છોકરીઓના ખતના વિરૂદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

દાઉદી વોહરા સમુદાય દ્વારા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ પ્રથાનો બચાવ કરતાં કહ્યું કે એમ કહેવું કે ખતનાને સ્વાસ્થ્ય માટે ખતરો ગણવો ખોટું છે.

છોકરીઓના ખતના વિરૂદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

નવી દિલ્હી: કેંદ્ર સરકારે પણ પોતાનો વિરોધ નોંધાવતાં કોર્ટમાં કહ્યું કે ધર્મની આડમાં છોકરીઓના ખતના ગુનો છે અને તેના પર પ્રતિબંધ લાદવો જોઇએ. આ પહેલાં કેંદ્ર સરકારે એ પણ કહ્યું હતું કે તેના માટે કાયદાના દંડવિધાનમાં તેના પર સાત વર્ષ સુધી જેલની સજાની જોગવાઇ પણ છે. કેંદ્ર સરકારે કહ્યું કે જે પ્રકારે સતી અને દેવદાસી પ્રથાને ખતમ કરવામાં આવી છે, તે પ્રકારે આ પ્રથાને પણ ખતમ કરવામાં આવે કારણ કે આ પ્રથા સંવૈધાનિક જોગવાઇની વિપરિત છે. 

બીજી તરફ દાઉદી વોહરા સમુદાય દ્વારા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ પ્રથાનો બચાવ કરતાં કહ્યું કે એમ કહેવું કે ખતનાને સ્વાસ્થ્ય માટે ખતરો ગણવો ખોટું છે. તેમણે એ પણ કહ્યું કે હાલમાં વિશેષજ્ઞ ડોક્ટર એફજીએમને અંજામ આપે છે. 

જોકે સુપ્રીમ કોર્ટે દાઉદઈ વોહરા મુસ્લિમ સમાજમાં સામાન્ય રિવાજના રૂપમાં પ્રચલિત આ ઇસ્લામી પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવાની અરજી પર કેરલ અને તેલંગાણા સરકારોને પણ નોટીસ જાહેર કરી હતી. અરજીકર્તા અને સુપ્રીમ કોર્ટમાં વકીલ સુનીતા તિવારીની અરજી પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તિવારીએ કહ્યું કે ભારતે સંયુક્ત રાષ્ટ્રવાળા બાળ અધિકાર ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. 

છોકરીઓના ખતના કરવાની આ પરંપરા ના તો માણસાઇ ના તે અને ના તો કાયદાકીય રીતે યોગ્ય છે. કારણ કે સંવિધાનમાં સમાનતાની ગેરેન્ટી આપનાર અનુચ્છેદોમાં 14 અને 21નું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. જોકે ધર્મની આડમાં છોકરીઓના ખતના રોકવા આ કુકૃત્યને બિન જમીન સંજ્ઞેય ગુનો જાહેર કરવાનો આદેશ આપવાની પ્રાર્થના કરવામાં આવી હતી. 

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અમાનવીય અને અસંવેદનશીલ છે. જોકે તેના પર સરકાર જ્યાં સુધી સખત કાયદો ન બનાવે ત્યાં સુધી કોર્ટ ગાઇદ લાઇન જાહેર કરે. તેના પર સરકારે કોર્ટને જણાવ્યું કે કાનૂન તો પહેલાં જ છે. હા તેમાં જોગવાઇને ફરીથી જોવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news