gujarat budget

હવે ગીરના સિંહોને શિકારના શોધમાં જંગલની બહાર નહિ આવવુ પડે, આવી રહ્યો છે મોટો પ્રોજેક્ટ

 • રાજ્ય સરકારના બજેટમાં સિંહ સંરક્ષણ માટે 11 કરોડની જોગવાઈ કરાઈ
 • સિંહને જંગલમાં જ મારણ મળી રહે તેવું આયોજન
 • સાંબર બ્રિડીંગ સેન્ટર બનાવી તેને જંગલમાં છોડવાની યોજના
 • વનપ્રેમીઓએ ગુજરાત સરકારના આ નિર્ણયને આવકાર્યો

Mar 5, 2021, 08:03 AM IST

Gujarat Budget 2021: કોરોનાકાળમાં દેશ-દુનિયા માટે પ્રેરણારૂપ બન્યુ ગુજરાતઃ બજેટમાં હેલ્થ સેક્ટર પર મુકાયો વિશેષ ભાર

જાન હૈ તો જહાંન હૈ...કોરોના સામે લડવા PM મોદીએ આપેલું આ સુત્ર ગુજરાતના બજેટમાં દેખાયું. કોરોનાની મહામારીને પગલે આ વખતે ગુજરાતના બજેટમાં આરોગ્ય વિભાગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

Mar 3, 2021, 03:17 PM IST

વેરામાં કોઈ પણ વધારા વગરનું ગુજરાતનું બજેટ... આ છે પ્રજાને ગમશે તેવા આકર્ષક હાઈલાઈટ્સ

2021 ના બજેટ (budget 2021) ના સૌથી મોટા હાઈટલાઈટ એ છે કે, વેરામાં કોઈપણ વધારા વગરનું બજેટ રજૂ કરાયું છે. આ સાથે જ ગુજરાત બજેટ 2021ના મહત્વના હાઈટલાઈટ્સ (budget highlights) જાણીએ... 

Mar 3, 2021, 02:36 PM IST

Gujarat Budget 2021: તરસ્યા ગુજરાતને પાણીદાર બનાવવા 5494 કરોડની જોગવાઈ, કંઇક આવું છે પ્લાનિંગ

એક સમયે આપણું રાજ્ય પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. અમારી સરકારના જળ સંસાધન માટેના છેલ્લા 25 વર્ષોના કુનેહભર્યા પ્રયત્નોથી આજે ગુજરાત વોટર મેનેજમેન્ટ માટે સમગ્ર દેશમાં રોલ મોડેલ બન્યું છે.

Mar 3, 2021, 01:44 PM IST

ગામડાઓમાં આતંક મચાવતો દીપડો ગુજરાતના બજેટમાં ઘૂસ્યો, જાણો શું થઈ જાહેરાત

 • ગુજરાતમાં સતત વધી રહેલા દીપડાઓના આતંક અંગે બજેટ 2021 માં ખાસ જાહેરાત કરાઈ
 • જાહેરાત કરાઈ કે, સિંહોના ખોરાક વધારવા સાંભર બ્રિડિંગ સેન્ટર 10 કરોડના ખર્ચે બનશે

Mar 3, 2021, 01:36 PM IST

Gujarat Budget 2021: અમદાવાદને મળી આ 10 ભેટ, મ્યુઝિયમથી માંડીને માર્કેટ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (Nitin Patel) રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ (Gujarat Budget) કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029  કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. 

Mar 3, 2021, 01:13 PM IST

બજેટ વચ્ચે નાણામંત્રીની ટકોર, ખેડૂતોના નામે ફરનારા અને ચરનારા કેટલાય આવ્યા અને કેટલાય ગયા...

 • દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મામલે નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં ટકોર કરી 
 • ટકોર કરતા કહ્યું હતું કે, ‘ખેડૂતો એમ ને એમ અમારા તરફ નથી વળ્યા

Mar 3, 2021, 01:07 PM IST

Gujarat Budget 2021: બજેટમાં સરકારે ખેડૂતોને કર્યા ખુશ, જાણો શું-શું મળ્યું

રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (Nitin Patel) રજૂ કરી રહ્યાં છે. વર્ષ 2021-22 ના અંદાજ પ્રમાણે ગુજરાતનું બજેટ (Gujarat Budget) કરોડની એકંદર પુરાંત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. 2,27,029  કરોડનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. 

Mar 3, 2021, 12:24 PM IST

Gujarat Budget 2021: 60 વર્ષમાં રાજ્યના બજેટનું કદ કેટલું વધ્યું? સૌથી વધુ વાર બજેટે કોણે રજૂ કર્યું? જાણો બજેટ અંગેના રોચક કિસ્સા

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે 2,27,029 કરોડ રૂપિયાનું ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ આજે રજૂ કર્યું. જેમાં સૌથી વધુ કૃષિ ખેડૂત કલ્યાણ યોજના માટે 7,232 કરોડની જોગવાઈ કરાઈ છે.

Mar 3, 2021, 12:22 PM IST

ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટે નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યુ

રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે વિધાનસભામાં ગુજરાત રાજ્યનું 2021-22 નું અંદાજપત્ર (budget 2021) રજૂ કરી રહ્યાં છે. નાણામંત્રી તરીકે 9 મી વખત બજેટ નીતિન પટેલ (nitin patel) રજૂ કરી રહ્યાં છે.  

Mar 3, 2021, 11:21 AM IST

કોરોનામાં સરકારની આવક ઘટી હતી, બજેટથી ગુજરાતની પ્રગતિ આગળ વધારીશું : નીતિન પટેલ

 • નીતિન પટેલે કહ્યું, બજેટમાં તમામ લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે આગળ વધીશું. 

Mar 3, 2021, 10:44 AM IST

આજે નાણામંત્રી નીતિન પટેલ ગુજરાત વિધાનસભામાં નવમી વખત રજૂ કરશે Budget

 • 2021 ના ગુજરાતના બજેટમાં આરોગ્ય, નાના-મધ્યમ ઉદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર ભાર મૂકાશે  
 • નીતિન પટેલને બજેટ રજૂ કરતા LIVE જોઈ શકશો, ડાઉનલોડ કરો આ એપ્લિકેશન

Mar 3, 2021, 08:02 AM IST

નીતિન પટેલને બજેટ રજૂ કરતા LIVE જોઈ શકશો, ડાઉનલોડ કરો આ એપ્લિકેશન

 • દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે, કે જેને બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી 
 • એપ્લિકેશન દ્વારા બજેટ ડોક્યુમેન્ટ અપલોડ કરવાથી જરૂરી કચેરીઓ માટે માત્ર 20 ટકા પ્રકાશનો જ છપાશે, જેથી પેપરની બચત થશે
 • ગુજરાતના ગત 5 વર્ષના નાણામંત્રીના પ્રવચનો અને બજેટની કોપી આ એપ્લિકેશન પર મૂકવામાં આવી છે

Feb 27, 2021, 11:17 AM IST
Gujarat Budget Second Day PT2M38S

વિધાન સભા સત્રનો આજે બીજો દિવસ, રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે સદન

વિધાનસભા બજેટ સત્રનો ગુરૂવારે બીજો દિવસ છે. ગુરુવારે બે બેઠક યોજાશે. બંને બેઠકોની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે, રાજ્યપાલના સંબોધન ઉપરના આભાર પ્રસ્તાવ ઉપર થશે ચર્ચા, જાહેર હિસાબ, જાહેર સાહસો, પંચાયતી રાજ અને અંદાજ સમિતિ ના 15 - 15 સભ્યો ની ચુંટણી ના કાર્યક્રમની વિધાનસભા અધ્યક્ષ જાહેરાત કરશે . ગુરુવારે સવારે 10 થી બપોરે 2.30 સુધી પહેલી બેઠક યોજાશે, બપોરે 3.30 થી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલશે. બીજી બેઠક, બંને બેઠકોની શરૂઆતમાં એક એક કલાક પ્રશ્નોત્તરી કાળ, નાણાં, માર્ગ મકાન, ઊર્જા, કાયદો વ્યવસ્થા, શિક્ષણ, નાગરિક ઉડ્ડયન સહિતના વિભાગોના પ્રશ્નોની ચર્ચા થશે.

Feb 27, 2020, 12:45 PM IST
Gujarat Budget 2020 : Mehsana District Farmer OPinion On Gujarat Budget PT5M20S

મહેસાણાના પશુપાલકોની બજેટને લઇને શું છે પ્રતિક્રિયા

રાજ્ય સરકાર દવારા આજે રાજ્ય નું બજેટ જાહેર કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને પશુપાલકો માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી રાજ્ય સરકાર દવારા રજુ કરાયેલ બજેટ મામલે ઝી ૨૪ કલાક ની ટીમે મેહસાણા ના પશુપાલકો અને ખેડૂતો સાથે વાત કરી જેમાં આ બજેટ ને લઇ તમામ ખેડૂતો સહીત પશુપાલકો ખુશ જોવા મળ્યા અને આ બજેટ ને આવકાર્યું હતું મેહસાણા જીલ્લો પશુપાલન કરતો જીલ્લો છે ત્યારે રાજ્ય સરકાર દવારા જે આ પશુપાલકો ના હિત નું ધ્યાન રાખી જે જોગવાઈ ઓ કરવામાં આવી તેનાથી મેહસાણા જીલ્લાના પશુપાલકો ખુશ જોવા મળ્યા હતા શું કહે છે મેહસાણા ના પશુપાલકો આવો જાણીએ ....

Feb 27, 2020, 12:10 PM IST

આઉટસોર્સિંગ કર્મચારીઓનું થતું શોષણ અટકાવવા ગૃહમાં નીતિન પટેલે કરી મોટી જાહેરાત

હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા બજેટ સત્ર (Budget Session) નો આજે બીજો દિવસ છે. જેમાં આજે માર્ગ મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ નર્મદા, કલ્પસર, પાટનગર યોજનાઓ સંબધિત પ્રશ્નો પર ચર્ચા ચાલી રહી છે. તો સાથે જ શિક્ષણ વિભાગ, કાયદો અને ન્યાય, વૈધાનિક, સંસદીય બાબતો મીઠા ઉદ્યોગ અંગે પણ ચર્ચા થવાની છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) ગૃહમાં આઉસ સોર્સિંગ (outsourcing) કરતા સરકારના તમામ વિભાગના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. હવે તેમનો આખો પગાર સીધો તેમના ખાતામાં જ જશે અને એજન્સીના ખાતમાં માત્ર સર્વિસ ચાર્જ ચૂકાવાશે.

Feb 27, 2020, 11:55 AM IST
No Pakage For Diamond Maker In Gujarat Budget PT6M27S

ગુજરાત બજેટ: રત્નકલાકારો કોઇ જાહેરાત નહી, રત્નકલાકારો રસ્તા પર ઉતરે તેવી શક્યતા

રાજ્ય સરકારનાં બજેટ બાદ રત્ના કલાકાર સંઘમાં અસંતોષ જોવા મળ્યો છે.તેઓ દ્વારા કમિટી સાથે ચર્ચા-વિચારણા કરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરત માં હીરા ઉદ્યોગની સ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી કફોડી બનતી જાય છે આ સાથે જે નાના કારખાનાઓ છે તે પણ બંધ થઈ જઈ રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 200 વ્યવસાય વેરો તરીકે ઉઘરાવવામાં આવી રહ્યા છે જેને કારણે રત્ના કલાકાર સંઘમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે આ અંગે રત્નકલાકાર સંઘ દ્વારા છેલ્લા ચાર બજેટ પૂર્વે નાણામંત્રી તેમજ મુખ્યમંત્રીને વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી..તેમ છતાં તેઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે ત્યારે આજે રજૂ થયેલા બજેટમાં ફરી એક વખત રત્નકલાકારોની ઉપેક્ષા કરવામાં આવતા તમામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે દર વર્ષે બજેટમાં રત્નકલાકારો ની ઉપેક્ષા કરવામાં આવી રહી છે રજૂઆત કર્યા બાદ પણ તેઓ માટે કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી રહી નથી .જેને કારણે તેઓ દ્વારા કમિટી ના સભ્યો સાથે મિટિંગ કરી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરશે. જ્યાં સુધી તેઓની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તમામ હીરા બજાર મીની બજાર તથા કારખાનો બંધ રાખવામાં આવશે.

Feb 27, 2020, 10:55 AM IST
Gujarat Budget 2020 : Banaskantha Farmer Say On Gujarat Budget PT3M56S

ગુજરાત બજેટ 2020: બનાસકાંઠાના ખેડૂતોની બજેટને લઇને શું છે પ્રતિક્રિયા

આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારનું બજેટ 2 લાખ 17 હજાર 287 કરોડનું બજેટ રજૂ કર્યું જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓ અને સહાયની જાહેરાત કરી જેમાં પશુપાલનના વ્યવસાયને વધુ વેગ મળે તેવી જાહેરાતો કરાઈ જેમાં મુખ્યમંત્રી પશુ ધિરાણ સહાય યોજના હેઠળ પશુપાલકોને એક ગાય કે ભેંસના વિયાણ દરમિયાન 150 કિલો પશુદાણની ખરીદી ઉપર 50 ટકાની સહાય તેમજ ગાય આધારિત ખેતી માટે ગાયના નિભાવ ખર્ચ પેટે માસિક 900 અને વાર્ષિક 10,800 રૂપિયાની જોગવાઈ તેમજ 10 ગામ વચ્ચે એક હરતું ફરતું દવાખાનું ,ગીર અને કાંકરેજી ગાયના સંવર્ધન માટે 232 કરોડની જોગવાઈ,પશુપાલકોને ડેરી ફાર્મ પશુ એકમ માટે 281 કરોડની જોગવાઈ તેમજ રજીસ્ટર્ડ પાંજરાપોળ અને ગૌશાળાઓને અપગ્રેડ બનાવવાની બજેટમાં જોગવાઈ કરાઈ છે જેને લઈને આ બજેટને બનાસકાંઠાના પશુપાલકોને આ બજેટ વિશે પૂછતાં તેમને કહ્યું હતું કે આ બજેટમાં પશુપાલકો અને ખેડૂતો માટે ખુબજ સરસ છે તેનાથી પશુપાલનનો વ્યવસાય વધુ મજબૂત બનશે પરંતુ હજુ વધારે યોજના પશુપાલકો માટે બનાવવાની જરૂર હતી તો આ બજેટ ફક્ત બજેટ ન બની રહે અને તેનો અમલ થાય તે જરૂરી છે.

Feb 27, 2020, 10:45 AM IST
Samachar Gujarat: How Much Damage To Farmers From The Rains PT22M26S

સમાચાર ગુજરાત: કમોસમી વરસાદથી ખેડૂતોને કેટલું નુકસાન?

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. જો કે પ્રથમ દિવસે જ રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન અંદાજપત્ર રજુ કરે તે અગાઉ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જો કે પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા કૃષીમંત્રીને 2019નાં કમોસમી વરસાદ અને સહાય મુદ્દે ઘેરવામાં આવ્યા હતા.

Feb 26, 2020, 10:10 PM IST
Watch Important News February 26 In News Room Live PT25M17S

News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આઠમી વાર ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરી રહ્યાં છે. 2020-21ના નાણાંકીય વર્ષનું રૂપાણી સરકારનું આ બજેટ લોકોની આશા અપેક્ષાઓ પર ખરુ ઉતરશે કે નહિ તો હવે જોવા મળશે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તેવો સંકેત સીએમ રૂપાણીએ બજેટ અગાઉ આપ્યો હતો. ત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી ગુજરાતની જનતા માટે કેવી કેવી જાહેરાતો કરી રહ્યાં છે તે જોઈએ...નાણામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2020-21 માટેનું બજેટ 2 લાખ 17,287 કરોડનું રહેશે.

Feb 26, 2020, 09:55 PM IST