ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, નહી લડી શકે ચૂંટણી

ઝારખંડ (Jharkhand)ના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા  (Madhu Koda) ને સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ ઝટકો આપ્યો છે. મધુ કોડા ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડી શકશે નહી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હજુ તમારી અયોગ્યતાને એક વર્ષ બાકી છે તમે ચૂંટણી લડી ન શકો. જોકે સુપ્રીમ કોર્ટે આયોગને નોટીસ જાહેર કરી જવાબ માંગ્યો છે.

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, નહી લડી શકે ચૂંટણી

નવી દિલ્હી: ઝારખંડ (Jharkhand)ના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા  (Madhu Koda) ને સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ ઝટકો આપ્યો છે. મધુ કોડા ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડી શકશે નહી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હજુ તમારી અયોગ્યતાને એક વર્ષ બાકી છે તમે ચૂંટણી લડી ન શકો. જોકે સુપ્રીમ કોર્ટે આયોગને નોટીસ જાહેર કરી જવાબ માંગ્યો છે. પરંતુ મધુ કોડાને વચગાળાની રાહત આપવાની મનાઇ કરી દીધી. 

કોર્ટે કહ્યું કે મધુ કોડાની અરજીને મેરિટ પર સુનાવણી થશે. તમને જણાવી દઇએ કે ચૂંટણી કમિશનના આદેશ વિરૂદ્ધ મધુ કોડાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી વિધાનસભા ચૂંટણી લડવાની પરવાનગી માંગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં ચૂંટણી કમિશને તેમને વિધાનસભા ચૂંટણીમાં ખર્ચનું વિવરણ છુપાવવા માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાવ્યા હતા. 

તમને જણાવી દઇએ કે પોતાની પારંપારિક સીટ જગન્નાથપુર વિધાનસભા પરથી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડવા માંગતા હતા. તેની તૈયારીમાં મધુ કોડા અને તેમની પત્ની સાંસદ ગીતા કોડા જોરશોરથી તૈયારી કરી રહ્યા હતા. તાજેતરમાં જ મધુ કોડાએ કહ્યું હતું કે તેમની ઇચ્છા છે કે ચૂંટણી લડે અને પ્રયત્ન પણ કરી રહ્યા છે, ફક્ત કોર્ટનો ચૂકાદો આવવાની રાહ જોવાઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news