સાવધાન! Corona બાદ આ સમસ્યાને અવગણશો નહીં, ઝડપથી વધી રહ્યો છે બહેરા થવાનો ખતરો
શું તમને પણ અચાનક ઓછું સભળાવવા લાગ્યું છે? શું તમારા કાનમાં સીટી વગી રહી છે? જો તમે તાજેતરમાં કોરોના વાયરસથી (Coronavirus) સ્વસ્થ થયા છે, તો તમારે આ કાળજીપૂર્વક વાંચવું જોઈએ
Trending Photos
નવી દિલ્હી: શું તમને પણ અચાનક ઓછું સભળાવવા લાગ્યું છે? શું તમારા કાનમાં સીટી વગી રહી છે? જો તમે તાજેતરમાં કોરોના વાયરસથી (Coronavirus) સ્વસ્થ થયા છે, તો તમારે આ કાળજીપૂર્વક વાંચવું જોઈએ. કોરોના વાયરસથી સાજા થતા ઘણા દર્દીઓમાં સાંભળવાની શક્તિ ઓછી થઈ રહી છે અને કેટલાક લોકોમાં તો આ બીમારી અસાધ્ય બની ગઈ છે. એટલે કે તમે પહેલાની જેમ સાંભળી શક્સો નહીં. દિલ્હીની એક સરકારી હોસ્પિટલના ENT વિભાગમાં આવા 15 દર્દીઓ અત્યાર સુધી આવી ચુક્યા છે.
કોરોનાને કારણે બહેરાપણું
દિલ્હી સ્થિત ડોક્ટર સૌરભ નારાયણ ગત વર્ષે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ કારણે તેમને 21 દિવસ ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં પસાર કરવા પડ્યા હતા, જે બાદ તેઓ સ્વસ્થ થયા હતા. જો કે, ત્યારબાદ તેઓ હવે પહેલાની જેમ સાંભળી શકતા નથી. પરંતુ તેઓને આ વાત એટલા મોડા સમજાઈ કે હવે તેમની હિયરિંગ એઇડ (Hearing Aid) વિના તેની સારવાર થઈ શકશે નહીં, એટલે કે તેઓ પહેલાની જેમ ક્યારેય યોગ્ય રીતે સાંભળી શકશે નહીં. તે લગભગ જમણા કાનથી સાંભળવાની શક્તિ ગુમાવી ચૂક્યા છે.
દિલ્હીમાં 2 મહિનામાં મળી આવ્યા 15 દર્દીઓ
આંકડાઓ પર નજર કરીએ તો રાજધાની દિલ્હીની આંબેડકર હોસ્પિટલમાં છેલ્લા 2 મહિનામાં આવા 15 દર્દીઓ આવ્યા છે, જેમના કાનમાં દુખાવો છે અથવા તેમની સાંભળવાની શક્તિ ખૂબ ઓછી થઈ છે. આ તમામ દર્દીઓ કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થયા છે. મોટાભાગના કેસોમાં, દર્દીઓ ડોક્ટર પાસે એટલા મોડા પહોંચતા હોય છે કે તેમની સાંભળવાની શક્તિ પાછી ફરવાની, અથવા સમય પર સારવારનો સમય પસાર થઈ ગયો છે.
જો આવું થાય, તો 72 કલાકમાં સારવાર જરૂરી
આંબેડકર હોસ્પિટલના ઇએનટી નિષ્ણાત ડો. પંકજ કુમારે જણાવ્યું હતું કે, જો તમને તમારા કાનમાં દુખાવો થાય છે, કાનમાં ભારેપણું લાગે છે, સીટી વાગે છે અથવા તમને લાગે છે કે તમે ઓછું સાંભળી રહ્યા છો, તો 72 કલાકની અંદર ડોક્ટર પાસે જવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરૂઆતમાં આ સાંભળવાની ખોટ દવાઓ દ્વારા રોકી શકાય છે. પરંતુ જો વધુ સમય પસાર થાય તો રિકવરી શક્ય નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે