કૈરાનામાં BJPને પછાડનાર તબસ્સુમે કહ્યું-, 'જુમલેબાજ સરકારની હાર, 2019માં ભાજપને ધૂળ ચટાડીશું'

કૈરાના લોકસભા બેઠકથી આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસને 2019માં ભાજપને ધૂળ ચટાડવાનો દાવો કર્યો છે.

કૈરાનામાં BJPને પછાડનાર તબસ્સુમે કહ્યું-, 'જુમલેબાજ સરકારની હાર, 2019માં ભાજપને ધૂળ ચટાડીશું'

નવી દિલ્હી: કૈરાના લોકસભા બેઠકથી આરએલડીના ઉમેદવાર તબસ્સુમ હસને 2019માં ભાજપને ધૂળ ચટાડવાનો દાવો કર્યો છે. તબસ્સુમ હસને દાવો કર્યો કે 2019ની લોકસભા ચૂંટણીમાં સમગ્ર વિપક્ષ એકજૂથ થઈ જશે અને ભાજપને પાઠ ભણવશે. હાલ મળેલી બઢતને તબસ્સુમ હસને ભાજપ સરકારની હાર અને સત્યની જીત ગણાવી છે. અત્રે જણાવવાનું કે કૈરાના લોકસભા પેટાચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર તબસ્સુમ હસને ભાજપના ઉમેદવાર મૃગાંકા સિંહ સામે મહત્વની ભારે લીડ મેળવી છે. જો આમ જ લીડ મળતી રહી તો તેઓ સરળતાથી કૈરાના પેટાચૂંટણી જીતી જશે.

આ સત્યની જીત છે-તબસ્સુમ
તબસ્સુમ હસને કહ્યું કે આ સત્યની જીત છે. મેં જે કહ્યું હતું, તે વાત પર અડગ છું. ચૂંટણીમાં ગડબડી કરવામાં આવી અને અમે ભવિષ્યમાં આવું કોઈ પણ ષડયંત્ર ઈચ્છતા નથી આથી કોઈ પણ ચૂંટણીમાં ઈવીએમ નથી ઈચ્છતાં. તેમણે કહ્યું કે આ જીતે 2019ની લોકસભા ચૂંટણી માટે સમગ્ર વિપક્ષનો રસ્તો ક્લિયર કરી નાખ્યો છે.

— ANI UP (@ANINewsUP) May 31, 2018

આરએલડી ઉમેદવાર સતત આગળ
અત્રે જણાવવાનું કે કૈરાનામાં 12 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ગઈ છે. આરએલડી ઉમેદવાર તબસ્સુમ હસનને 239,000 મતો મળતા છે અને તેઓ સતત લીડ ધરાવી રહ્યાં છે. તબસ્સુમ હસને મતગણતરીના પહેલા રાઉન્ડથી જ ભાજપ પર નિર્ણાયક લીડ મેળવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news