Punjab: 23 જુલાઈએ અધ્યક્ષનો પદભાર ગ્રહણ કરશે સિદ્ધુ, CM અમરિંદરને આપ્યું આમંત્રણ
સૂત્રો પ્રમાણે નવજોત સિંહ સિદ્ધુએ 65 ધારાસભ્યોની સહીવાળુ નિમંત્રણ પત્ર અમરિંદર સિંહને મોકલ્યુ છે. તે 23 જુલાઈએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષનો પદભાર ગ્રહણ કરશે.
Trending Photos
ચંડીગઢઃ Punjab Congress News: પંજાબ કોંગ્રેસના નવા કેપ્ટન નવજોત સિંહ સિદ્ધુ 23 જુલાઈએ પ્રદેશ અધ્યક્ષનો પદ ભાર ગ્રહણ કરશે. તેમણે આ માટે 65 ધારાસભ્યોની સહી સાથેનું નિમંત્રણ પત્ર રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને મોકલ્યુ છે. આ સાથે સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતને પણ આમંત્રણ મોકલ્યું છે. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. પંજાબ વિધાનસભામાં કોંગ્રેસના 80 ધારાસભ્યો છે.
કોંગ્રેસ હાઇકમાન્ડે સિદ્ધુને ભલે પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપી દીધી હોય પરંતુ પંજાબ કોંગ્રેસમાં હજુ વિવાદ સમાપ્ત થયો નથી. આ વચ્ચે સિદ્ધુએ બુધવારે શક્તિ પ્રદર્શન કર્યુ છે. સિદ્ધુ પંજાબ કોંગ્રેસના ધારાસભ્યો સાથે ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા હતા. સિદ્ધુની સાથે પાર્ટીના ધારાસભ્યો બુધવારે એક બસમાં ગોલ્ડન ટેમ્પલ દર્શન કરવા પહોંચ્યા, જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થક હાજર હતા. સિદ્ધુ અને અન્ય ધારાસભ્યો દુર્ગિયાના મંદિર અને રામ તીરથ સ્થળ પણ ગયા હતા.
Newly-appointed Punjab Congress chief Navjot Singh Sidhu will take charge on July 23. He has sent an invitation signed by around 65 MLAs to CM Amrinder Singh. Sidhu has also invited AICC in charge of Punjab, Harish Rawat to the programme: Sources pic.twitter.com/eOzm6WXt9B
— ANI (@ANI) July 21, 2021
ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કર્યા બાદ પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડે કહ્યુ- અમે સમૃદ્ધ પંજાબ માટે પ્રાર્થના કરી, જેમાં અમારા બધાનું યોગદાન હશે. જાહેરમાં માફી માંગવા સુધી સિદ્ધુને ન મળવાના મુખ્યમંત્રી અમરિંદર સિંહના વલણ પર કેટલાક ધારાસભ્યોએ કહ્યું કે તેની કોઈ જરૂર નથી. આ આયોજન કરનારવ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યુ કે, તેમને મુખ્યમંત્રીના વ્યવહાર પર આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે, રાજ્યના પ્રમુખ પદ પર સિદ્ધુની નિમણૂકનો સ્વીકાર કરવો પડશે અને તેમનું સન્માન કરવુ પડશે, પછી ભલે ભૂતકાળમાં તેમની વચ્ચે કોઈપણ મતભેદ રહ્યો હોય.
સિદ્ધુ અને મુખ્યમંત્રી વચ્ચે મતભેદ પર ધારાસભ્ય મદન લાલ જલાલપુરે કહ્યુ- મુખ્યમંત્રીએ દિલથી સિદ્ધુનું સ્વાગત કરવુ જોઈએ. મુખ્યમંત્રીએ તેમના વિરુદ્ધ નિવેદનબાજી કરનાર પ્રતાપ સિંહ બાજવા સાથે પણ મુલાકાત કરી હતી. પરંતુ અમરિંદર સિંહના સલાહકાર તેમને યોગ્ય રસ્તો દેખાડી રહ્યાં નથી.
પંજાબના મુખ્યમંત્રીના મીડિયા સલાહકારે મંગળવારે તે અહેવાલોને ફગાવી દીધા હતા કે સિદ્ધુએ તેમની પાસે મુલાકાત માયે સમય માંગ્યો છે. મીડિયા સલાહકારે કહ્યુ હતુ કે જ્યાં સુધી સિદ્ધુ સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ પર જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી મુખ્યમંત્રી તેમને મળશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે