Rahul Gandhi ની ફરિયાદ! મારો અવાજ દબાવવા ઘટાડી દેવાયા Followers! સામે Twitter એ આપ્યો આ જવાબ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને પત્ર લખીને ફરિયાદ કરી છે. જેમાં તેમણે લખ્યું છેકે, નિષ્પક્ષ ભાષણ પર અંકુશ લગાવવામાં ટ્વિટર મિલીભગત કરે છે. ટ્વિટરને મોહરું ન બનવા દો. સોશ્યિલ મીડિયામાં મારો અવાજ દબાવવા માટે મારા ફોલોઅર્સ ઘટાડી દેવામાં આવ્યાં છે. ટ્વિટર (Twitter) ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા માટે અજાણમાં મીલિભગત કરી રહ્યું છે. તેમના પર સરકારી ઝુંબેશ પર પ્લેટફોર્મ પર તેમની પહોંચને દબાવવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.

Rahul Gandhi ની ફરિયાદ! મારો અવાજ દબાવવા ઘટાડી દેવાયા Followers! સામે Twitter એ આપ્યો આ જવાબ

નવી દિલ્લીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને પત્ર લખીને ફરિયાદ કરી છે. જેમાં તેમણે લખ્યું છેકે, નિષ્પક્ષ ભાષણ પર અંકુશ લગાવવામાં ટ્વિટર મિલીભગત કરે છે. ટ્વિટરને મોહરું ન બનવા દો. સોશ્યિલ મીડિયામાં મારો અવાજ દબાવવા માટે મારા ફોલોઅર્સ ઘટાડી દેવામાં આવ્યાં છે. ટ્વિટર (Twitter) ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા માટે અજાણમાં મીલિભગત કરી રહ્યું છે. તેમના પર સરકારી ઝુંબેશ પર પ્લેટફોર્મ પર તેમની પહોંચને દબાવવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.

રાહુલ ગાંધી (Rahul gandhi )એ કહ્યું કે 2021ના પ્રથમ સાત મહિનામાં તેમના એકાઉન્ટમાં સરેરાશ 4 લાખ ફોલોઅર્સ (Followers)જોડાયા હતા. પરંતુ ગયા વર્ષે ઓગસ્ટમાં આઠ દિવસના સસ્પેન્શન બાદ આ ગ્રોથ અચાનક કેટલાક મહિનાઓ સુધી બંધ થઈ ગયો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગયા મહિને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને એક પત્ર લખ્યો હતો. આમાં તેણે કહ્યું છે કે ટ્વિટર (Twitter) ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા માટે અજાણમાં મીલિભગત કરી રહ્યું છે. તેમના પર સરકારી ઝુંબેશ પર પ્લેટફોર્મ પર તેમની પહોંચને દબાવવાનો આરોપ છે.

27 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં તેમના ટ્વિટર એકાઉન્ટ (Twitter account)ના ડેટાનું વિશ્લેષણ તેમજ PM મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા શશિ થરૂર સાથેની સરખામણીનો સમાવેશ થાય છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે 2021ના પ્રથમ સાત મહિનામાં તેમના એકાઉન્ટમાં સરેરાશ 4 લાખ ફોલોઅર્સ જોડાયા હતા. પરંતુ ગયા વર્ષે ઓગસ્ટમાં આઠ દિવસના સસ્પેન્શન બાદ આ વૃદ્ધિ અચાનક કેટલાક મહિનાઓ સુધી બંધ થઈ ગઈ હતી. આ જ સમયગાળામાં અન્ય રાજકારણીઓના ફોલોઅર્સની સંખ્યા અકબંધ રહી.

તેમણે લખ્યું, “કદાચ સંયોગથી નહીં, આ મહિનાઓ દરમિયાન મેં દિલ્હીમાં બળાત્કાર પીડિતાના પરિવારની દુર્દશાનો મુદ્દો ઉઠાવ્યો, ખેડૂતો સાથે ઉભો રહ્યો અને અન્ય ઘણા માનવાધિકાર મુદ્દાઓ પર સરકાર સાથે લડ્યો. હકીકતમાં મારો એક વીડિયો જેમાં વચન આપવામાં આવ્યું હતું કે 3 કૃષિ કાયદાને રદ કરવામાં આવશે, તે તાજેતરના સમયમાં ભારતમાં કોઈપણ રાજકીય નેતા દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલ સૌથી વધુ જોવામાં આવેલ વીડિયો છે.

તેમણે કહ્યું, “મને વિશ્વાસપૂર્વક જાણ કરવામાં આવી છે, જોકે સમજદારીપૂર્વક લોકો દ્વારા ટ્વિટર ઈન્ડિયા પર સરકાર દ્વારા મારો અવાજ બંધ કરવા માટે ભારે દબાણ કરવામાં આવી રહ્યું છે. મારું એકાઉન્ટ માન્ય કારણ વગર થોડા દિવસો માટે બ્લોક કરી દેવામાં આવ્યું છે.સરકાર સહિતના ટ્વિટર હેન્ડલ જેમણે એ જ લોકોની સમાન તસવીરો ટ્વીટ કરી હતી. તેમાંથી કોઈ પણ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું ન હતું. માત્ર મારા એકાઉન્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું, “હું તમને એક અબજથી વધુ ભારતીયો વતી લખી રહ્યો છું કે ટ્વિટરને ભારતના વિચારના વિનાશમાં મોહરું ન બનવા દો.” વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા પૂછવામાં આવતા, ટ્વિટરના પ્રવક્તાએ રાહુલ ગાંધીના આરોપો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે ફોલોઅર્સની સંખ્યામાં વધઘટ થાય છે. કારણ કે કંપની સ્પૈમ અને મેનીપ્યુલેશનનો સામનો કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે. પ્રવૃત્તિઓ સામે ટ્વિટરની નીતિઓનું ઉલ્લંઘન કરવા બદલ દર અઠવાડિયે લાખો એકાઉન્ટ્સ દૂર કરવામાં આવે છે.

 

— ANI_HindiNews (@AHindinews) January 27, 2022

 

આ વિવાદ વધુ વકર્યા બાદ ટ્વિટરે સત્તાવાર રીતે આ અંગે પોતાનો જવાબ આપ્યો છે. ટ્વિટરે કહ્યું છેકે, અમે ઈચ્છીએ છીએ કે, ટ્વિટરની વિશ્વસનીયતા પર સૌ કોઈ વિશ્વાસ રાખે. ફોલોઅર્સની સંખ્યા પણ હંમેશા સાચી અને સટીક જ દર્શાવવામાં આવે છે. ટ્વિટર પોતાના પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની હેરાફેરી કે સ્પૈમ પ્રત્યે જીરો-ટોલરેંસની નીતિ સાથે ચાલે છે. રાહુલ ગાંધીના ટ્વિટર ફોલોઅર્સ ઘટી ગયા હોવાના પત્રના જવાબમાં ટ્વિટર તરફથી આ જવાબ આપવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news