82 કરોડની આવકની સાથે સૌથી ધનવાન પ્રાદેશિક પક્ષ છે સમાજવાદી પાર્ટી
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના એક રિપોર્ટમાં મંગળવારે આ જાણકારી આપવામાં આવી.
Trending Photos
લખનઉઃ સમાજવાદી પાર્ટી (એસપી) 82.76 કરોડ રૂપિયાની જાહેર કરેલી આવકની સાથે 32 પ્રાદેશિક પક્ષમાં સૌથી વધુ ધનવાન પાર્ટી છે. પરંતુ સમાજવાદી પાર્ટીએ આવકથી 64.34 કરોડ રૂપિયાના વધુ ખર્ચની વાત કરી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની એક રિપોર્ટમાં મંગળવારે આ જાણકારી આપવામાં આવી. એસપી બાદ 72.92 કરોડ રૂપિયાની સાથે તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી) છે અને ત્યારબાદ એઆઈએડીએમકે છે, જેની આવક 48.88 કરોડ રૂપિયા છે.
નાણાકિય વર્ષ 2016-2017માં પ્રાદેશિક પક્ષોની કુલ આવક 321.03 કરોડ રૂપિયા રહી. તેમાંથી 14 પાર્ટીએ દાવો કર્યો કે તેની આવકમાં ઘટાડો થયો છે અને 13 પક્ષેએ આવકમાં વધારાની વાત કરી છે. પાંચ પ્રાદેશિક પક્ષોએ ચૂંટણી પંચમાં પોતાનું આવકવેરા રિટર્ન જમા કરાવ્યું નથી. તેમાં ભારતીય રાષ્ટ્રીય લોકદળ, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, જમ્મૂ તથા કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, ઓલ ઈન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ તથા કેરલ કોંગ્રેસ મણિ સામેલ છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન વ જનતા દળ સેક્યુલરે જાહેરાત કરી કે, તેની સંબંધિત આવકના 87 ટકાથી વધુ ખર્ચ થયો નથી, જ્યારે ટીડીપીએ કહ્યું કે, તેની આવકના 67 ટકા વધ્યા છે. ડીએમકેએ પોતાની આવકથી 81.88 કરોડ રૂપિયા વધુ ખર્ચ થયાની જાહેરાત કરી જ્યારે સમજવાદી પાર્ટી તથા એઆઈડીએમકેએ પોતાની આવક કરતા ક્રમશઃ 64.36 કરોડ રૂપિયા તથા 37.89 કરોડ રૂપિયાનો વધુ ખર્ચ થયાની જાણકારી આપી છે.
આ 32 સિવાય 16 પ્રાદેશિક પક્ષનો લેખા-જોખા રિપોર્ટ ઉપલબ્ધ નથી. તેમાં આમ આદમી પાર્ટી, નેશનલ કોન્ફરન્સ તથા રાષ્ટ્ર જનતા દળ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે