Jammu Kashmir: આતંકીઓએ પુલવામામાં બિહારના મજૂરો પર ગ્રેનેડ ફેંક્યું, એકનું મોત, બે ઈજાગ્રસ્ત
Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ બિહારના મજૂરોને નિશાન બનાવી હુમલો કર્યો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
Trending Photos
પુલવામાઃ Jammu Kashmir Terrorists Attacked Labours: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ બહારના મજૂરો પર હુમલો કર્યો છે. આતંકીઓએ પુલવામાના ગદૂરા વિસ્તારમાં મજૂરો પર ગ્રેનેડ (Grenade) ફેંક્યું છે. આ આતંકી ઘટનામાં એક મજૂરના મોત થઈ ગયા છે અને બે અન્ય ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે (Jammu Kashmir Police) આ જાણકારી આપી છે. પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી છે.
મૃતક મજૂરની ઓળખ બિહારના સકવા પરસા નિવાસી મોહમ્મદ મુમતાઝના રૂપમાં થઈ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તની ઓળખ બિહારના રામપુર નિવાસી મોહમ્મદ આરિફ અને મોહમ્મદ મજબૂલના રૂપમાં થઈ છે, બંને સ્થિર છે. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ દિવસમાં આ ત્રીજો આતંકી હુમલો છે. પરંતુ આ પહેલાના હુમલામાં કોઈ નુકસાન થયું નહોતું.
Terrorists hurled grenade on outside labourers in Gadoora area of Pulwama. In this terror incident, one labourer died and two others were injured, all from Bihar. Area cordoned off. Further details shall follow: Jammu & Kashmir Police pic.twitter.com/GwGdFV2yuY
— ANI (@ANI) August 4, 2022
પોલીસ પાર્ટી પર પણ થયો હતો હુમલો
આ પહેલા જમ્મુ-કાશ્મીરના અલોચીબાગ વિસ્તારમાં પણ આતંકીઓએ એક પોલીસ દળ પર હુમલો કર્યો હતો, પરંતુ જવાબી કાર્યવાહી થવા પર તે ભાગી ગયા હતા. પાછલા મંગળવારે જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં એક પોલીસ ચોકી પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યું હતું.
પોલીસ ચોકી પર ફેંક્યું હતું ગ્રેનેડ
ગ્રેનેડ પોલીસ ચોકીની છત પર પડ્યું હતું અને તેમાં વિસ્ફોટ થયો. તેમાં કોઈ નુકસાન થયું નહીં. રામબન જિલ્લાના હુમલાને લઈને એડિશનલ પોલીસ કમિશનર મુકેશ સિંહે જણાવ્યુ હતું કે જમ્મુ-કાશ્મીર ગજવની ફોર્સે હુમલાની જવાબદારી લીધી છે. વિશેષ અભિયાન સમૂહ અને સેનાએ આ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સંબંધમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે