત બગડી, કિડનીની બિમારીથી પીડિત છે વૃંદાવનના સંત

Premanand Maharaj: વૃદાંવનના સંત પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી છે. સાંજની આરતી બાદ તેમની તબિયત લથડી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પ્રેમાનંદજી મહારાજને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ ચેકઅપ કર્યું, જો કે, બાદમાં પ્રેમાનંદજી મહારાજ આશ્રમમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે.

અચાનક છાતીમાં દુ:ખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વૃંદાવનમાં શુક્રવારે પ્રેમાનંદ જી મહારાજને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. આ પછી તેને તાત્કાલિક વૃંદાવનની રામ કૃષ્ણ સેવા આશ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોક્ટરોએ ઘણા ટેસ્ટ કર્યા. કહેવામાં આવ્યું છે કે થોડો સમય હોસ્પિટલમાં રહ્યા બાદ મહારાજ જીને આશ્રમ મોકલવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો થયો છે. આ દરમિયાન તેમની સાથે ઘણા શિષ્યો પણ હાજર હતા. ડોક્ટરોનું કહેવું છે કે છાતીમાં દુ:ખાવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હવે તેઓ ઠીક છે.

17 વર્ષોથી ખરાબ છે કિડની
તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ જી મહારાજ છેલ્લા 17 વર્ષથી કિડનીની બીમારીથી પીડિત છે. તેમનું નિયમિત ડાયાલિસિસ થઈ રહ્યું છે. જેના કારણે અવારનવાર તેમની તબિયત બગડતી હોવાના અહેવાલો આવતા રહે છે. જાન્યુઆરી મહિનામાં પ્રેમાનંદજી મહારાજની તબિયત બગડતી હોવાના અહેવાલો આવ્યા હતા. પ્રેમાનંદજી મહારાજનો વિડીયો બધાએ જોયો જ હશે.

2 કિલોમીટરની પૈદલ યાત્રા કરે છે
પ્રેમાનંદ જી મહારાજ રાત્રે લગભગ 2.30 વાગે છટીકરા રોડ પર શ્રી કૃષ્ણ શરણમ સોસાયટીથી રમણરેતી પોતાના આશ્રમ શ્રી હિત કેલી કુંજ સુધી પગપાળા ચાલીને જાય છે. આ સમય દરમિયાન, પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો રસ્તાની બંને બાજુએ ઉભા રહે છે. પ્રેમાનંદજી મહારાજ લગભગ 2 કિલોમીટર સુધી ચાલે છે. પ્રેમાનંદજી મહારાજ જે માર્ગે જાય છે તેના પર લોકો ફૂલો ફેલાવે છે. રંગોળીઓ બનાવવામાં આવે છે અને સંતના ચરણોની રજ યા ફૂલ માથે ચઢાવે છે. ભક્તો ક્યારેક તેમના દર્શન કરવા માટે આખી રાત ઉભા રહે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news